પ્રજા કેટલી જાગૃત છે તે જોવા માટે રસ્તા વચ્ચે રાજાએ પથ્થર રાખ્યો, એ પથ્થર કોઈએ ના હટાવ્યો પછી એક ખેડૂત આવ્યો અને એ પથ્થર હટાવ્યો તો, તેની નીચેથી એવું નીકળ્યું કે…

આ વાત ઘણા જૂના જમાનાની છે, એક રાજા પોતાની પ્રજા માટે તેમજ પ્રજાના સુખ સગવડ માટે દિવસ-રાત મહેનત કરીને અનેક પ્રકારના આયોજન કરતા. જેથી આવનારા સમયમાં તેની પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. અને પ્રજા પોતાનું કામકાજ સુખેથી તેમજ શાંતિથી કરી શકે.

ઘણી વખત આ રાજા છૂપા વેશમાં પ્રજા તેના વિશે શું કહે છે તે જાણવા માટે નીકળતા, અને પ્રજા પાસેથી પોતાના વિશે જાણીને જરૂર પૂર્વક પોતાના માં ફેરફાર પણ કરતા.

આવી જ રીતે એક દિવસ રાજાને થયું કે પ્રજાને કોઈ તકલીફ પડે તો તે મારી પાસે આવવાની છે પરંતુ અત્યારે પ્રજાને તકલીફ ન પડે તે માટે લગભગ બધું કામ થઈ રહ્યું છે, એટલે પોતે પ્રજા કેટલી જાગૃત છે તેના પોતાના પ્રશ્નોને લઈને તે જોવા માટે છૂપા વેશે ગામમાં જવાનું નક્કી કરે છે.

રાજા રાત્રિના સમયે ગામની બહાર જવાના રસ્તા પર પહોંચી જાય છે, ત્યાં એક ખૂબ જ મોટો પથ્થર રસ્તા પર મૂકી દે છે અને બાજુમાં રહેલા વૃક્ષ પાછળ છુપાઈને બધું જોવા લાગે છે કે લોકોની પ્રતિક્રિયા કેવી છે.

ગામના લોકો બહાર જવા માટે એ જ રસ્તા ઉપરથી પસાર થતા હતા, બધા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા આ પથ્થર રસ્તાની એક્સાઇડ રાખવામાં આવેલ હતો, પરંતુ જે લોકો ત્યાંથી પસાર થાય એ પથ્થરની બાજુમાં રહેલા બીજા રસ્તામાં થઈને જતું રહે.

પ્રજામાંથી કોઈએ તે પથ્થર હટાવવાનો વિચાર ન કર્યો. અને તેથી ઊલટું અમુક લોકો તો ત્યાંથી જતી વખતે રાજાને દોષ દેવા લાગ્યા કે અહીં આટલો મોટો પથ્થર રસ્તા ઉપર પડ્યો છે પરંતુ રાજાને પ્રજાની કંઈ પડી નથી. આ રસ્તા સાફ કરાવીને રાજા એ પથ્થરો હટાવવા જોઈએ.

રાજા વૃક્ષ પાછળ છુપાઈને બધું સાંભળી રહ્યા હતા, એવામાં એક ખેડૂતો ત્યાંથી પસાર થયો. ખેડૂત પોતાનું ગાડુ લઈને ખેતરમાં ખેતી કરવા માટે જઈ રહ્યો હતો, તેનું ધ્યાન તરત જ રસ્તામાં પડેલા પથ્થર પડ્યો. તેને ગાડુ રસ્તાની સાઇડમાં રાખીને પથ્થર પાસે આવીને પથ્થર હટાવવા લાગ્યો, પથ્થર ખૂબ જ મોટો હોવાથી ખૂબ જ મહેનત ની જરૂર પડે તેવું હતું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel