અને મને તો મેથી ના ગોટા ની પણ સુગંધ આવી રહી છે એટલે કમલેશભાઈ રસોડા માંથી બાપુજી ના પસંદ મેથી ના ગોટા અને જલેબી લઇ ને આવ્યા અને બાપુજી ને પ્રેમ થી આગ્રહ કરી ને ખવડાવવા લાગ્યા થોડી ખાધા પછી બાપુજી એ કહ્યું કે બેટા હવે બસ હવે મારા પેટમાં જરા પણ જગ્યા નથી.
કમલેશભાઈ એ તો પણ બાપુજી ને એક જલેબી ખવડાવી અને બાપુજી ખૂબ જ મજા માં આવી ગયા અને તે સતત કમલેશભાઈ ની સામે જોઈ રહ્યા હતા અને બોલ્યા કમલેશ દીકરા હવે મારી લેણાદેણી અહીંયા પુરી થતી હોય એવું મને લાગી રહ્યું છે.
એટલે કમલેશભાઈ એ કહ્યું કે હજુ તો સચિન તેંડુલકર ની જેમ તમારે પણ સેન્ચુરી લગાવવાની છે બોલતા બોલતા આંખમાં આસું આવી ગયા ત્યારે બાપુજી એ કહ્યું કે તારી માં પેવેલિયન માં મારી રાહ જોઈ રહી છે.
અને હવે નો મેચ રમવા માટે તારો દીકરો બની અને આવીશ ત્યારે તું મને ખૂબ જ લાડ પ્યાર કરજે બોલતા બોલતા બાપુજી કમલેશભાઈ ની સામે એક નજરે જોઈ રહ્યા હતા અને આંખનું મટકું પણ મારતા નહોતા.
કમલેશભાઈ સમજી ગયા હતા કે બાપુજી ની જીવન યાત્રા પૂર્ણ થઇ છે ત્યારે કમલેશભાઈ ને યાદ આવ્યું કે બાપુજી હંમેશા કહેતા હતા કે હું તને શ્રાદ્ધ જેવા કાર્યો માંથી મુક્તિ આપું છું, આ શબ્દો આજે ખુબ જ યાદ આવતા હતા…
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.