પતિ પત્નીનું એક્સિડન્ટ થયું એટલે પત્નીના ઈલાજ માટે પૈસાની જરૂર હતી, પતિએ બે દીકરાઓને ફોન કર્યો તો કહ્યું પૈસા નથી એટલે ત્રીજા દીકરાને ફોન જ ન કર્યો થોડા સમય પછી ત્રીજો દીકરો આવ્યો અને કહ્યું…

હવે આપણે બીજા મોટા ડૉક્ટર પાસે જવું છે અને ઓપરેશન અને સારવાર ત્યાં જ કરવાની છે તમે મારી સાથે ચાલો મોટા ડૉક્ટર નું નામ સાંભળતા જ અરવિંદભાઈ એ કહ્યું કે આને અહીંયા જ બરાબર છે. ત્યારે છોકરા એ જીદ કરી કે અહીંયા તો સારવાર કરાવવી જ નથી. આપણે તો મોટા ડૉક્ટર પાસે ચાલો અને અરવિંદભાઈ અને જયાબેન ને લઇ ને મોટી હોસ્પિટલે ગયા.

જ્યાં સારવાર કરાવી ને એકદમ સારા થઇ ગયા અને રજા મળી ત્યારે અરવિંદભાઈ એ નાના છોકરા ને પૂછ્યું કે બિલ કેટલું થયું? ત્યારે છોકરા નો જવાબ હતો કે આ તો દાન ધર્માદા થી ચાલતી હોસ્પિટલ છે. અહીંયા કોઈ ને સારવાર કરાવવા માટે એક રૂપિયો પણ દેવાની જરૂર નથી. એમ કહી મમ્મી પપ્પા ને લઈ ને ઘરે ગયા.

ઘરે એક કામ કરવા વાળા બેન ની સગવડતા કરી. અને નાનો દીકરો ગામડે જવા માટે નીકળી ગયો. જયાબેન ની તબિયત હવે બિલકુલ સારી થઈ ગઈ હતી. અને હરવા ફરવા માં પણ કઈ તકલીફ નહોતી આવતી એટલે એક દિવસ મન થયું કે ચાલો આપણે ગામડે એક દિવસ જઈ આવીએ.

બીજા દિવસે બંને ગામડે ગયા. અને ઘણા સમયથી ખેતર જોયું ન હોવાથી પહેલા સીધા ખેતરમાં ગયા ત્યાં જઈને જોયું તો ખેતરમાં મજુર તો કામ કરી રહ્યા હતા પરંતુ તેનો દીકરો ક્યાંય દેખાયો નહીં. થોડા સમય પછી મજુર ને પૂછ્યું ભાઈ આ ખેતર ના માલિક ક્યાં છે?

ત્યારે તે મજૂરે જવાબ આપ્યો કે આ ખેતર મેં ખરીદ્યું છે. અને હવે મારુ છે. જુના માલિકના માતા ખૂબ જ બીમાર હોવાથી તેને પૈસાની જરૂર હતી. એટલા માટે તેને આ ખેતર મને વેચી દીધું છે. પરંતુ આ ખેતરમાં પડખે એક રૂમ છે. જે મને વેચ્યો નથી.

એ રૂમ જોયો તો તેમાં તાળું મારેલું હતું. તાળું તોડી ને અંદર ગયા અને જોયું ત્યાં સામે ખાટલા ઉપર એક કવર પડ્યું હતું. તે ખોલીને અંદર નજર કરી તેમાં અંદર હોસ્પિટલનું બિલ હતું. બિલ જોઈને અરવિંદભાઈ અને તેની પત્ની ની આંખ માંથી અશ્રુધારા વહેવા લાગી કારણકે હોસ્પિટલનું બિલ બાર લાખ રૂપિયા હતું.

પતિ-પત્ની બંને એ જ વિચાર કરી રહ્યા હતા કે જેને પોતે નકામો સમજતા હતા એ દીકરો કામ કરી ગયો અને જે દીકરાઓ પાછળ પોતે સર્વસ્વ લુંટાવી દીધું. દીકરાને ભણાવીને આગળ લઈ આવ્યા દીકરાઓ કમાતા થઈ ગયા પરંતુ આજે જ્યારે જરૂર પડી ત્યારે તે લોકોએ બહાના કાઢીને પોતાનો રસ્તો કરી લીધો.

અરવિંદભાઈ એ જયાબેન ને કહ્યું કે આપનો દીકરો નકામો તો હતો પણ ખોટો પણ નીકળો એ કહેતો હતો ને કે હોસ્પિટલ માં કઈ ખર્ચો નથી થયો. આ જો એમ કરી ને બિલ જયાબેન ના હાથ માં આપ્યું અને હવે અરવિંદભાઈ તેના નકામા દીકરા ને ગળે લગાવવા માટે તડપી રહ્યા છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel