પત્નીએ કહ્યું હું એક મિનિટ પણ મારા પતિ સાથે રહેવા નથી માંગતી, એટલે તેઓ છૂટાછેડા લેવાના હતા. પરંતુ એક દીવસ એવું બન્યું કે પત્નીએ પતિને કહ્યું...

સાગર અને શ્વેતા બંને એકબીજાને કોલેજ સમયથી ઓળખતા હતા, કોલેજ સમયની મિત્રતા થોડા સમય પછી પ્રેમમાં પરિવર્તિત થઇ હતી. બંનેનો પરિવાર પણ તે બંનેના સંબંધથી પરિચિત હતો, સમય જતા સાગર લગ્ન માટે વિચારી રહ્યો હતો તેને શ્વેતાને વાત કરી હતી અને બંને પરિવાર પણ તે બંનેના સંબંધથી પરિચિત હોવાથી કોઈને વાંધો નહોતો.

સાગર ના પરિવારની ઈચ્છા હોવાથી સાગર અને શ્વેતાની કુંડળી પણ કરાવવામાં આવી હતી અને તે બંને વચ્ચે ઘણા ગુણ મળતા હોવાથી લગ્ન માટે નક્કી કરવામાં આવ્યું.

સાગર અને શ્વેતાના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા બંને પરિવારે લગ્નમાં ખૂબ જ ધામધૂમથી આનંદ કર્યો હતો. સાગર અને શ્વેતા પણ ખુશ હતા કારણ કે તેનો ત્રણ વર્ષ જૂનો સંબંધ આજે લગ્નમાં પરિવર્તિત થયો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

લગ્નને આશરે એક વર્ષ પૂરું થયું હતું ત્યાં જ બંને વચ્ચે કોઈને કોઈ બાબતને લઈને નાના મોટા ઝઘડા થતા રહેતા. શ્વેતા કોઈ પણ ઝઘડો થાય ત્યારે એવું એવું કહેતી જે અન્ય કોઈના ધ્યાનમાં પણ ન આવે. કોઈપણ નાનામાં નાની ભૂલ હોય તેનું પણ જાણે શ્વેતાના મગજમાં લિસ્ટ થઈ જતું.

બધા લોકોને હવે બસ એ જ લાગી રહ્યું હતું કે જો આ બંને વચ્ચે અવારનવાર ઝગડવાનું બંધ નહીં થાય તો વાત છેલ્લે છુટાછેડા એ આવીને પહોંચી જશે. બધા લોકોએ તેની બનતી કોશિશ કરી લીધી જેથી કરીને આ સંબંધને બચાવી શકાય પરંતુ બધી કોશિશો જાણે વ્યર્થ જતી હતી.

શ્વેતાને સમજાવવા ઘણા લોકો આવતા પરંતુ કોઈ પણ આવે એટલે શ્વેતા તરત જ તેના સાસરીના લોકોની નાનામાં નાની ભૂલ પણ ગણાવા લાગતી અને તેના પતિની પણ બધી ખામીઓ નું જાણે લિસ્ટ કરીને કહેતી અને સાથે એ પણ કહેતી કે એની સાથે રહેવું હવે કોઈ સંજોગોમાં શક્ય નથી.

તે હવે એક મિનિટ પણ તેના પતિ સાથે રહેવા નહોતી માંગતી, પરંતુ જેમ તેમ કરીને પોતાની જિંદગી જીવી રહી હતી. તેના સંબંધમાં તિરાડ પડતાં આડોશ પાડોશના બધા લોકોને આ વાતની જાણ હતી કે શ્વેતા અને સાગર નો સંબંધ હવે તૂટવા સુધી પહોંચી ગયો છે.

એક દિવસ તો શેરીમાં ફળ વેચનારા મહેશભાઈ ફળ લઈને નીકળ્યા, ૭૦ વર્ષના મહેશભાઈ ફળ નો વેપાર વર્ષોથી કરતા અને અહીંયા પણ તેઓ વર્ષોથી ફળ વેચવા માટે આવતા.

શ્વેતા ના ઘર પાસે આવીને તેને કહ્યું બહેન કંઈ ફળ લેવાના છે, શ્વેતા ઘરની બહાર આવી અને પૂછ્યું કાકા તમારી પાસે કયા કયા ફળ છે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મહેશભાઈ એ જવાબ આપતા કહ્યું કે મારી પાસે સફરજન, ચીકુ, દ્રાક્ષ, મોસંબી, તરબૂચ વગેરે છે. આમ પણ શ્વેતાના ઘરમાં ફળ લેવાના જ હતા એટલે તેને બહાર આવીને ફળ ઉપર નજર કરી. શ્વેતા સફરજન જોવા લાગી.

તરત જ મહેશભાઈએ કહ્યું બહેન તમે સફરજન ન જુઓ, તમે આ ચીકુ લઈ લો. સફરજન ન ખરીદતા કારણ કે એમાંથી બે ચાર સફરજન ખરાબ થઈ ગયા છે. શ્વેતાએ કહ્યું અરે પણ મારે સફરજન લેવા છે તો પછી હું ચીકુ શું કામ ખરીદું? અહીંયા ઘણા સફરજન પડ્યા છે હું સારા સફરજન છે તે વીણી ને લઈ લઈશ.

તરત જ મહેશભાઈએ શ્વેતાને સફરજન વીણવા માટે એક વાટકો આપ્યો તરત જ સારા સારા સફરજન એકબાજુ કરીને તેને એ વાટકો વજન કરવા માટે મહેશભાઈ ને આપ્યો. પછી શ્વેતા દ્રાક્ષ લેવા માટે દ્રાક્ષ જોવા લાગી પરંતુ મહેશભાઈ એ કહ્યું કે બેન એ દ્રાક્ષ રહેવા દો બીજું કંઈક લઈ લો કારણ કે એ દ્રાક્ષ માંથી થોડી દ્રાક્ષ ખરાબ છે. એક કામ કરો તમે તરબૂચ લઈ લો એ ખુબ જ સારા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તરત જ શ્વેતાએ કહ્યું અરે કાકા આજે તમને શું થઈ ગયું છે? વારંવાર હું જે ફળ જોવું છું તે ફળ લેવાની ના પાડી ને તમે મને બીજું ફળ લેવા માટે આગ્રહ કરી રહ્યા છો આવું કેમ?

ફ્રુટવાળા ભાઈ એ જવાબ આપ્યો કે હું તો બધું ફળ વેચું છું પરંતુ બેન તમને દ્રાક્ષ અને સફરજન જોઈએ છે મને ખબર છે કે મારી રેકડીમાં સફરજન અને થોડી દ્રાક્ષ ખરાબ છે એટલા માટે તમને ના પાડી રહ્યો છું બીજી કોઈ વાત નથી.

તો શ્વેતાએ જવાબમાં કહ્યું કે ભલેને ખરાબ ફળ હોય પરંતુ તેમાંથી પણ સારા ફળ શોધીને હું તો લઈ જજો શકું છું ને? જે ફળ ખરાબ છે તેને હું છોડી દઈશ. મને સારા ફળ લેતા અને ઓળખતા આવડે છે.

હવે મહેશભાઈએ જવાબ આપતા કહ્યું ખૂબ જ સારું બેન તમને ખરાબ ફળ ની વચ્ચે સારા ફળ શોધતા આવડે છે, સફરજન લીધા ત્યારે ખરાબ સફરજનને સાઈડમાં રાખી દીધા એવી જ રીતે ખરાબ દ્રાક્ષ પણ સાઈડમાં રાખી દીધી. પરંતુ તમારા સંબંધમાં તમે એક પણ સારી વસ્તુ શોધી નથી શકતા. તમને તેમાં માત્ર બધું ખરાબ જ દેખાય છે.

મહેશભાઈ એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે શ્વેતા બહેન તમે જેમ અહીં સારું ફળ શોધી લીધું એવી જ રીતે જો સંબંધમાં પણ સારી વાતોને શોધતા શીખી ગયા તો સંબંધો સુધરી જશે. જેમ મારી રેકડી માં થોડા ફળ ખરાબ છે પરંતુ તમે તમારા જોઈતા સારા ફળ શોધી લીધા એવી રીતના દરેક માણસમાં પણ કોઈને કોઈ સારા ગુણ હોય જ છે. જો એને શોધતા તમને આવડી ગયું હોત તો આજે તમારા દાંપત્ય જીવન માં તિરાડ ની ચર્ચાઓ આખી શેરીમાં ન થઈ રહી હોત.

આટલું કહીને મહેશભાઈ પોતાની ફળની રેકડી લઈને આગળ જતા રહ્યા, ફળ ના પૈસા આપીને શ્વેતા અંદર આવીને સોફા પર બેસીને વિચાર કરવા લાગી, તેને એક ફળ વેચનાર વ્યક્તિએ એવી શીખ આપી દીધી જેવી આજ સુધીમાં કોઈ નહોતું આપી શક્યું. આજે શ્વેતાને સંબંધોને કેમ સાચવવા તે બરાબર રીતે સમજાઈ ગયું હતું.

પતિ ઘરે આવ્યો એટલે તેને પત્નીએ કહ્યું મારે છૂટાછેડા નથી જોઈતા. તેના દાંપત્ય જીવનમાં ફરી પાછી ખુશીઓ આવી ગઈ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team