પતિની દરેક વસ્તુ ભગવાનને ધરાવવાની ટેવથી ચીડાયેલી પત્નીએ પતિને કહ્યું આ વખતે ભગવાનને ખવડાવ્યા વગર પાછા નહીં આવતા... પછી મંદિરમાં જે થયું તે જોઈ...

સુરેશ અત્યંત ધર્મપ્રેમી માણસ હતો, તેના ઘરથી થોડે દૂર આવેલા એક મંદિરમાં તે અવારનવાર જતો. અને જ્યારે પણ તેને ટાઈમ મળે કે તરત જ મંદિરમાં સેવા કરવામાં લાગી જાય. તેની પત્ની આ વાતથી કાયમ નારાજ રહેતી કે સુરેશ કોઈ પણ વાતમાં સૌથી પહેલા ભગવાનને લાવે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

વાત ભલે ભોજનની હોય, કપડાની હોય કે પછી કોઇપણ બીજી વસ્તુ હોય સુરેશ ને એવી ટેવ હતી કે તે બધી વસ્તુઓ પહેલા ભગવાનને અર્પણ કરતો.

એક દિવસની વાત છે જ્યારે સુરેશના ઘર માં તેની પત્ની એ અચાનક જ મીઠાઈ બનાવી હતી. તે વિચારી રહી હતી કે તેના પતિ તેની આ પસંદગીની મીઠાઇ જોઇને ખૂબ જ રાજી થઈ જશે અને જોત જોતા માં બધી મીઠાઇ પૂરી કરી નાખશે. પરંતુ સુરેશ આવ્યો અને તેને ખબર પડી કે ઘરમાં મીઠાઈ બની છે તો મીઠાઈ લઈને તે મંદિરે ભોગ ધરાવવા માટે ચાલ્યો ગયો.

પત્ની આ વાતથી ખૂબ જ નારાજ થઈ ગઈ અને સુરેશ ને રોકી ને કહેવા લાગી કે તમે દરેક વસ્તુમાં ભગવાનને વચ્ચે લાવો છો પરંતુ મારે તમને આજે એક વાત પુછવી છે?

સુરેશે કહ્યું કે બોલો શું પૂછવું છે તમારે?

તેની પત્નીએ કહ્યું કે તમે બધી વસ્તુઓ મંદિરમાં ધરાવો છો પરંતુ પથ્થરની મૂર્તિ કંઈ જીવતી થઇને જમવા તો આવવાની નથી. તો તમે એ પથ્થરની મૂર્તિને દરેક વસ્તુ ધરાવવા માટે શું કામ દોડતા દોડતા ચાલ્યા જાઓ છો.

સુરેશ તેની પત્નીની વાત સાંભળી પરંતુ ધ્યાનમાં લીધી નહીં અને તે ફરી પાછો મંદિર જવા ચાલી નીકળ્યો.

સુરેશ મંદિરે જઈ રહ્યો હતો ત્યારે પાછળથી તેની પત્ની નો અવાજ આવતો હતો કે આ વખતે ભગવાનને ખવડાવ્યા વગર પાછા નહીં આવતા હું પણ જોઉં છું કે ભગવાન કઈ રીતે જમવા આવે છે… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ સાંભળીને સુરેશ એ નક્કી કર્યું કે આ વખતે તો ભગવાન જમે નહીં ત્યાં સુધી મંદિરેથી પાછું જ નથી આવવું. મંદિર તેના ઘરથી નજીક જ હતું.

થોડા જ સમયમાં મંદિરે પહોંચીને ભગવાન ની સામે મીઠાઈ રાખીને ભગવાનને આરોગવા માટે આજીજી કરવા લાગ્યો. ધીમે ધીમે સમય વીતતો ગયો. પરંતુ સુરેશ એ ભગવાનને વિનંતી કરવાની ચાલુ રાખી.

ધીમે ધીમે એક કલાક જેટલો સમય વિતી ગયો, બે કલાક, ત્રણ કલાક એમ ધીમે ધીમે અડધો દિવસ નીકળી ગયો પરંતુ ન તો ભગવાન જમવા આવ્યા કે ન સુરેશ તેની જગ્યાએથી હટ્યો.

સુરેશ ની આજુબાજુ લોકોની ભીડ થઈ ગઈ એ જોવા માટે કે આખરે શું થાય છે? ધીમે ધીમે મીઠાઈ ઉપર માખીઓ પણ આવવા લાગી પરંતુ સુરેશ તેને ઉડાવી દેતો. મીઠાઈની સુગંધને કારણે કીડીઓ પણ મોટી લાઈનમાં આવવા લાગી પરંતુ સુરેશે તેઓને પણ હટાવી.

ધીમે ધીમે આજુબાજુના કુતરાઓ પણ લલચાઈને મીઠાઈ નજીક આવવા લાગ્યા પરંતુ સુરેશ એ તેને પણ ભગાડી દીધા. ત્યાં બરાબરની ભીડ જામી હતી અને આ સમાચાર વાયુવેગે આજુબાજુમાં ફરી વળતા થોડા સમય પછી ત્યાં ભિખારીઓ પણ મંદિરની બહાર આવી ગયા.

મીઠાઈ મેળવવા માટે એક ભિખારી મંદિર તરફ આવવા લાગ્યો અને મીઠાઈ પાસે પહોંચતો હતો તે પહેલાં જ સુરેશે તેને પણ ભગાવી દીધો. સમય વીતતો ગયો સાંજ થઈ ગઈ. ભગવાન પણ ન આવ્યા અને સુરેશ પણ તેની જગ્યાએથી એક ઇંચ હટ્યો નહીં.

ભીડ પણ ધીમે-ધીમે ઓછી થવા લાગી જે લોકો ઊભા હતા તે વિચારી રહ્યા હતા કે લાગે છે સુરેશ હવે પાગલ થઇ ગયો છે, ભગવાન તો હવે થોડી આવે…

સુરેશ ને પણ હવે ધીમે ધીમે ગુસ્સો આવવા લાગ્યો. તેમ છતાં ફરી પાછી થોડી વાર રાહ જોઈ પરંતુ કોઈ આવ્યું નહીં એટલે તેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો મીઠાઈનો ભોગ ભગવાનને ધરાવ્યો હતો તે લઈને બહાર ફેંકી દીધો.

બહાર તો જાણે સવારથી એક પછી એક માખીઓ કીડીઓ અને કુતરાઓ રાહ જોઇને ઊભા હતા, મીઠાઈ આવી કે તરત જ તૂટી પડ્યા. સુરેશ પોતાની ઘરે જતો રહ્યો અને જતા જતા ઉપર જોઈને ભગવાન પ્રત્યે પણ નારાજ થઈ ગયો. કહેતો રહ્યો કે આટલા વર્ષોની સેવા બધી વ્યર્થ જતી રહી કોઈ જ ફળ ન મળ્યું.

ઘરે આવીને કોઈ જ વાતચીત કર્યા વગર તરત સૂઈ ગયો. ઘરે આવીને પોતે પણ કંઈ જ જમ્યો નહીં.

થોડા સમય પછી તેને સપનામાં ભગવાને દર્શન આપ્યા અને કહ્યું તારી મીઠાઈ મેં જમી છે, ખૂબ જ સ્વાદિષ્ટ હતી. પરંતુ જો સવારે જ મીઠાઈ જમવા દીધી હોત તો વધારે સારુ લાગ્યું હોત. તારી મીઠાઇ આરોગવા માટે કેટલા રૂપ લીધા માખી, કીડી, કુતરો, ભિખારી, પરંતુ તે મીઠાઈને હાથ પણ અડાડવા ન દીધો. આખો દિવસ રાહ જોઈને આખરે મીઠાઇ જમી પરંતુ જમીન ઉપર પડી હોવાથી તેમાં પણ થોડી ધૂળ લાગી ગયા હતા. હવે જયારે પણ ભોગ ધરાવે ત્યારે સારી રીતે ધરાવજે.

ભગવાન દર્શન આપીને જતા રહ્યા. સવારે સુરેશની ઊંઘ ઉડી ત્યારે તેને અહેસાસ થયો કે ભગવાન તો આવ્યા જ હતા પરંતુ તેને ઓળખી ન શક્યો. આપણી સાથે પણ ઘણી વખત જીવનમાં આવું બનતું હોય છે જ્યારે આપણે ભગવાનના સંકેતોને સમજી નથી શકતા, ભગવાન ના પૂજા પાઠની સાથે સાથે બીજા દરેક જીવ પ્રત્યે પણ ઉદારતા દાખવવી જોઈએ.

અને કદાચ એટલા માટે જ કહેવાતું હશે કે માનવ સેવા એ પણ એક પ્રકારની પ્રભુ સેવા જ છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ કમેન્ટ કરીને આ સ્ટોરી ને ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team