પૌત્રના જન્મદિવસે ભેંટ લેવા માટે દીકરા પાસે દાદીએ રૂપિયા માંગ્યા, ત્યારે દીકરાએ એવો જવાબ આપ્યો કે…

મમ્મી યાર ખરેખર, દસ હજાર રૂપિયાનું પેન્શન માટે શું યાર આટલું બધું હેરાન થઈ રહી છે? ચલો જઈએ, આપણે એનાથી વધારે તો આપણી નીચે કામ કરી રહેલા માણસને પગાર આપીએ છીએ…

ડિસ્ટ્રિક્ટ બેંકમાં મોટી લાઈનમાં ઉભી રહેલી માતાને તેના દીકરાએ કહ્યું. કરોડો રૂપિયાનો ધંધો હતો અને તેના ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓને પગાર પણ લાખો રૂપિયામાં હતો.. વર્ષે લાખો રૂપિયા કર્મચારીઓને પગાર દેવામાં વપરાતા હતા. દીકરો થોડો રોષે ભરાયો હતો. કારણ કે માત્ર 10,000 ની નજીવી રકમ મેળવવા માટેની ફોર્માલિટી કરવા માટે તેની માતા તેને આજે સવારથી બેંકમાં લઈ ગઈ હતી.

તેના પિતાજીનું તાજેતરમાં એક બીમારીના લીધે અવસાન થયું હતું, પોતાની સરકારી નોકરીમાંથી રીટાયર થયા ને ઘણા વર્ષો થઈ ચૂક્યા હતા.. રિટાયર થયા પછી તેનું પેન્શન રેગ્યુલર આવતું હતું. સરકારી નિયમો પ્રમાણે પતિના અવસાન પછી પત્ની પણ પેન્શન નો અમુક હિસ્સો મેળવવા માટે હકદાર છે એટલા માટે જ તેની પત્ની આજે તેના દીકરાને લઈને બેંકમાં આવી હતી.

આજે તેના દીકરાના દીકરાનો જન્મ દિવસ પણ હતો, અને પૌત્રના જન્મદિવસ ને દાદી યાદગાર બનાવવા માંગતી હતી અને તેના પૌત્રે તેની દાદીને સાયકલ લેવા માટે વિનંતી પણ કરી હતી. તેની પાસે પોતાના બેંક એકાઉન્ટમાં થોડા જ રૂપિયા હતા.

અને પેન્શન પણ આવ્યું નહોતું એટલે પોતાના દીકરા પાસે તેને 10,000 રૂપિયા માંગ્યા. દીકરો ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો એવામાં માતા તરફથી આટલા રૂપિયાની માંગણી સાંભળી અને થોડો આસ્તરીય થતી થઈ ગયો તેમ છતાં તેની પત્નીને માતાને 10000 રૂપિયા આપવાનું કહીને પોતે ઓફિસે ચાલ્યો ગયો.

પત્નીએ પોતાના પતિના ગયા પછી તેની સાસુને દસ હજાર રૂપિયા તો આપી દીધા, પરંતુ રૂપિયા આપતી વખતે કહ્યું કે અત્યારે ધંધામાં ખૂબ જ મંદિર ચાલી રહી છે, થોડા હાથ સંભાળીને તમે ખર્ચો કરજો. રૂપિયા આપ્યા પછી તેમાંથી સરસ મજાની સાયકલ તેના પૌત્ર માટે લઈને તેની સાસુ ઘરે આવ્યા અને સાંજ પડતાની સાથે ઘરમાં બધા લોકો ખુશખુશાલ થઈ ગયા.

આ વાતને ઘણા દિવસો વીતી ગયા પછી એક દિવસ તેની દીકરી પોતાના સાસરેથી પિયર રોકાવા માટે આવી હતી, પહેલા તો જ્યારે પણ તે આવતી ત્યારે કોઈ દિવસ પૈસા માટે કોઈને પૂછવું ન પડતું કારણ કે પતિનું પેન્શન તેમની પાસે હોવાથી પતિ પાસેથી જ પૈસા લઈને તે દીકરીને આપી દેતા હતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel