એક વખત એક રાજા એક માણસ પર ખુશ થઈ ગયા અને તે માણસને ચંદનનો એક ખૂબ જ વૈભવશાળી અને અત્યંત મોટો બગીચો ભેટમાં આપી દીધો.
પરંતુ દુઃખની વાત એ હતી કે માણસને ચંદનના વૃક્ષની કિંમત નું જરા પણ જ્ઞાન ન હતું. તેને ખબર જ ન હતી કે ચંદન ના વૃક્ષ આટલા બધા કીમતી હોય છે.
તેમ છતાં તેને ખુશી ખુશી આ બગીચો ભેટ તરીકે સ્વીકારી લીધો અને તે ચંદન ના વૃક્ષ કાપી અને તેમાંથી કોલસા બનાવતો અને કોલસા બનાવીને વહેંચતો હતો.
આવું તેને ઘણા સમય સુધી કર્યે રાખ્યું, ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ તેમ ચંદન ના વૃક્ષ પણ બગીચામાંથી ઓછા થતા ગયા, અને એક સમય એવો આવ્યો જ્યારે બગીચો આખો ખાલી થઈ ગયો.
એક દિવસ રાજા ગામમાં નીકળ્યા હતા એટલે અચાનક તેને યાદ આવ્યું કે મેં એક માણસને બગીચો ભેટ કર્યો હતો.
તેણે વિચાર્યું કે લાવ તે માણસ ના ઘરે જોઈ આવું, તે અત્યાર સુધીમાં તો ઘણો અમીર બની ગયો હશે. એટલે તેણે હુકમ કર્યો કે પેલા માણસ ના ઘરે જવામાં આવે.
રાજા અચાનક આ માણસ ના ઘર પાસેથી પસાર થયા તેના ઘરમાં તો કોઈ ફેરફાર ન જણાયો, ઘરની અંદર ગયા તો પણ માણસ ની હાલત પહેલાં જેવી જ હતી. એટલે આ બધું દૃશ્ય જોઈને રાજાને એકદમ નવાઈ લાગી કે આખરે આવું તો શું થઈ ગયું કે તેની હાલત સાવ આવી થઈ ગઈ?
એટલે તેણે તેની સાથે રહેલા લોકોને કહ્યો તે મને જણાવો કે આ માણસ સાથે શું થયું છે? તેની સાથે રહેલ મંત્રીએ તમામ હકીકતથી પોતાને વાકેફ કર્યા અને પછી રાજાને આખી હકીકત કહી સંભળાવી.
રાજાએ પેલા માણસ સામે જોઈને પૂછયું કે શું હવે તારી પાસે ચંદનના લાકડાનો કોઈ ટુકડો બચ્યો છે?