બધા જ્યોતિષ ભેગા થતા રાજા એ કહ્યું કે અત્યારે અંદર ના ઓરડા માં રાણીને સુવાવડ આવે તેમ છે. અને કુંવર કે કુંવરી નો જન્મ થતા, તમને બધા ને તુર્ત જ જાણ કરવામાં આવશે. જે અંદર થી એક લીંબુ બહાર રળતું રળતું આવે એટલે તમારે સમજી જવાનું કે જન્મ થઇ ગયો, અને કુંડળી બનાવવી.
થોડા સમય પછી અંદર થી એક લીંબુ રળતું રળતું આવ્યું, એટલે બધા જ્યોતિષ કુંડળી બનાવવા લાગ્યા, કુંડળી બની ગયા પછી બધા જ્યોતિષ રાજા પાસે આવ્યા બધા જ્યોતિષ નું કહેવાનું એક જ હતું કે, તમારે ત્યાં અત્યારે કુંવરી નો જન્મ થયો છે. અને તમે તેને જયારે તેને પરણાવશો, ત્યારે તેના પતિ તમારા રાજ ઉપર હુમલો કરી અને તમારું રાજ કબ્જે કરી લેશે. અને તમને બંધક બનાવી લેશે.
રાજા એ બધાની વાત એક થતા જ કુંવરી ને જંગલ માં જઈ ને પહાડ ઉપર થી ફેંકી દેવા, સેનાપતિ ને હુકમ કર્યો અને અને રાણી પાસે જવા લાગ્યા. ત્યાં શાસ્ત્રીજી નો પુત્ર કે જેને કદી જ્યોતિષ નું જ્ઞાન પણ લીધું નહોતું, તે જમીન ઉપર કોલસા થી ગણતરી કરી રહ્યો હતો. ત્યારે રાજા એ તેને પૂછ્યું કે તમે આ શું કરો છો?
ત્યારે શાસ્ત્રીજી ના પુત્ર એ કહ્યું કે તમારે ત્યાં કુંવરી આવશે એ તો બધા એ બતાવ્યું પણ તમને બીજું જે પણ બતાવ્યું તે બિલકુલ ખોટું છે. આ કુવરી ના પાછળ તમારે એક કુંવર નો જન્મ થશે, અને તે ખુબ જ પરાક્રમી રાજા બનશે. આ કુંવરી બહુ જ ભાગ્યશાળી છે.
આ સાંભળી ને રાજા એ કહ્યું કે મેં તો તેને મારી નાખવા માટે સેનાપતિ ને જંગલ માં રવાના પણ કરી દીધા છે, ત્યારે શાસ્ત્રીજી ના પુત્ર એ કહ્યું કે આ કુંવરી ને કોઈ થી પણ વાળ વાંકો થશે નહિ, એ મારી જવાબદારી છે.
રાજા એ પૂછ્યું કે તમને આટલું જ્ઞાન ક્યાં થી આવ્યું શાસ્ત્રીજી એ તો તમને કઈ શીખવાડ્યું નથી, ત્યારે શાસ્ત્રીજી ના પુત્ર એ કહ્યું કે જયારે મારા પિતાજી બીજા વિદ્યાર્થીઓ ને જ્યોતિષવિદ્યા નું જ્ઞાન આપતા ત્યારે હું ઘર કામ કરતા કરતા બધું શીખી ગયો છું.
સાંજ પડતા સેનાપતિ જંગલમાંથી આવે છે, ત્યારે રાજાને કહે છે કે તેને કુંવરી ને પહાડ પરથી નીચે ફેંકી ને મારી નાખી છે, એટલે રાજા શાસ્ત્રીજી ના પુત્ર ને બોલાવીને કહે છે કે સેનાપતિ એ તો કુંવરી ને મારી નાખી છે. તો પણ શાસ્ત્રીજીના પુત્ર એ કહ્યું કે હું એ વાત માનવા નો જ નથી. કારણ કે કુંવરી ને કોઈ મારી શકે નહિ.
ત્યારે રાજા એ સેનાપતિ સામે જોયું અને સેનાપતિ ની નજર જમીન તરફ થઇ ગઈ તે રાજા સામે નજર મિલાવી શક્ય નહિ, અને માફી માંગતા કહ્યું કે ફૂલ જેવી કુંવરીને મારી નાખતા મારો જીવ ચાલ્યો નહિ, તેથી હું તેને મારા ઘરે મૂકી આવ્યો છું. મને હુકમ નો અનાદર કરવા નો જે દંડ આપવો હોય તે ભોગવવા માટે હું તૈયાર છું.
ત્યારે રાજા એ શાસ્ત્રીજીના પુત્ર ને કહ્યું કે બાકી ના દસ જ્યોતિષ માં અને તમારી ગણતરી માં આટલો ફરક કેમ છે. અને બાકી ના દસ ની ભવિષ્યવાણી પણ એક જ છે ત્યારે શાસ્ત્રી જી ના પુત્ર એ જવાબ આપતા કહ્યું કે કુંવરી નો જન્મ થયો, અને લીંબુ બહાર રેડાવવામાં આવ્યું અને એ ઓરડાની બહાર આવ્યું એટલી વાર માં જે સમય નો ફરક છે, એ જ ફરક છે.
બાકી ના જ્યોતિષોએ લીંબુ બહાર આવ્યું એ સમય પકડ્યો, અને મેં એ લીંબુ જયારે અંદરથી રેડાવ્યું એ સમય પકડ્યો. બાકી ના જ્યોતિષ તેની રીતે સાચા જ છે, રાજા શાસ્ત્રીજી ના જ્યોતિષ થી ખુબ જ ખુશ થયા. અને તેના પિતાજીની હાજરી માં રાજ દરબારમાં તેનું સન્માન કરવાનું રાખ્યું.
બે દિવસ પછી હેમશંકર શાસ્ત્રીજી ઘરે આવે છે અને આ બધા સમાચાર મળે છે, એટલે બહુજ દુઃખી થાય છે અને તેની પત્ની ને પણ ઠપકો આપે છે કે તમારે આને મોકલવાની શું જરૂર હતી? બીજા દિવસે રાજદરબાર માં પુરા માનસન્માન સાથે શાસ્ત્રીજી ના પુત્ર નું સન્માન થાય છે. અને રાજા એ ખુશ થઇ ને 1000 સોનામહોર નું ઇનામ આપ્યું. એ સોનામહોર શાસ્ત્રીજી ના ઘરે આવતા ની સાથે જ તેના પુત્ર નું મૃત્યુ થાય છે, કારણ કે તેને જે દેણું શાસ્ત્રીજી ને ચૂકવવાનું હતું, એ પૂરું થઇ ગયું. આપણે પણ જયારે કોઈ નું મૃત્યુ થઇ ત્યારે કહેતા હોય છે કે એકબીજા ની લેણાદેણી પુરી થઈજાય ત્યારે કોઈ કોઈ ની રાહ જોતું નથી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.