પતિએ કહ્યું “કાલે મમ્મી પપ્પા આવે છે અને અહીં જમશે” પત્ની બોલી એક રવીવાર પણ મને કોઈ સુવા નહી દે, જાણે હું નોકરાણી જ બની ગઈ છું… માતા પિતા આવ્યા તો…

રાતના દસ વાગ્યાનો સમય હતો, અંકિત અને પ્રાચી બંને સુતા હતા. લગભગ બંનેને ઊંઘ આવી ગઈ હતી કે અચાનક અંકિત ના ફોનમાં રીંગ વાગી. ફોનની રીંગ પ્રાચી એ સાંભળી પરંતુ જાણે સાંભળી ન હોય એમ ફરી સૂઈ ગઈ.

આખરે અંકિત ઉભો થયો અને બહાર હોલમાં ફોન વાગી રહ્યો હતો ત્યાં પહોંચ્યો. બધાને ખબર છે કે હું વહેલો સૂઈ જાવ છું તેમ છતાં ત્યારે વળી કોને ફોન કર્યો હશે? આમ બોલતા બોલતા અંકિતે ફોન ઊંચક્યો…

સામેથી અવાજ આવ્યો કેમ છો? મજામાં અને તરત જ અંકિતની ઊંઘ ઊડી ગઈ. તેને સામે ફોનમાં જવાબ આપતા કહ્યું અરે એકદમ મજામાં પપ્પા, તમે બધા મજામાં? સામેથી જવાબ મળ્યો “હા બધા મજામાં”.

બેટા ઘણા દિવસથી તમને બંને ને મળ્યા નથી તો અમે આવતીકાલે સવારે નવ વાગ્યાની ટ્રેનમાં આવી રહ્યા છીએ. આપણે એક દિવસ સાથે રહીને બધા ભેગા જમીશું અને સાંજે પાછા આઠ વાગ્યાની ટ્રેનમાં અમે બંને નીકળી જઈશું. અંકિતે તરત જ જવાબ આપતા કહ્યું ભલે પપ્પા, હું તમને સ્ટેશન ઉપર કાલે સવારે નવ વાગ્યે લેવા આવી જઈશ.

ફોન મૂકીને અંકિત રૂમમાં આવ્યો પ્રાચી સુઈ ગઈ હતી તેને જગાડીને જણાવ્યું કે મમ્મી અને પપ્પા નો ફોન હતો એ લોકો કાલે સવારે 9 વાગ્યે આવી રહ્યા છે. અને બપોરે અહીં જ જમવાના છે અને સાંજ સુધી રોકાવાના છે.

પ્રાચી ને તો જાણે આ વાત સાંભળીને અત્યંત ગુસ્સો આવી ગયો. તરત જ બોલવા લાગી કે આખા અઠવાડિયે માત્ર એક દિવસ શાંતિથી આરામ કરવા માટે મળે છે પરંતુ એ રવિવારના દિવસે પણ મને કોઈ સુવા નહી દે, બધા માટે જમવાનું બનાવો, જાણે હું નોકરાણી જ બની ગઈ છું. આમ કહીને પ્રાચી ગુસ્સામાં ને ગુસ્સામાં પડખું ફરીને સુઈ ગઈ.

અંકિતે આગળ કંઈ વાત ન કરી માત્ર વહેલી સવારનો અલાર્મ રાખીને સૂઈ ગયો. વહેલી સવારે અલાર્મ વાગ્યો કે તરત જ અંકિત ઉઠી ગયો, અલાર્મ ના અવાજ થી પ્રાચીની ઊંઘ પણ ઊડી ગઈ. અંકિત ને લાગ્યું કે તેનો ગુસ્સો ઠંડો થઈ ગયો હશે પરંતુ હજુ તે ગુસ્સામાં જ હતી ગુસ્સામાં ને ગુસ્સામાં ઉભી થઈને બાથરૂમ માં જતી રહી.

કુતૂહલ સાથે અંકિત તેને જોતો જ રહી ગયો. જ્યારે થોડા સમય પછી તે બહાર આવી ત્યારે અંકિત એ તેને પૂછ્યું જમવામાં શું બનાવીશ? પ્રાચી નો ચહેરો હજી ગુસ્સાથી ભરેલો હતો તરત જ જવાબ આપ્યો કે હું ગમે તે બનાવી લઈશ, તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. અંકિત હસીને બાથરૂમમાં તૈયાર થવા જતો રહ્યો કારણકે રેલવે સ્ટેશન જવાનું હતું.

તૈયાર થઈને અંકિત પ્રાચીને કહીને રેલવે સ્ટેશન જવા નીકળી ગયો, નીકળ્યો ત્યારે પણ પ્રાચી નો ચહેરા પર હજુ ગુસ્સો જરા પણ ઓછો નહોતો થયો. પ્રાચી હજુ પણ ગુસ્સામાં જ હતી અને જમવાની તૈયારી કરવા લાગી. શાકમાં મીઠું મસાલો જોયા વગર નાખી દીધો અને રાખવાની પણ તસ્દી ન લીધી કે શાક કેવું બન્યું છે. ત્યાર પછી રોટલી બનાવી, અમુક રોટલી કાચી તો અમુક રોટલી બળી ગયેલી.

જેમતેમ રસોઈ ગુસ્સામાં પૂરી કરીને બહાર હોલ માં આવી ને સોફામાં બેસી ટીવી જોવા લાગી. તેનો ગુસ્સો હજુ અકબંધ હતો અને સાથે સાથે રવિવાર ખરાબ થઈ થઈ ગયો એવું વિચારીને તેનો ગુસ્સો સાતમા આસમાન ઉપર પહોંચી ગયો હતો.

થોડો સમય ત્યાં બેઠી હતી એવામાં ડોરબેલ વાગી તરત ઉભી થઈને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે તેની આંખ ઉપર પ્રાચી ને વિશ્વાસ જ ન થયો. તેના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળી શક્યો.

દરવાજા ઉપર સામે અંકિત ના મમ્મી પપ્પા નહીં પરંતુ તેના મમ્મી-પપ્પા ઉભા હતા જેને લઇને અંકિત રેલવે સ્ટેશનથી આવ્યો હતો. પ્રાચી શરમથી લાલ પીળી થઈ રહી હતી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel