એક અતિ સુંદર યુવતી બગીચામાં ખૂબ જ ગુસ્સામાં બેઠી હતી તેનો ચહેરો ગુસ્સામાં જાણે લાલ થઈ ગયો હતો. તેની પાસે બાજુને જગ્યામાં એક ઘરડા માણસ બેઠા હતા તેની નજર વારંવાર આ યુવતી પર પડી રહી હતી અને તેનો ગુસ્સો વાળો ચહેરો જોઈને ઘણા સમયથી તે પરેશાન હતા.
આખરે તેને હિંમત કરીને પૂછી લીધું કે શું થયું છે બેટા કેમ આટલી બધી ગુસ્સામાં અહીં બેઠી છે? ત્યારે તે યુવતીએ જવાબ આપતા કહ્યું હવે તમને શું કહું મારો પતિ… એમ કહીને પતિની ભૂલો વિશે જાણે આખો નિબંધ સંભળાવી દીધો.
ઘરડા દાદા આ બધું સાંભળીને હસી રહ્યા હતા, મંદ મંદ હસતા હસતા તેને ફરી પાછું તે યુવતી ને પૂછ્યું કે બેટા શું તું જણાવી શકે છે કે તમારા ઘરમાં ઘરનો નોકર કોણ છે?
જીવતી ને જાણે એ વાક્ય સમજમાં ન આવ્યું હોય તેમ તેને કહ્યું કે તમારો પૂછવાનો શું મતલબ છે? ત્યારે દાદાએ જવાબમાં કહ્યું કે તારા ઘરની બધી જરૂરતોનું ધ્યાન કોણ રાખે છે અને બધી જરૂર કોણ પૂરી કરે છે?
ત્યારે યુવતીએ જવાબ આપ્યો કે મારા પતિ.
આ સાંભળીને દાદાએ પૂછ્યું તારા ખાવા પીવાની અને આ તું આટલા સરસ કપડાં પહેરીને બેઠી છે તો કપડાની જરૂર હતો કોણ પૂરું કરે છે ફરી પાછો યુવતીએ જવાબ આપ્યો કે મારા પતિ.
દાદાએ પૂછ્યું તારે માટે અને બાળકો માટે કોઈપણ વસ્તુ લેવાની રહી ન જાય અને તમારા બધાનું ભવિષ્ય ઉજડું થાય તેના માટે હંમેશા કોણ ચિંતામાં રહે છે? યુવતીએ ફરી જવાબ આપ્યો કે મારા પતિ.
દાદાએ પૂછ્યું સવાર થી લઈને સાંજ સુધી બહારના માણસોને અને ક્યારેક પોતાના ઉપરી અધિકારીઓની ખરીખોટી સાંભળીને પૈસા માટે બધું જતું કોણ કરે છે? યુવતીય કહ્યું મારા પતિ.
દાદાએ કહ્યું તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવે અથવા કોઈ દુઃખ આવે ત્યારે તમારી સાથે કોણ ઊભું રહે છે? ત્યારે યુપીએ કહ્યું મારા પતિ.
દાદાએ કહ્યું ઘરમાં ગેસ પાણી મકાન જીવન જરૂરિયાતની વસ્તુઓ સુખ સુવિધાઓ એસી મોબાઈલ મનોરંજન ટીવી ભવિષ્ય માટે બચત હોસ્પિટલના ખર્ચાઓ બાળકોની સ્કૂલ વ્યવહારના ખર્ચાઓ અને તદુપરાંત દર મહિને આવતા બધા જ બિલ આ બધાની જવાબદારી એક સાથે લઈને કોણ ચાલે છે મારા પતિ.
તમે જ્યારે બીમાર થાઓ ત્યારે તમારી સેવા કોણ કરે છે? યુવતીએ ફરી જવાબ આપીને કહ્યું મારા પતિ