હવે અહીં બંને વ્યક્તિઓએ સપનાનું એક જ પરિણામ કહ્યું કારણ કે બંનેના સપનાના ફળાદેશ નો અર્થ તો સમાન જ હતો. છતાં પણ એક વ્યક્તિને કેદ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો તો બીજાને વિશેષ માન સન્માન સાથે સોનામહોરો તેમજ સંપત્તિ મળી. આવું કેમ થયું?
કારણકે એક વ્યક્તિ મહાન વિદ્વાન હોવા છતાં તેના જવાબ અને વાણીમાં ઉચિત શબ્દ નો ઉપયોગ ન કરી શક્યો જ્યારે અન્ય વ્યક્તિ ખૂબ જ સાધારણ હોવા છતાં તેના જવાબ અને વાતચીતમાં યોગ્ય અને સાચા શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
આપણી રોજબરોજની બોલી વાણી વાતચીત અને વર્તનમાં વિશેષ મહત્વ હોય છે. યોગ્ય આ દર્દ ભર્યા શબ્દોનો ઉપયોગ કરીને મીઠું તેમજ નમ્રતાથી બોલીને આપણે દુશ્મન ના મનમાં પણ પ્રેમ ભરી શકીએ છીએ અને એવી જ રીતે જો ખોટા શબ્દો તેમજ અસભ્ય શબ્દોનો ઉપયોગ કરીએ તો આપણા પ્રિયજનોના હૃદયમાં પણ નફરત પેદા કરી શકીએ છીએ.
એટલા માટે જ વ્યક્તિએ હંમેશા પોતાના બોલવામાં, માન-સન્માન દેવામાં અને વર્તનમાં યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તેમજ પોતાની ભાષામાં મધુરતા રાખવી જોઈએ.
કદાચ એટલા માટે જ કહેવાતું હશે કે વ્યક્તિની પ્રથમ ઓળખ તેની વાણી અને તેના શબ્દો તેમજ તેના વર્તનથી થાય છે કે આ વ્યક્તિ કેવી છે અને તેનું વ્યક્તિત્વ કેવું છે?
કોઈપણ વ્યક્તિ માં 100 ગુણો હોવા છતાં જો અસભ્ય અથવા અસત્ય બોલવાનો એક પણ અવગુણ હોય તો આ એક અવગુણ જ તેના 100 ગુણોનો નાશ કરે છે.
આ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો તેમજ આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.