ખૂણામાં બેસેલા દાદા ને હવે થોડી ગભરાહટ થવા લાગી કે આ લોકો નકામી વસ્તુઓને જેમ બહાર ફેંકી રહ્યા છે તેમ મને પણ બહારનો રસ્તો ના દેખાડે…
દાદા નો વિચાર હજુ પૂરો પણ નહોતો થયો ને તરત જ રાજે દાદા સામે જોઈને રાડ પાડીને કહ્યું “દાદા… એ દાદા…”
રાજની રાડ ના કારણે દાદાનું હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું. હા બેટા એટલું તો માંડ જવાબમાં કહી શક્યા… તેના મનમાં હજુ એ જ ગડમથલ ચાલી રહી હતી કે દીકરા-વહુ મને ઘરમાંથી બહાર તો નહીં કાઢી મુકી ને…
દાદા અમે વિચારી રહ્યા હતા કે તમારા રૂમમાં મંદિર લઈ લઈએ, કારણકે ભગવાન તો બધા સાથે જ રહે છે અને તમે અમારા માટે ભગવાન સમાન જ છો.
દાદા પૌત્ર સામે એકી ટસે જોતા રહ્યા. અત્યંત ભાવુક થઈ ગયા પરંતુ કંઈ બોલી ન શક્યા. મંદિર દાદા ના રૂમ માં લઈ લીધું અને પછી દાદાને નવા કપડા ની ભેટ આપી સાથે સાથે એક એવી ભેટ આપી જેની રાજ સિવાય કોઈ ને નહોતી ખબર… દાદા ના હાવભાવ ઉપરથી રાજ જાણતો હતો કે દાદા ઘરમાં ખૂબ જ કંટાળો અનુભવી રહ્યા છે. એટલા માટે ઈલેક્ટ્રીક વિલચેર લઈને દાદા ને ભેટ આપવામાં આવી.
દાદાને બેસાડીને તેને શીખવ્યું કે તમારે જ્યાં કંઈ પણ જવું હોય ત્યાં તમે આ બટન દબાવીને જઈ શકો છો. તમારે કોઈ તમારી સાથે આવે તો જ તમે જોઇ શકો એવું વિચારવાની હવે જરૂર નહીં રહે.
ભાવુક થઈ ગયેલા દાદા હવે તેના આંસુ રોકી ન શક્યા અને તેઓની આંખો ભીની થઈ ગઈ. પૌત્ર ભેટી પડ્યો અને કહ્યું દાદુ નાનપણમાં તમને યાદ હોય તો મને હું જે પણ કંઈ માંગુ તે વસ્તુ તમે અપાવી દેતા હતા. ઘણી વખત મારો ચહેરો જોઈને પણ તમે સમજી જતા કે મને શું જોઈએ છે તો હવે તમારો ચહેરો જોઈને તમારી ઇચ્છાઓ પૂરી કરવાનો વારો મારો છે.
તમને પસંદ પડ્યું કે નહીં અને જો આ કપડા પસંદ ન આવ્યા હોય તો ચાલો બદલાવી લઈએ. દાદાએ કહ્યું બેટા મને ખૂબ જ પસંદ આવ્યું. પરંતુ એનાથી પણ વધારે મને એ પસંદ આવ્યું કે તમે બધા લોકો મારી આ રીતે સેવા કરી રહ્યા છો લોકોને નાનપણનું પણ હજુ યાદ છે કે તારા આ દાદા એ તારી બધી નાની મોટી જીદ પૂરી કરી છે.
બધા લોકો હસવા લાગ્યા. ખરેખર જો વડીલોની દિલથી સેવા કરવામાં આવે તો તેના આશીર્વાદ માં જે તાકાત રહેલી છે તે કદાચ ભગવાન સમાન જ હશે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.