પત્ની માટે પતિ કેમ જરૂરી હોય છે? આ વાંચી લો એટલે સમજાઈ જશે

એક અતિ સુંદર યુવતી બગીચામાં ખૂબ જ ગુસ્સામાં બેઠી હતી તેનો ચહેરો ગુસ્સામાં જાણે લાલ થઈ ગયો હતો. તેની પાસે બાજુને જગ્યામાં એક ઘરડા માણસ બેઠા હતા તેની નજર વારંવાર આ યુવતી પર પડી રહી હતી અને તેનો ગુસ્સો વાળો ચહેરો જોઈને ઘણા સમયથી તે પરેશાન હતા.

આખરે તેને હિંમત કરીને પૂછી લીધું કે શું થયું છે બેટા કેમ આટલી બધી ગુસ્સામાં અહીં બેઠી છે? ત્યારે તે યુવતીએ જવાબ આપતા કહ્યું હવે તમને શું કહું મારો પતિ... એમ કહીને પતિની ભૂલો વિશે જાણે આખો નિબંધ સંભળાવી દીધો.

ઘરડા દાદા આ બધું સાંભળીને હસી રહ્યા હતા, મંદ મંદ હસતા હસતા તેને ફરી પાછું તે યુવતી ને પૂછ્યું કે બેટા શું તું જણાવી શકે છે કે તમારા ઘરમાં ઘરનો નોકર કોણ છે?

યુવતી ને જાણે એ વાક્ય સમજમાં ન આવ્યું હોય તેમ તેને કહ્યું કે તમારો પૂછવાનો શું મતલબ છે? ત્યારે દાદાએ જવાબમાં કહ્યું કે તારા ઘરની બધી જરૂરતોનું ધ્યાન કોણ રાખે છે અને બધી જરૂર કોણ પૂરી કરે છે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે યુવતીએ જવાબ આપ્યો કે મારા પતિ.

આ સાંભળીને દાદાએ પૂછ્યું તારા ખાવા પીવાની અને આ તું આટલા સરસ કપડાં પહેરીને બેઠી છે તો કપડાની જરૂર હતો કોણ પૂરું કરે છે ફરી પાછો યુવતીએ જવાબ આપ્યો કે મારા પતિ.

દાદાએ પૂછ્યું તારે માટે અને બાળકો માટે કોઈપણ વસ્તુ લેવાની રહી ન જાય અને તમારા બધાનું ભવિષ્ય ઉજડું થાય તેના માટે હંમેશા કોણ ચિંતામાં રહે છે? યુવતીએ ફરી જવાબ આપ્યો કે મારા પતિ.

દાદાએ પૂછ્યું સવાર થી લઈને સાંજ સુધી બહારના માણસોને અને ક્યારેક પોતાના ઉપરી અધિકારીઓની ખરીખોટી સાંભળીને પૈસા માટે બધું જતું કોણ કરે છે? યુવતીય કહ્યું મારા પતિ.

દાદાએ કહ્યું તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવે અથવા કોઈ દુઃખ આવે ત્યારે તમારી સાથે કોણ ઊભું રહે છે? ત્યારે યુપીએ કહ્યું મારા પતિ.

દાદાએ કહ્યું ઘરમાં ગેસ પાણી મકાન જીવન જરૂરિયાતની વસ્તુઓ સુખ સુવિધાઓ એસી મોબાઈલ મનોરંજન ટીવી ભવિષ્ય માટે બચત હોસ્પિટલના ખર્ચાઓ બાળકોની સ્કૂલ વ્યવહારના ખર્ચાઓ અને તદુપરાંત દર મહિને આવતા બધા જ બિલ આ બધાની જવાબદારી એક સાથે લઈને કોણ ચાલે છે મારા પતિ.

તમે જ્યારે બીમાર થાઓ ત્યારે તમારી સેવા કોણ કરે છે? યુવતીએ ફરી જવાબ આપીને કહ્યું મારા પતિ આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દાદા હવે અચાનક એક નવો સવાલ પૂછવા લાગ્યા અને કહ્યું અરે આ બધું તો ઠીક છે પરંતુ તમારા પતિ આ બધું કામ કરે છે બધાનું ધ્યાન રાખે છે અને જવાબદારી ઉઠાવે છે તો શું એના માટે તમારી પાસેથી ક્યારેય પૈસા લીધા છે? જવાબમાં કહ્યું ના કોઈ દિવસ નથી માંગ્યા.

આ વાત ઉપર દાદાએ કહ્યું કે પતિની ભૂલ ક્યાં છે તે તને બધું દેખાય છે પરંતુ આટલી બધી સારી વસ્તુઓ માંથી તને શું એક વસ્તુ પણ ક્યારેય નજર ન આવી?

પત્ની માટે પતિ કેમ જરૂરી હોય છે? તમે માનો કે ન માનો પરંતુ જ્યારે તમે મૂકી હોય ત્યારે તે તમને ક્યારેય એકલા નથી છોડતા, ભલે પોતાનું દુઃખ પોતાના મનમાં રાખીને રહે છે અને ઘરમાં કોઈને જણાવતો નથી કારણ કે બધા દુઃખી ન થાય પરંતુ તે તમને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી.

દરરોજ કોઈને કંઈ સારી વાતો શીખવાડવાની કોશિશ કરે છે કારણ કે જે થોડો સમય શાંતિનો તેને ઘરમાં વિતાવવા મળે છે તે તે માત્ર શાંતિથી વિતાવી શકે અને દિવસ આખાનો થાક અને મુશ્કેલીઓને ભુલાવી શકે.

નાની-નાની વાતમાં તમારી સાથે ઝઘડા તો કરી શકે છે, અને તમને અમુક વાતો પણ કહી દેશે પરંતુ કોઈ બીજાને તમારા માટે ક્યારેય ખોટું નહીં બોલવા દે.

તમારું અને બાળકોનું ભવિષ્ય સારું થાય તે માટે ઘણી મહેનત કરે છે, કોઈપણ વસ્તુ સારી ન હોય તેમ છતાં કોઈ દિવસ ના નથી પાડતા અને કહે છે કે ચિંતા ન કરો બધું બરાબર થઈ જશે.

માતા-પિતા પછી તમારું બધું ધ્યાન રાખવું અને તમને દરેક પ્રકારની સુખ સુવિધા આપવી તેના માટે દિવસ રાત એક કરી દેશે.

તમને ચિંતા ન થાય એટલા માટે આખો દિવસ મુશ્કેલીઓમાં ઘેરાયેલો હોવા છતાં તમારા ગમે તેટલા ફોન જાય તો તે સાંભળે પણ છે અને દરેક સમસ્યાનું સમાધાન પણ કરે છે.

એટલે જ કદાચ કહેવાય છે કે પતિએ ભગવાન ની આપેલી એક સ્પેશ્યલ ગિફ્ટ છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમ જ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team