સૌથી પહેલા એક ઝરી ભરેલી સાડી બહાર કાઢી જે પ્લાસ્ટિક ની થેલી માં સાચવી ને રાખેલી હતી/ જેમાં સાડી ની સાથે એક ચિઠ્ઠી લખેલી હતી, જેમાં લખ્યું હતું લગ્ન પછી પતિ તરફથી મળેલી જીવન ની સહુ થી અમૂલ્ય ભેટ. બીજી એક ચાંદી ની ડબ્બી કાઢી જેની અંદર કાજલ ભરેલું હતું. જે બતાવતા બા એ કહ્યું કે હું જ્યારે આ ઘર માં પરણીને આવી ત્યારે આ કાજલ લગાવી ને મારી સાસુ એ મારી નજર ઉતારી ને મને આપી હતી.
ત્રીજી વસ્તુ કાઢતા બંને ભાઈઓ હક્કા બક્કા થઈ ગયા. એમાં એક પીતળ ની થાળી હતી જે બા નાનપણ માં એક સાથે બંને ભાઈઓને જમાડવા બેસાડતા અને ખૂબ જ હેતથી જમાડતા હતા. અને છેલ્લા કોળિયા સુધી બંને બહુ જ પ્રેમ થી આનંદ મજાક કરતા કરતા જમતા હતા. જે થાળી હવે બિલકુલ કાળી પડી ગઈ હતી.
પટારામાં આ સિવાય કોઈ વસ્તુ માં એ સાચવી ને રાખી નહોતી, સૌ મૂંગા થઈ ગયા. બંને ભાઈઓ પણ થાળી જોઈને ભાવુક થઈ ગયા.
બા એ અચાનક કહ્યું કે આ થાળીમાં તમે બંને વર્ષો સુધી સાથે જમ્યા અને આજે તમારે ભાગ પાડવા છે. અને ભાગ પાડી પણ લીધા. અને જે વસ્તુ ના તમે ભાગ પડ્યા તેમાંથી કઈ વસ્તુ તમે બંને એ તમારી મહેનત થી બનાવેલી છે? કે વસાવી છે?
હકીકતમાં તમે કંઈ બનાવ્યું નથી, આ તો આ બધું તમારા બાપે બનાવેલું છે. અને તમે હું બેઠી છું, ત્યાં સુધી એક પણ વસ્તુ નો ભાગ મારી મરજી વિના કેમ પાડી શકો. બંને ભાઈઓ શરમ થી મોઢું લટકાવી ને પોત-પોતાના રૂમમાં પત્ની સાથે ચાલ્યા ગયા.
શબ્દો ભલે બા ના હતા પણ જાણે પિતાજી હયાત હોય અને ખિજાઈ રહ્યા હોય તેવું બને ભાઈઓને લાગ્યું. દીવાલ પર લગાડેલી પિતાની તસ્વીર પણ સ્મિત કરી રહી હતી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે પણ આપજો.