પત્નીએ પતિને કહ્યું તમારા મમ્મી રોજ રાત્રે 12 વાગ્યા સુધી કામ કર્યા કરે છે અને અમને સુવા નથી દેતા, થોડા દિવસ પછી પતિએ એવું કર્યું કે તેની પત્ની…

સતિષભાઈ અને તેના પત્ની રંજનબેન તેના બે દીકરા ને સાથે પરણાવી ને ખુબ જ ખુશ હતા. બંને દીકરા માં ત્રણ વર્ષ નો ફરક હતો, જેથી તેમની ઇચ્છા એવી હતી કે બંને ના વિવાહ એક સાથે થાય તો ઘણો ખર્ચ બચી જાય. અને તેના વિચાર મુજબ ભગવાને પણ સાથ આપ્યો, અને બંને ના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા.

બન્ને ભાઈઓ પિતા ની દુકાન સંભાળતા, થોડા વર્ષો સાથે રહીને પિતા પાસેથી ધંધો શીખીને બન્ને ભાઈઓ માહિર થઈ ચૂક્યા હતા. એટલે હવે પિતા પણ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. માતા-પિતાના સંસ્કાર અને પોતાની આવડત બંને સારી હોવાને લીધે તેઓ ધંધો સારી રીતે ચલાવી રહ્યા હતા.

ધંધામાં કોઈ સમયે મુશ્કેલી આવે તો આજે પણ બન્ને ભાઈઓ પિતાની સલાહ લઈને મુશ્કેલી દૂર કરી નાખતા. બંને ભાઈઓ સવારે દયા હોય તો સાંજે ધંધામાંથી પાછા ફરતા.

ધીમે ધીમે સમય પસાર થતો ગયો, બન્ને ભાઈઓ લગ્ન જીવનથી ખુશ હતા પરંતુ અચાનક લગ્નને લગભગ છ મહિના જેટલો સમય થયો હશે ને પછી બંને વહુઓ નું વર્તન બદલાવા લાગ્યું, સવારે મોડું જાગવાનું અને પોતાને જે કામ કરવું હોય તે જ કરે. બાકી નું કામ સાસુ કરતા હોય, તો વહુઓ પોતપોતાના મોબાઇલ લઇ ને અથવા પોતાના રૂમમાં જઈને સુઈ જાય.

સાસુને બધું કામ પૂરું કરતા રાતના મોડું થઈ જાય, એટલે વહુઓ પોતાના પતિ ને સાસુ ની ફરિયાદ કરે કે તમારા મમ્મી રાતના બાર વાગ્યા સુધી વાસણ નો અવાજ કર્યા કરે છે, એમાં અમને નીંદર બગડે છે. અને સવારે વહેલા જાગી ને મંદિરમાં પૂજા કરી ને ઘંટડી વગાડે છે, જેથી અમારી ઊંઘમાં ખલેલ પડે છે.

આવું થોડા દિવસ તો ચાલ્યું, રોજ વહુઓ પોતાના પતિને ફરિયાદ કરતી રહે, તેના પતિ વાત સાંભળી લેતા પણ કોઈ જવાબ ન આપે તેથી બંને વહુઓ મનમાં ને મનમાં ગુસ્સે થતી, પણ પતિ ને કઈ કહી ન શકે. મોઢું ફુલાવીને આખો દિવસ ફર્યા કરે.

બીજે દિવસે બંને ભાઈઓ એ દુકાન માં સમય મળતા એક બીજા સાથે વાત કરી અને હવે શું કરવું? તે નક્કી કર્યું… રાત્રે બંને ભાઈઓ આવીને જમ્યા, તેઓનું ધ્યાન હતું કે વહુઓ જમીને પોતાની થાળી પણ ઉપાડ્યા વગર પોતાના રૂમમાં જતી રહી અને એટલે જ બંને ભાઈઓએ નક્કી કર્યા પ્રમાણે તેની માતાને રસોડા માં બાકી નું કામ પૂરું કરાવ્યું, અને વાસણ પણ સાફ કરાવ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યાર પછી બંને દિકરાઓએ તેની માતાને કહ્યું કે આજ પછીથી તમારે એકલા ક્યારે પણ એક પણ કામ કરવાનું નથી. અને બંને ભાઈઓ બધું કામ કરાવવા લાગ્યા, બંને વહુઓ ઉભી ઉભી ઘણા સમયથી આ બધું જોતી હતી. અને તેનાથી રહેવાયું નહીં અને પોતાના પતિ ને પૂછ્યું કે તમે ઘર ના કામ માં મમ્મી ને કેમ મદદ કરી રહ્યા છો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે બંને ભાઈઓ એ કહ્યું કે મમ્મી-પપ્પા ને દીકરા પરણ્યા પછી, એટલી તો આશા હોય ને કે હવે વહુઓ ઘર કામમાં મદદ કરાવશે. એટલે તેઓને થોડો આરામ મળશે. અને હવે તેની ઉમર પણ નાની નથી. અમે જે કામ કરાવ્યું એ હકીકતે તો તમારે કરવું જોઈએ.

પરંતુ નહિ તમારે તો જમીને તરત જ રૂમ માં ચાલ્યા જવું છે, કોઈ તમારા મમ્મી સાથે આવું વર્તન કરે તો તમે શું કરો? આ સાંભળીને બંને વહુઓ શરમ થી નીચે જોઇને ઉભી રહી ગઈ, ત્યારે બંને ભાઈઓએ કહ્યું કે આવતીકાલથી મમ્મી જ્યાં સુધી ઘર નું કામ કરતા હોય, ત્યાં સુધી બંને વહુઓએ સાથે કામ કરવું.

સવારે પણ વહેલા જાગી ને ભગવાન ના દીવાબત્તી કરવા અને પ્રાર્થના માં બધાની સાથે રહેવું. કોઈ કંઈ કહે નહિ એટલે મનફાવે એટલે મનફાવે તેવું વર્તન કરી લેવાનું? મમ્મી તમને કહી નથી શકતા એટલા માટે પોતે કામ કરી લે છે, પણ હવે હું કહી દઉં છું કે આવતીકાલથી જ તમને કહ્યા પ્રમાણે દરેકે કામ કરાવવું.

બંને વહુઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેના સાસુ ની માફી માંગવા લાગી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team