પત્ની પિયર રોકાવા ગઈ હતી ત્યારે પાછળથી પતિએ પત્નીનું જૂનું સ્કૂટર વેંચી નાખ્યું, થોડા દિવસ પછી પત્ની આવી ત્યારે જે થયું તે જાણી આંખમાં આંસુ આવી જશે...

પાંચ દિવસ ના નાના વેકેશન માં પોતાના પિતાને ત્યાં આરામ કરી અને પત્ની જ્યારે તેના પતિ ના ઘરે આવે છે, ત્યારે તેના પતિ દરવાજે તેનું સ્વાગત કરવા માટે હાજર હોય છે, ઘર માં અંદર પ્રવેશ કરતા ની સાથે પતિ એ તેના માટે ભેટ માં આપવા માટે એક નવીનકોર મોટર લાવી.

અને ઘર ના ફળીયા માં શણગારી ને રાખી હતી. અને ઘર ની અંદર આવતા જ પત્ની ના હાથ માં મોટર ની ચાવી આપતા કહ્યું કે, આવતી કાલ થી પ્રોફેસર સાહિબા તમારે આ નવી નકોર ગાડી લઇ ને કોલેજ જવાનું છે.

પોતાના માટે આટલી મોંઘી ભેટ જોઈને પત્ની ખુશી થી પાગલ થઈ ગઈ, અને તેના પતિ ને ભેટી પડી. અને એક જોરદાર ચુંબન લઇ લીધું. અને ઝાડ પર જેમ વેલ વીંટાઈ જાય તેમ પોતાના પતિ ને ભેટી પડી અને બોલી કે આટલું બધું અચાનક અને સાવ ચુપચાપ?

તેના પતિ એક જૂની થયેલી મોટર ચલાવતા, અને પત્ની માટે એક જોરદાર નવી નકોર મોટર ખરીદી ને ભેટ આપી. ત્યારે તૅની પત્ની વિચારી રહી હતી કે સાત વર્ષ ના લગ્ન જીવન માં કેટલી ભેટ આપી તે હું ગણવા બેસું તો ગણાય નહિ. એટલી સંખ્યા થઇ જાય.

અને તે પોતાને મળેલી મોંઘી મોટર ને જોવા લાગી, મોટર નો કલર પણ તેની પસંદગી નો હતો. થોડીવાર મોટર ને આમ તેમ થી જોઈ ને ફળીયા માં નજર કરી, તો તેનું સ્કૂટર નહોતું. એટલે તેના પતિ ને કહ્યું કે મારુ સ્કૂટર ક્યાં ગયું?

જોર થી અવાજ કરતા બોલી! તેના પતિ એ જવાબ માં કહ્યું કે એ જૂનું સ્કૂટર તો મેં ભંગાર વાળા ને વેચી દીધું, હવે તેનું કામ પણ શું છે? એક જૂનું સ્કૂટર જ તો હતું ને? અને પાર્કિંગ માં ખોટી જગ્યા રોકાઈ જાય છે.

ત્યારે તેની પત્ની એકદમ ગુસ્સે થઇ ને બોલી કે મને પૂછ્યા વિના તમે મારુ સ્કૂટર વેચી કેમ શકો? તે ખાલી એક સ્કૂટર જ નહોતું, મારી જિંદગી હતી, મારા દિલ ના ધબકારા માં રહેતું હતું, એ સ્કૂટર! મારા પિતાજી ની એકમાત્ર ભેટ હતી એ સ્કૂટર!

તમે મને મોટર ભેટ માં આપી તેનું હું સન્માન કરું છું, પણ મારે સ્કૂટર તો જોઇશે જ. તમે મને પ્યારી વસ્તુ વેચી નાખી? આમ બોલતા બોલતા પત્ની રડવા લાગી, ઘર માં અવાજ થતા તેની સાસુ પણ બહાર આવી. અને વહુ ને દિલાસો આપવા લાગી.

અને તેના દીકરા ને કહ્યું કે સ્કૂટર જેને આપ્યું છે, તેની પાસે થી પાછું લઇ આવ, તેનો પતિ તેની પાસે આવી, અને સોરી મને એવી ક્યાં ખબર હતી કે સ્કૂટર સાથે તમારે આટલી બધી લાગણી જોડાયેલી હોય? હું હમણાં જ જઈને તારું સ્કૂટર પાછું લઇ ને આવું છું.

પતિ સ્કૂટર પાછું લઇ ને આવે છે અને ફળીયા માં રાખે છે, પતિ પત્ની બંનેસ્કૂટર આવી ગયું, અને હળવા મૂડ માં ચા પી રહ્યા હતા, ત્યારે પતિ એ પૂછ્યું કે તારી આટલી બધી લાગણી આ સ્કૂટર સાથે કેમ બંધાયેલી છે એ મને તો કહે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે પત્ની એ વાત કરતા કહ્યું કે એ સ્કૂટર નહિ ઔકાત હતી મારા પિતાજીની, જયારે હું કોલેજ માં ભણતી હતી. ત્યારે મારી સાથે ભણવાવાળી બીજી છોકરીઓ નવા સ્કૂટર લઇ ને કોલેજે આવતી. ત્યારે મેં તેને પૂછ્યું કે સ્કૂટર કેટલા રૂપિયા નું આવ્યું?

ત્યારે તેના જવાબે મારો જીવ કાઢી નાખ્યો હતો. તેને કહ્યું કે ગમે એટલા નું આવ્યું હોય, એ લેવાની ઔકાત તારા માં કે તારા પિતામાં નથી. બધી છોકરીઓ તો ત્યાં થી ચાલી ગઈ, પરંતુ મારા પગ ધ્રુજવા લાગ્યા, અને હું ત્યાં જ ઝાડ પાસે ના બાંકડે બેસી ગઈ.

મને અત્યાર સુધી એ વાત નો અહેસાસ જ નહોતો, કે હું ગરીબ છું. હિંમત કરી ને હું ચાલતા ચાલતા ઘરે આવી. ત્યારે મારી ઉદાસી મારી માં થી છુપાવી શકી નહિ. માં એ મને પૂછતાં જ હું તેને ભેટી અને રડવા લાગી. અને કોલેજ માં બનેલી વાત કહી.

ત્યારે માં એ તો એટલું જ કહ્યું કે તું એવી છોકરીઓ પર ધ્યાન દેવાની બદલે તારે તારું મન ભણવામાં રાખવું. રાત્રે પિતા ઘરે આવતા તેને પણ પૂછી જ લીધું કે આપણે ગરીબ છીએ? ત્યારે પિતાએ મારા માથા પર હાથ ફેરવતા એટલું જ કહ્યું કે ના બેટા આપણે ગરીબ નથી.

પણ સમય સારો ખરાબ બધાનો આવતો હોય છે, અને આપણો અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે. બીજા દિવસે હું કોલેજ જવાની હિંમત કરી શકી નહિ, અને તે દિવસે મારા પિતાજી સાંજે વહેલા આવી ગયા હતા. અને મારા માટે ભેટ લઇ ને આવ્યા હતા.

મારા માટે ખુબ જ ખુશી લાવ્યા હતા, અને મારા માટે પતંગિયા જેવું સ્કૂટર લાવ્યા હતા, અને સાચું કહું ને તો મને તે રાત્રે નીંદર પણ આવેલી નહિ, અને મેં પિતાજી નો કેટલી વખત આભાર માન્યો એ પણ મને ખબર નથી. અને સ્કૂટર કેવી રીતે લાવ્યા અને રૂપિયા ક્યાંથી ભેગા કર્યા એ પણ પૂછવાનું યાદ આવ્યું નહિ.

બીજા દિવસે હું સ્કૂટર લઇ ને કોલેજ માં ગઈ મારા પિતા ની ઔકાત સાથે, એક રાજકુંવરી ની જેમ! જાણે સુવર્ણ જડિત રથ માંથી ઉતરી રહી હોય તેમ ઉતરી ત્યારે બધા ને મારા પિતાજી મને કેટલો પ્રેમ કરે છે તે ખબર પડી ગઈ.

થોડા દિવસો પછી એક સહેલી એ મને કહ્યું કે આજે હું તારા પિતાજી ની સાઇકલ રીક્ષા માં બેસી અને કોલેજ આવી ત્યારે મેં કહ્યું કે મારા પિતાજી પાસે તો પેટ્રોલ થી ચાલતી રીક્ષા છે. તારી કંઈક ભૂલ થઈ હશે, પણ થોડીવાર માં મારુ મગજ પણ ચકરાવે ચડી ગયું કે પિતાજી એ પોતાની રીક્ષા વેચી ને મારા માટે સ્કૂટર લાવ્યા છે કે શું?

ઘરે જઈ ને પિતાજી પાસે જાણ્યું ત્યારે ખબર પડી કે તેને તેની રીક્ષા ગીરવે મૂકી ને મારા માટે સ્કૂટર ખરીદ્યું છે, ત્યારે હું પિતાજી ને દોડી ને ભેટી ને ખુબજ રડી. અને કહ્યું કે તમે આવું શા માટે કર્યું ? ત્યારે મારા પિતાજી એ કહ્યું કે તું મારુ અભિમાન છો, તારી આંખ માં આશુ આવે તે મને કેમ ગમશે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને તું ચિંતા કરીશ નહિ મારી રીક્ષા વેચી નથી અને ગીરવી મૂકી છે, એ તો હું પાંચ છ મહિના માં છોડાવી લઈશ, ત્યારે મેં કહ્યું કે તમે દુનિયા ના શ્રેષ્ઠ પિતાજી છો. મારા માટે સ્કૂટર લેવા માટે તમે કેટલી તકલીફ ભોગાવો છો. પછી મારા થી રહેવાયું નહિ. અને હું ધ્રુસ્કે ધ્રુસ્કે રડી, ત્યારે મારા બે ભાઈ મારી માતા અને પિતાજી બધા ની આંખ માં આંસુ હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team