પત્ની ફળિયું સાફ કરી રહી હતી ત્યાં તેને ફળિયામાંથી પૈસા ભરેલી થેલી મળી, અંદર જોઈને પૈસા ગણ્યા તો…

આ વાત લગભગ સીતેર એંશી વર્ષ જૂની છે નાના શહેર માં એક વેપારી રહે અને તેની બાજુ માં એક શાકભાજી વેચવા વાળો રહે બંને પરિવાર ખુશી આનંદ થી રહેતા ત્યાર ના સમય માં શાકભાજી વાળો શાકભાજી વહેંચી ને રોજ ના બે રૂપિયા કમાઈ લેતો હતો.

અને બાજુમાં રહેતા વેપારી તો એના કરતા ઘણા વધુ કમાણી કરતો હતો પરંતુ તેના ઘર નો ખર્ચ રોજ નો એક રૂપિયા હતો અને શાકભાજી વાળો રોજ બે રૂપિયા કમાઈ ને બે રૂપિયા ખર્ચ કરી ને મોજ થી રહેતો.

એક દિવસે વેપારી ની પત્ની એ સાંજે વાળું પતિ ગયા પછી વાત કરતા કહ્યું કે આ બાજુ વાળા શાકભાજી વહેંચે છે તો પણ આપણા કરતા વધારે ખર્ચ કરી ને મોજમજા કરે છે. અને આપણા કરતા પણ વૈભવી જીવન જીવે છે. જયારે આપણે તેના કરતા પણ વધારે કમાતા હોવા છતાં તેના જેટલા રૂપિયા વાપરતા નથી ત્યારે વેપારીએ કહ્યું કે થોડા દિવસ રાહ જુવો રૂપિયા કમાઇએ એટલા બધા વાપરી નાખવાના ન હોય.

થોડા દિવસ પછી વેપારીની પત્ની એ ફરી પાછી આ જ વાત કરી એટલે વેપારીએ કહ્યું કે વાંધો નહિ હું તને થોડા દિવસ પછી વધારે પૈસા ની જરૂર પડે તો તને આપીશ પણ યોગ્ય જગ્યાએ ખર્ચ કરવાનો હોય તો જ વેપારી સુતા સુતા વિચાર કરતો હતો કે રાત દિવસ મહેનત કરીને રૂપિયા બચાવ્યા ત્યારે આ દુકાન કરી શક્યો, અને ધંધો જમાવી શક્યો. ધંધો પણ સારો ચાલતો હતો જેથી દુકાનમાં માલ પણ ભરી રાખવો પડે અને આપણે બીજા ની દેખાદેખી માં રૂપિયા ઉડાડી દઈએ તો ધંધા નું ભવિષ્ય ખરાબ થઈ જાય.

એક દિવસ સવાર ના પહોર માં વેપારી એ એક કપડાં ની થેલી માં નવ્વાણું રૂપિયા ભરી ને તેની બાજુ માં રહેતા શાકભાજી વાળા ના ફળીયા માં ઘા કરી દીધો, થોડીવાર માં શાકભાજી વાળા ની પત્નીએ સફાઈ કરતાં કરતાં તે થેલી જોઈ ખોલી ને અંદર જોતા ગેલમાં આવી ગઈ. રૂપિયા લઇ ને ઘર માં ચાલી ગઈ અને નિરાંતે બેઠા બેઠા રૂપિયા ગણવા મંડ્યા. પુરેપુરા નવ્વાણું રૂપિયા થયા, તે તો ખુબજ ખુશ થઇ ગઈ કારણ કે તેને જિંદગી માં આટલા રૂપિયા એક સાથે કોઈ દિવસ જોયા નહોતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel