in

પતિએ પત્નીને પૂછ્યું તું આટલા વર્ષોથી ઘરનું બધું કામ કરી રહી છે તને કોઈ દિવસ કામ બાબતે ચિંતા નથી થતી? ત્યારે પત્નીએ એવો જવાબ આપ્યો કે પતિ…

રમણીકભાઈ નું વ્યક્તિત્વ અત્યંત ચિંતાળું હતું, તેનો સ્વભાવ જ એવો હોવાથી કોઈપણ નાની વાત હોય તો પણ તેઓને તેમાં ખૂબ જ ચિંતા થવા લાગતી. નોકરી કરીને ફરી પાછા ઘરે આવે ત્યારે પણ તેઓ હંમેશા ઓફિસના કામમાં ખોવાયેલા હોય અથવા તેના વિચારો એટલા બધા આવતા હોય કે તેને કોઈ ને કોઈ વાતની ચિંતા થતી રહે અને ઘરના સભ્યો સાથે આનંદથી રહી પણ ન શકતા.

થોડા સમય તો આવું બધું ચાલતું રહ્યું ધીમે ધીમે રમણીકભાઈ ના માથામાં દુખાવો થવા લાગ્યો, એટલે ફેમિલી ડોક્ટર ની પાસે જઈને દેખાડ્યું ત્યાર પછી લગભગ ઘણા બીજા ડોક્ટરોને બતાવ્યું મગજના સ્પેશિયલ ડોક્ટર ને પણ બતાવ્યું, અનેક રિપોર્ટ કરાવ્યા પરંતુ શરીરમાં કોઈ જ ખામી નહીં.

બધા ડોક્ટરનું કહેવાનું અંદાજે એટલું જ થતું કે રમણીકભાઈ ના શરીરમાં કોઈ જાતની ખામી નથી, અને દરેક ડોક્ટર તેને માનસિક રીતે હળવા રહેવા માટે સલાહ આપતા અને સૌથી અગત્યની સલાહ બધા એ જ આપી કે તમે ચિંતા ઓછી કરો.

પરંતુ રમણીકભાઈ નું વ્યક્તિત્વ જ એવું હોવાથી તે વાતવાતમાં ચિંતા કરવા લાગતા, એક દિવસની વાત છે જ્યારે રમણીકભાઈ ઘરે બપોરે જમીને ફળિયામાં હિંચકા પર બેઠા હતા.

અને ત્યાં બાજુમાં જ વોશ એરિયા હોવાથી તેના પત્ની ત્યાં વાસણ ઘસી રહ્યા હતા, તેનું ધ્યાન તરત જ પત્ની તરફ ગયું તેને જોયું કે સવારના અને બપોરના એમ કુલ મળીને અનેક વાસણ ત્યાં ભેગા થઈ ચૂક્યા હતા, પરંતુ પત્ની ભજન ગાતા ગાતા બધા વાસણ ધોઈને તેને એક કપડાથી સાફ કરી રહ્યા હતા.

અચાનક જ રમણીકભાઈ ને એક વિચાર આવ્યો, તે વિચારવા લાગ્યા કે ઘરનું બધું કામ કર્યા પછી પણ છેલ્લે આટલા બધા વાસણો સાફ કરવાના હોવા છતાં તેની પત્ની આનંદથી ભગવાનનું ભજન ગાતા ગાતા બધું કામ એકદમ સરળતાથી કરી રહ્યા હતા જાણે બીજી કોઈ તકલીફ જ ન પડી હોય, અને આ કામ તેઓ વર્ષોથી કરી રહ્યા હતા એ પણ કોઈ જાતની ફરિયાદ વગર.