પત્નીનું ઓપરેશન હતું, પરંતુ પૈસા ઓછા હતા એટલે મંદિર પાસે બેસી રડવા લાગ્યો, થોડા સમય પછી એવું બન્યું કે...

રાત્રિના સમયે, પોતાના મહેલ જેવા ઘરમાં એક અઢળક કરોડપતિ માણસની ઊંઘ સાથે લડાઈ ચાલુ હતી, આ પહેલીવાર નહોતું કે તે માણસને નીંદર ન આવી હોય. અવારનવાર આ કરોડપતિ માણસને નીંદર સાથે લડાઈ થતી.

ભવ્ય મહેલ જેવા ઘરમાં તેને ભૌતિક સુખ સગવડતા માટે બધું જ હાજર હતું, અત્યંત શાંત રૂમ હતો, એસી માંથી આવી રહેલો પવનનો અવાજ પણ જાણે મધુર લાગી રહ્યો હતો, ઉપર રૂમની બહાર રહેલો બગીચો તેમાંથી પસાર થઈ રહેલો શાંત પવન બધું જ અનુકૂળ હોવા છતાં તેને ઊંઘ નહોતી આવી રહી.

બગીચામાં પણ ચક્કર માર્યા પરંતુ તેની ઊંઘ આવવાનું નામ લઈ રહી ન હતી, થોડા સમય પછી તે નીચે આવી ગયો અને ટીવી પાસે રહેલી ગાડીની ચાવી લઈને પાર્કિંગમાંથી ગાડી કાઢી અને બહાર જતો રહ્યો.

રાત્રિના 4 વાગે રોડ રસ્તા જાણે સુમસામ હતા. એક વાહન પણ સામે નહોતું દેખાતું, તે માણસ સૂમસામ રસ્તાઓમાં પોતાની ગાડી હંકારે જતો હતો, એવામાં તેને મન થયું કે એક સિગરેટ પીવી છે.

તેની ગાડીના ડેશબોર્ડ પાસે હંમેશા સિગરેટ પડી રહેતી, સિગરેટ હાથમાં લીધી અને કારમાં રહેલું સિગરેટ લાઇટર તપાસ્યું પરંતુ કશે મળ્યું નહીં.

આજુબાજુમાં ઘણી તપાસ કરી પરંતુ લાઇટર કે મેચ બોક્સ મળ્યું નહીં, રાત્રિના આ સમયે આજુબાજુમાં બધી દુકાનો વગેરે બધું બંધ હતું એવામાં તેની કાર એક બિલ્ડીંગ પાસેથી જઈ રહી હતી એમાં સિક્યુરિટી કેબિનમાં લાઈટ ચાલુ હતી.

તેને થયું કે એ સિક્યુરિટી કેબિનમાં તેને બાકસ અથવા લાઈટર જરૂરથી મળી જશે. સિગરેટ પીવાની તીવ્ર ઈચ્છા થઈ હોવાથી તેને તરત જ ગાડી ઉભી રાખી અને ચાલીને તે સિક્યુરિટી કેબિન પાસે પહોંચ્યો.

ત્યાં કેબિન પાસે જઈને જોયું તો દૂરથી કોઈ માણસ દેખાઈ રહ્યું નહોતું, નજીક જઈને જોયું તો ત્યાં અંદર એક માણસ બેઠો હતો અને રડી રહ્યો હતો, તેના ચહેરા પર ઉદાસીનતા દેખાઈ રહી હતી.

તે માણસનું ધ્યાન ગયું કે કેબિનમાં બેઠેલો માણસ સામે રહેલા નાના મંદિરમાં જોઈને ભગવાનની સામે રડી રહ્યો હતો. કેબિન પાસે જઈને તેને અવાજ કર્યો એટલે તરત જ ત્યાં ભગવાનની સમક્ષ રડી રહેલો માણસ ઉભો થઈ ગયો.

ઉભો થઈને સ્વસ્થ થઈને કહેવા લાગ્યો કે સાહેબ બોલો શું કામ છે? તે ત્યાં લાઇટર માંગવા આવ્યો હતો તે ભૂલીને તે માણસ શું કામ રડી રહ્યો હતો તે જાણવામાં તેને વધારે ઈચ્છા થવા લાગી, તેને કહ્યું કે ભાઈ કેમ આટલી મોડી રાત્રે તું અહીં બેસીને રડી રહ્યો છે?

ત્યારે તે માણસે જવાબ આપતા કહ્યું કે સાહેબ હું અહીં નાઈટ શિફ્ટમાં કામ કરી રહ્યો છું અને મારી પત્ની ઘણા સમયથી બીમાર છે કાલે સવારે હોસ્પિટલમાં તેનું ઓપરેશન થવાનું છે પરંતુ મારી પાસે ઓપરેશન માટે પૂરતા પૈસા નથી. અને જો ઓપરેશન નહીં થાય તો... આટલું કહી તે આગળ ગળગળો થઈ ગયો.

તેના ચહેરાના હાવ ભાવ કહી રહ્યા હતા કે તેની પત્નીની હાલત ખૂબ જ ગંભીર હશે, તરત જ પેલો માણસ કંઈ પણ બોલ્યા વગર ગાડી પાસે ગયો અને ગાડીમાં એક બેગ પડી હતી જેમાં અંદર પૈસા હતા તે બેગમાં થી પૈસા કાઢીને માણસને આપ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને કહ્યું કે આ તમે રાખી લો, તે માણસના ચહેરા ઉપર ગજબની ચમક આવવા લાગી તેની આંખો જાણે આભાર માની રહી હતી. બે હાથ જોડીને તે ઉપર જોઈને જાણે ભગવાન નો આભાર માની રહ્યો હોય તેમ ઊભો રહી ગયો.

પેલા ભાઈએ પોતાના ખિસ્સામાંથી કાર્ડ બહાર કાઢ્યું અને તે માણસને આપીને કહ્યું કે તારે ભાઈ હજુ પણ પૈસાની જરૂર હોય તો મને ફોન કરજે આમાં મારું સરનામું લખેલું છે. પરંતુ તેના આશ્ચર્યની વચ્ચે તે માણસે કાર્ડ હાથમાં લઈને વાંચ્યા વગર પાછું આપી દીધું.

અને તેને કહ્યું કે સાહેબ મારે આ કાર્ડ ની જરૂર નથી, મારી પાસે સરનામું છે. પેલા માણસને નવાઈ લાગી એટલે તેને સવાલ પૂછ્યો કે તારી પાસે કઈ રીતે મારું સરનામું હોય? ત્યારે તે માણસે જવાબ આપતા કહ્યું કે સાહેબ મારી પાસે તમારું સરનામું નથી.

તો કોનું છે? તે માણસે સવાલ પૂછ્યો. તેને જવાબ આપતા કહ્યું કે અરે સાહેબ મારી પાસે એનું સરનામું છે જેને તમને રાત્રિના સાડા ચાર વાગ્યે અહીં મોકલ્યા છે.

તે બે હાથ જોડીને ભગવાનનો આભાર માની રહ્યો હતો એટલે તે માણસને સમજતા વાર ન લાગી કે તે ભગવાન વિશે વાત કરી રહ્યો છે. આ સ્ટોરી માંથી એટલું તો શીખવાનું મળે જ છે કે તમે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, પરંતુ ભગવાન નો ભરોસો રાખજો અને તેની પ્રાર્થના કરજો. પછી કોઈની તાકાત નથી કે આપણું અટકાવી શકે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team