ફરી પાછું તેના મનમાં એ જ ટેન્શન આવી ગયું કે આજે કઈ તારીખ હશે કે જે હું યાદ નહીં રાખી શક્યો હોય? અંતે તે પોતાના કામમાં વળગી ગયો અને જોતજોતામાં જ સાંજનો સમય થઈ ગયો, તેના ડેસ્ક ઉપર કોફી આવી ત્યારે તેને ખબર પડી કે પાંચ વાગી ચૂક્યા છે. તેને બપોરનો લંચ અને સાંજની કોફી પણ વિચારોના વંટોળ માં જ પીધી હતી. અને આ વિચારોનું વંટોળ સવારના આવેલા ફોન પૂરો થયા પછી ચાલુ થયું હતું.
અંતે ઘરે જવાનો સમય આવી ગયો ઘરે જવા વૈભવ રવાના થઇ ગયો અને થોડા જ સમયમાં ઘરે પહોંચી ગયો, તે પોતાના ઘર પાસે પાર્કિંગ કરીને ઘરમાં પ્રવેશી રહ્યો હતો ત્યાં જ તેની નજર તેની દીકરી ઉપર પડી. તેની દીકરી અને બીજા બધા બાળકો સાંજે ત્યાં રાબેતા મુજબ રમતા હતા.
ઈશારો કરીને દીકરીને પોતાની પાસે બોલાવી અને પૂછ્યું, આજે ઘરનો માહોલ કેવો છે? નાનું તોફાન આવ્યું છે કે પછી મોટું વાવાઝોડું આવ્યું છે?
વૈભવની અને એની દીકરીની આ જાણે કોડ લેંગ્વેજ તેની દીકરી તરત જ સમજી ગઈ અને દીકરી એ જવાબ આપ્યો કે પપ્પા એવું તો કંઈ નથી તમે કેમ આવું પૂછી રહ્યા છો?
ત્યારે વૈભવ પૂછ્યું કે મને આજે સવારે મમ્મીનો ફોન આવ્યો હતો અને આજની તારીખ પૂછી હતી પછી મારો આખો દિવસ એ જ વિચારવામાં નીકળી ગયો કે આખરે આ તારીખે શું છે?
દીકરી નિર્દોષ હાસ્ય કરવા લાગી અને સ્મિત કરીને કહ્યું કે અરે ભગવાન, આજે સવારે મેં કૅલેન્ડર માંથી થોડા કાગળ ફાડી નાખ્યા હતા એટલા માટે કદાચ આજની તારીખ શું છે એ જાણવા માટે તમને ફોન કર્યો હશે. હા બરાબર એટલા માટે જ ફોન કર્યો હશે કારણકે આજે સવારે મમ્મી તમે લાવેલું ફોર્મ પણ ભરી રહ્યા હતા, જેમાં તારીખ લખવાની હતી.
વૈભવ એ આ સાંભળીને જાણે રાહતનો શ્વાસ લીધો, વિચારવા લાગ્યો કે માત્ર એક તારીખ જ જોવી હતી તો દીકરીને અથવા મોબાઇલમાં જોઈ લીધી હોત. મારો આજનો દિવસ કેવો ભયાનક રીતે પસાર થયો!!! પછી વૈભવ ઘરમાં જવાની બદલે બહારથી નાસ્તો લઇ આવ્યો અને ઘરમાં જઈને અવનીને બધી વાત કરી, પછી બધા લોકો આ વાત ઉપર હસવા લાગ્યા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.