પિતાને દીકરીએ કહ્યું તમે જમવા આવો ત્યારે મારા માટે રસમલાઈ લેતા આવજો, ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો એટલે પિતા ઉદાસ થઈને બેઠા હતા. થોડા સમય પછી એવું બન્યું કે પિતા…

એક મિડલ ક્લાસ પરિવારમાં સુરેશ તેના માતા-પિતા, તેની પત્ની અને તેની દીકરી એમ કુલ મળીને પાંચ સભ્યો રહેતા હતા. સુરેશ ની આર્થિક પરિસ્થિતિ અત્યંત સાધારણ હતી. ઘણી વખત એવું થતું કે આજે રાત્રે જમવાનું શું થશે કારણકે પૈસાની એટલી ખામી હતી.

પાંત્રીસ વર્ષનો આ રમેશ ભલે આર્થિક પરિસ્થિતિ નબળી હતી પરંતુ તેઓનો સ્વભાવ એકદમ નિખાલસ અને આનંદી હતો. ગામમાં નાનો મજૂર હોય કે મોટો શેઠ હોય દરેક વર્ગના માણસો સાથે તેને ખુબ જ લાગણી રહેતી.

અને તેની પરિસ્થિતિ સાધારણ હોવા છતાં કોઈ દિવસ સંબંધ નો ઉપયોગ કરીને કોઈ પાસે એક રૂપિયાની પણ માંગણી ન કરતો. આ તેનો સિદ્ધાંત હતો. અને જેવી સગવડતા હોય એ પ્રમાણે અનુકૂળતા ગોઠવીને તેનું જીવન જીવી લેતા. પોતે મજુરી કામ કરીને ઘર ચલાવતો હતો.

એક દિવસ રવિવારે તે સવારે ઘરની બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તેની દીકરીએ કહ્યું કે પપ્પા આજે મારે મોરાકાત નું વ્રત છે. તો બપોરે મારા માટે જમવામાં રસ મલાઈ લેતા આવજો. કોઈપણ દીકરી જ્યારે કંઈક તેના પિતાને ફરમાઈશ કરે ત્યારે કોઈ પણ પિતા તેને નકારી શકે નહીં.

દીકરીની ખુશી માટે સુરેશે હા તો પાડી દીધી, અને બજારમાં મજૂરીકામ કરવા માટે નીકળી ગયો. પરંતુ તેના ખિસ્સામાં ફૂટી કોડી પણ હતી નહિ, પણ તે એવું વિચારી રહ્યો હતો કે કંઈક કામ મળી જશે. એટલે હું દીકરી માટે રસમલાઈ ખરીદી લઈશ.

સુરેશ ની હાલત પર કુદરતને પણ જાણે મશ્કરી કરવાનું મન થયું હોય, તેમ તેને બજારમાં બપોર ના બે વાગ્યા સુધી રાહ જોયા બાદ પણ એક પણ મજૂરી નું કામ આવ્યું નહિ. અને ભારે હૈયે અને ઉદાસ ચહેરે ઘર તરફ ધીરે ધીરે જઈ રહ્યો હતો. મન માં એક જ વિચાર હતો, કે દીકરી કોઈ દિવસ કશું માંગણી કરતી નથી.

આજે તેનું વ્રત છે. અને રસમલાઈ લાવવાનું કહ્યું છે. તો તેનો પણ મેળ પડતો નથી. આજે દીકરી નારાજ થઈ જશે, એવું વિચારતા વિચારતા તેનું હૃદય ભરાઈ આવ્યું, અને એક દુકાન ના ઓટલા પર થોડીવાર બેસી અને થાક ખાવા લાગ્યો. સુરેશ દુકાન ના ઓટલા પર બેઠો હતો.

ત્યાં ત્યાંથી એક ફળ વેચવા વાળા ની રેંકડી નીકળે છે, અને સુરેશ ને કહે છે કે, ખારેક લઇ લો સુપર ક્વોલિટી ની છે. પણ સુરેશ તો રસમલાઈ ના વિચાર માં બેઠો હતો, તેના પણ રૂપિયા ખિસ્સા માં હતા નહિ, અને ખારેક ક્યાં થી ખરીદે. એટલે તેને ખારેક વાળા ને કહ્યું કે ભાઈ અત્યારે મારી પાસે રૂપિયા નથી.

એ રેંકડી વાળો પણ મોટા કલેજાનો માણસ હતો અને સુરેશ ને પણ અવારનવાર બજારમાં જોતો હોવાથી જાણીતો ચહેરો હતો. તેને કહ્યું કે એમાં શું થઈ ગયું? તમે ખાઈ ને મજા કરો. અને રૂપિયા તમારી પાસે હોય ને ત્યારે આપજો. અમે પણ વેપાર કરીએ છીએ, માણસ નું મોઢું જોઈને ઓળખતા મને પણ આવડે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel