ત્યારે આપણે ખરીદી લઈશું ખેડૂત બિચારો મુંજાઈ ગયો કે બજારભાવ કરતા અડધા ભાવે મારે ખેતર કેમ વેચી દેવું માટે તે પણ થોડા દિવસ ની રાહ જોઈ રહ્યો હતો. એક દિવસ ખેડૂત નો એક મિત્ર તેને ત્યાં આવ્યો જેનું આખા પંથક માં ખેતીવાડી નું મોટું કામકાજ હતું.
અને આખા પંથક માં મોટા માણસ તરીકે ઓળખાતો હતો. બંને મિત્રો જમીને ખેતર માં આંટો દેવા આવ્યા ત્યારે આજુબાજુ ના ખેતર વાળા જોઈ રહ્યા હતા કે આવડો મોટો ખેડૂત આના ઘરે ક્યાં થી આવી ગયો. અને તેને જોઈ ને બધા ઊંચા-નીચા થઇ રહ્યા હતા.
તેના મિત્ર ને વાત કહી કે મારે મારુ ખેતર વેચવું છે. પણ બધા અડધા ભાવે માંગણી કરે છે મારે કેમ કરી ને વેચવું અને રૂપિયા ની જરૂરિયાત પણ સખત છે. જેથી મારી પાસે કોઈ રસ્તો નથી.
તેના મિત્ર એ વાત સાંભળી ને તેને સાથે લઇ ને આજુબાજુ વાળા ના ખેતર માં પણ ચક્કર લગાવ્યું અને ઘરે પાછા આવ્યા ત્યારે તેના મિત્ર ને સમજાવ્યું કે હવે તને કાલ થી બધા પૂછશે કે આ ભાઈ કેમ આવ્યા હતા. ત્યારે બધા ને એમજ કહેવાનું કે મારા ખેતર નો સોદો કરવા આવ્યા હતા.
અને મેં તેને પુરા ભાવે મારુ ખેતર વેચી નાખ્યું અને બીજા દિવસ થી ગામ ના જે લોકો ને ખેતર ખરીદવું હતું, પણ રૂપિયા અડધા આપવા હતા તે બધા ને અફસોસ સિવાય કઈ વધ્યું નહિ. પણ બે ત્રણ વ્યક્તિ ને તેનું કહેતા પુરાભાવ થી પણ વધારે રૂપિયા આપી.
અને ખેતર ખરીદવાની ઇરછા થઇ અને તે મોટા ખેડૂત ને મળવા માટે ગયા. ત્યારે તેને કહ્યું કે મેં ખેતર ખરીદી લીધું છે, અને હવે મારે ડબલ ભાવ આવે ત્યારે જ વેચવું છે. એટલે જેને ડબલ ભાવે ખરીદવું હોય તે આવજો થોડા દિવસ તો ગામમાં સન્નાટો છવાય ગયો.
કે આપણે અડધા ભાવે ખરીદવા ની રાહ જોઈ રહ્યા હતા. હવે તે ખેતર જોઈતું હોય તો બજારભાવ કરતા પણ ડબલ ભાવ આપવો પડશે. થોડા દિવસ પછી ગામ નો જ એક ખેડૂતે જયારે ડબલ ભાવે ખરીદવાની તૈયારી બતાવી.
અને સોદો કરવા નું કહ્યું ત્યારે એ મોટા ખેડૂતે તેના મિત્ર ને બોલાવી અને ડબલ ભાવે સોદો કરાવી આપ્યો અને અડધા ભાવે માંગી રહેલા ખેતર ના ડબલ ભાવ અપાવ્યા આ બંને સ્ટોરી માં અગત્ય નું પાત્ર તે બંને ના મિત્ર છે.
એક રાજા અને બીજા મોટા ખેડૂત જીવન માં સાચા મિત્રો નું આજે પણ એટલું જ મહત્વ છે. માટે મિત્ર એવા બનાવો કે સંકટ સમય માં બાજુમાં ઉભા રહે. અને ખભે હાથ મૂકી ને કહે કે આટલી વાત માં શું મૂંઝાઈ રહ્યો છે, હું બેઠો છું ને? તારે શેની ચિંતા કરવાની?
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.