પિતાએ પોતાના દીકરાને તેની અંતિમવિધિ કરવાની મનાઈ કરી દીધી, દીકરાએ કારણ પૂછ્યું તો પિતા એ જવાબ આપતા કહ્યું…

કુટુંબમાં તેના પિતાએ પુત્રને પાસે બોલાવ્યો, પાસે બોલાવીને તેની બાજુમાં બેસવાનું કહ્યું.

તેનો દીકરો હવે મોટો થઇ ચૂક્યો હતો કામ ધંધે પણ ચડી ગયો હતો અને તેના પેઢી દર પેઢીથી ચાલી આવતો ધંધો બહુ સારી રીતે સંભાળી લીધો હતો. દીકરા પ્રત્યે બીજી કોઈ તેને ફરિયાદ ન હતી પરંતુ દીકરો તેને સમય આપતો નથી.

એટલે તેને પાસે બોલાવી અને કહયું મારી અંતિમ વિધિ કરવામાં તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં તને પાંચ કલાક જેટલો સમય લાગશે બંને કાર્યમાંથી હું તને મુક્ત કરી આપું છું.

દીકરાના થોડું આશ્ચર્ય થયું એટલે તેને તેના પિતાજી ને પૂછ્યું કે કેમ તમે આવું કહી રહ્યા છો?

પિતાજીએ પોતાની વાત ચાલુ રાખતાં કહ્યું તું મારું બોડી દાન કરી દેજે અને શ્રાદ્ધ પણ નહીં કરતો પરંતુ મારી પાસે આ આઠ કલાકનો સમય વિતાવ.

તારો આઠ કલાકનો સમય હું બજાવું છું તે આઠ કલાક આઠ દિવસ સુધી દરરોજ એક કલાક મારી પાસે આવીને ખાલી બેસ.

દીકરા ના મોઢા માં જવાબ આપવા માટે શબ્દો બચ્યા નહોતા.

વાત કડવી છે પ્રમાણિક પણે સ્વીકારવી અઘરી પણ છે પરંતુ એકદમ સાચી વાત છે.

તમે ગમે તેટલા તમારા કામમાં તમારા ઓફિસ વર્ક માં કે પછી કોઇપણ કાર્યમાં વ્યસ્ત હોય તમે જો માત્ર એક થી બે મિનીટ જેટલો સમય કાઢી શકો અને તમારા ઘરે ફોન કરી શકો એ પૂછવા માટે કે બા/બાપુજી જમ્યા કે કેમ? દવા લઈ લીધી કે નહીં?

ફોનમાં એટલું કહેશો કે ઘણું કામ છે આજે થતા હું જલ્દી આવવાની ટ્રાય કરીશ, તો માતા-પિતાનો જવાબ તમને એટલો જ મળશે કે બેટા ઉતાવળના કરીશ તું નીરાતે આવજે.

અને ઘરે આવીને મોબાઈલ ટીવી વગેરે બધું એક બાજુ પર મૂકીને બા તેમજ બાપુજી પાસે બેસી અને તેમના ખબર-અંતર પૂછો. તમે આવું કરશો તો તે લોકો જ કહેશે કે બેટા થાકી ગયો હશે જ્યા પહેલા હાથ પગ હોય અને થોડો આરામ કરી લે. અને પહેલા જમી લેજે.

તમે જો તમારા માતા પિતા એટલે કે તમારા વડીલોને આખા દિવસમાં માત્ર એક કલાક આપશો તો તે લોકોની બીજી 23 કલાક એટલે કે તેઓ નો આખો દિવસ સારો વિતશે.

અને હકીકતમાં તેઓ ની અડધી બીમારી તો દવા વગર જ સારી થઈ શકે.

આ બધું જ્યારે હોય ત્યારે કામનું છે પછી ગયા પછી તસવીર લાગણી જરા પણ નહીં સમજી શકે, છાપામાં જાહેરાત આપી દેવી કે ફૂલ ગયું ફોરમ રહી ગઈ આવું કરવાથી લાગણી સમજાવવાની નથી.

તમારા પિતાને કે તમારા વડીલોને નાનું કામ પણ કરવું છે તો તેમને હંમેશા મદદરૂપ થવાની કોશિશ કરવી, જેમ કે પિતાને અહીંથી સામેની બાજુ રસ્તાએ જવું હોય અને તમે એકદમ કામ વગર નવરા બેઠા હોય તો નોકરને કહેવાને બદલે પોતે જ ઊભો થઈને પિતાને રસ્તો ઓળંગવામાં મદદરૂપ થવું જોઈએ.

નોકર તમારે ત્યાં નોકરી કરે છે એટલે તેને તમે કહેવાના એટલે સ્વાભાવિક વાત છે કે તે રસ્તો ઓળંગવામાં પિતાજીની મદદ કરશે પરંતુ એ વાત મગજના ખૂણે ફીટ કરી દેવી કે તમારા પિતાને નોકરના સ્પર્શમાં દીકરાના સ્પર્શનો આનંદ તેમજ સંતોષ મળવાનો નથી. અને એવું પણ બને કે જો તમે ઉભા થાઓ તો તમારા પિતા જ કહેશે કે તું બેસ તારું કામ કર મને રસ્તો ઓળંગવામાં આપણો રામો મદદ કરશે.

શું તમે જિંદગીમાં કોઈ વખત માતા-પિતાને તેની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છાની છુપે થી લઈને તેઓને સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે આપી છે?

એક વખત ટ્રાય કરજો સાહેબ તેની આંખના ખૂણામાં તમને જે સ્વર્ગ દેખાશે તેઓ ક્યાંય નહીં જોયું હોય.

ઉંમર વધવાની સાથે કોઈપણ માણસ નો સ્વભાવ બદલે છે એ જ રીતે આપણા વડીલો નો સ્વભાવ પણ બદલે છે અને ત્યારે આપણે પણ વિચારવું કે આપણે પણ વૃદ્ધત્વ ની લાઈનમાં ઊભા જ છીએ અને આપણે પણ એક દિવસ વૃદ્ધ થઈ જવાના છીએ.

જો આ લેખ તમને પસંદ પડ્યો હોય તો નમ્ર વિનંતી છે કે દરેક લોકો જોડે શેર કરજો, અને આ લેખને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

error: Content is Protected!