પિતાના અવસાન પછી માતાએ દીકરાને ઉછેર્યો, લગ્ન પછી દીકરાએ માતાને કહ્યું અમારે અલગ રહેવા જવું છે. તો તેની માતાએ એવો જવાબ આપ્યો કે દીકરો…

મનુભાઈ ના મૃત્યુ પછી રાધાબેન તેના એક ના એક પુત્ર માટે થઈને બીજા લગ્ન કર્યા નહોતા. તેના દીકરા ના યોગ્ય પાલન પોષણ મળી રહે તેના માટે તે ઘરે રહીને કામ કરતા. અને ઘર ચલાવતા. ધીરે ધીરે દીકરો મોટો થયો તેમ તેના લાડકોડ પણ વધવા લાગ્યા.

અને રાધાબેન ગમે તેટલું કામ કરવું પડે તે કરતા. પણ દીકરા ને જોતી બધી ચીજ વસ્તુ હાજર કરતા છોકરો ભણવામાં હોશિયાર હતો. અને ભણી ગણીને આગળ પણ આવ્યો. અને તેને ઉચ્ચ હોદ્દા પર નોકરી મળી હવે રાધાબેન ને છોકરા ને પરણાવવા ની ઉતાવળ હતી.

છોકરાનો સંસાર મંડાઈ જાય એટલે જાણે ગંગા નાહ્યા. ઘર માં તેના પતિ ની ગેર હાજરી હોવાથી દીકરાના સંબંધ માટે થઈને કામ માં કોઈ સગા વહાલા આગળ આવી અને રસ લેતું નહોતું. આમ ને આમ બે વર્ષ વીતી ગયા. ત્યારે રાધાબેન ને દીકરા ને પરણાવવાની ઉતાવળ માં અને ઉતાવળ માં એક સાધારણ પરિવાર માંથી ભણેલી દીકરી ની વાત આવી, પરિવાર સાધારણ હતો.

તેના દીકરા ને અને દીકરી ને અનુકૂળ હોવાથી બંને પક્ષે લગ્ન કરી નાખવાનું નક્કી કર્યું. અને બે મહિના માં જ દીકરા ને પરણાવી અને રાધાબેન પોતાની જવાબદારી પુરી કરી હોવાથી હવે ચિંતા મુક્ત રહેતા. અને માનસિક રીતે પણ તેને શાંતિ હતી.

લગ્ન ને બે ત્રણ મહિના થયા હશે એટલે દીકરાની વહુ રોજ દીકરા સાથે બહાર ફરવા જાય કે બે માણસ એકલા હોય ત્યારે તેના પતિ ને કહેતી કે આપણે બંને એ અલગ જગ્યા એ રહેવું જોઈએ. તમારા મમ્મી સાથે રહે છે, તેમાં મજા નથી આવતી, દરેક વાત માં કઈ ને કઈ સલાહ આપ્યા કરે છે. રોજ એક ની એક વાત તેના પતિ ને કરી અને તેની બુદ્ધિ પણ ફેરવી નાખી. અને પતિ ને પત્ની ની વાત સાચી લાગવા લાગી.

એટલે એક દિવસ રાધાબેન ના દીકરા એ તેના પાસે આવી અને કહ્યું કે, બા હવે અમારે બંને ને અલગ થી રહેવું છે મને ખબર છે કે તમે મને નાનપણ થી મોટો કર્યો છે. પણ હવે મારે અને મારી પત્ની ને અમારી રીતે જિંદગી માણવી છે. હવે મારી પાસે સંપત્તિ પણ ખુબ છે.

તમે કહો તેટલા રૂપિયા તમને દેવા માટે હું તૈયાર છું. તમે બીજી કોઈ જગ્યા એ મકાન કે ફ્લેટ ખરીદી ને રહો, હું તમને મહિને મહિને ખર્ચ ના રૂપિયા પણ આપતો રહીશ. તમે મને મોટો કર્યો, તેમાં તમારો ઘણો કર્જ મારા પર છે. તો હું તે ઉતારવા માંગુ છું.

રાધાબેન બધું સાંભળી અને સમજી રહ્યા હતા. થોડીવાર પછી રાધાબેને જવાબ આપ્યો કે દીકરા તું જે હિસાબ મને ગણાવે છે. એ તો બહુ લાંબો છે. હું તને વિચારી અને બે ત્રણ દિવસ માં જણાવીશ એટલે દીકરા એ કહ્યું કઈ વાંધો નહિ.

તમે બે ત્રણ દિવસમાં મને કહેજો. બે દિવસ પછી રાત્રે છોકરો તેના રૂમ માં સૂતો હતો. ત્યારે રાધાબેન એક પાણીનો લોટો ભરીને તેના રૂમમાં ગયા. અને છોકરા ના ગાદલા પર એક બાજુ પાણી નાખ્યું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel