ઉભો થઈને સ્વસ્થ થઈને કહેવા લાગ્યો કે સાહેબ બોલો શું કામ છે? તે ત્યાં લાઇટર માંગવા આવ્યો હતો તે ભૂલીને તે માણસ શું કામ રડી રહ્યો હતો તે જાણવામાં તેને વધારે ઈચ્છા થવા લાગી, તેને કહ્યું કે ભાઈ કેમ આટલી મોડી રાત્રે તું અહીં બેસીને રડી રહ્યો છે?
ત્યારે તે માણસે જવાબ આપતા કહ્યું કે સાહેબ હું અહીં નાઈટ શિફ્ટમાં કામ કરી રહ્યો છું અને મારી પત્ની ઘણા સમયથી બીમાર છે કાલે સવારે હોસ્પિટલમાં તેનું ઓપરેશન થવાનું છે પરંતુ મારી પાસે ઓપરેશન માટે પૂરતા પૈસા નથી. અને જો ઓપરેશન નહીં થાય તો… આટલું કહી તે આગળ ગળગળો થઈ ગયો.
તેના ચહેરાના હાવ ભાવ કહી રહ્યા હતા કે તેની પત્નીની હાલત ખૂબ જ ગંભીર હશે, તરત જ પેલો માણસ કંઈ પણ બોલ્યા વગર ગાડી પાસે ગયો અને ગાડીમાં એક બેગ પડી હતી જેમાં અંદર પૈસા હતા તે બેગમાં થી પૈસા કાઢીને માણસને આપ્યા.
અને કહ્યું કે આ તમે રાખી લો, તે માણસના ચહેરા ઉપર ગજબની ચમક આવવા લાગી તેની આંખો જાણે આભાર માની રહી હતી. બે હાથ જોડીને તે ઉપર જોઈને જાણે ભગવાન નો આભાર માની રહ્યો હોય તેમ ઊભો રહી ગયો.
પેલા ભાઈએ પોતાના ખિસ્સામાંથી કાર્ડ બહાર કાઢ્યું અને તે માણસને આપીને કહ્યું કે તારે ભાઈ હજુ પણ પૈસાની જરૂર હોય તો મને ફોન કરજે આમાં મારું સરનામું લખેલું છે. પરંતુ તેના આશ્ચર્યની વચ્ચે તે માણસે કાર્ડ હાથમાં લઈને વાંચ્યા વગર પાછું આપી દીધું.
અને તેને કહ્યું કે સાહેબ મારે આ કાર્ડ ની જરૂર નથી, મારી પાસે સરનામું છે. પેલા માણસને નવાઈ લાગી એટલે તેને સવાલ પૂછ્યો કે તારી પાસે કઈ રીતે મારું સરનામું હોય? ત્યારે તે માણસે જવાબ આપતા કહ્યું કે સાહેબ મારી પાસે તમારું સરનામું નથી.
તો કોનું છે? તે માણસે સવાલ પૂછ્યો. તેને જવાબ આપતા કહ્યું કે અરે સાહેબ મારી પાસે એનું સરનામું છે જેને તમને રાત્રિના સાડા ચાર વાગ્યે અહીં મોકલ્યા છે.
તે બે હાથ જોડીને ભગવાનનો આભાર માની રહ્યો હતો એટલે તે માણસને સમજતા વાર ન લાગે કે તે ભગવાન વિશે વાત કરી રહ્યો છે. આ સ્ટોરી માંથી એટલું તો શીખવાનું મળે જ છે કે તમે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, પરંતુ ભગવાન નો ભરોસો રાખજો અને તેની પ્રાર્થના કરજો. પછી કોઈની તાકાત નથી કે આપણું અટકાવી શકે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.