અરવિંદભાઈ અને જયાબેન બંને પતિ પત્ની સ્કૂલ માં શિક્ષક હતા. જે હાલ નિવૃત જીવન માણી રહ્યા હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી હતા. જેમાં થી મોટો દીકરો એન્જિનિયર હતો, બીજો દીકરો ડોક્ટર હતો. અને નાનો ભણવામાં નબળો હોવાથી ઘરે જ રહેતો તેને કોઈ નોકરી કરવા નું મન નહોતું.
મોટા બે દીકરા પરણી ને બીજા શહેર માં પોતાની પત્ની સાથે રહેવા ચાલ્યા ગયા હતા ત્યાં બંને ને કામકાજ સારું ચાલતું હતું. અને સુખી હતા. અને દીકરી ને પણ પરણાવી દીધી હતી. અને તે સાસરે સુખી હતી. બંને દીકરા ની વહુ ખુબજ પૈસા વાળા પરિવાર માં થી આવતી હતી.
જેથી લગ્ન પ્રસંગ માં અને ઘર સજાવટ માં બંને માણસો ની બધી બચત વપરાઈ ગઈ હતી,ગામડામાં રહેલી ખેતી ની જમીન ના ત્રણ ભાગ પડી ને ત્રણેય ને આપી દીધા હતા. જેમાં થી મોટા બે એ તેમનો ભાગ વેંચીને શહેર માં ફ્લેટ ખરીદી લીધા હતા. અને નાનો દીકરો કે જેને નોકરી નહોતી કરવી, તેને ગામડે રહેલા તેને ભાગ ના ખેતર માં ખેતી કામ કરવા માટે લગાડી દીધો હતો.
અરવિંદભાઈ નાના દીકરા થી કાયમ માટે નારાજ રહેતા કારણ કે તેને ભણી ગણી ને આગળ આવવા માં રસ નહોતો અને ઘર માં પણ તેને ગમે તેમજ કરતો જેથી તેને કાયમ નકામો કઈને જ બોલાવતા. એક દિવસ અરવિંદભાઈ અને જયાબેન બસ માં બહારગામ જઈ રહ્યા હતા અને બસ નું એક્સિડન્ટ થયું.
જેમાં અરવિંદ ભાઈ ને સામાન્ય ઇજા થઇ પરંતુ જયાબેન ને વધારે પડતું વાગી ગયું, ત્યાંથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ડોક્ટરે ઈલાજ તો ચાલુ કરી દીધો, પણ સાથે સાથે કહ્યું કે તમે પૈસા ની સગવડતા કરી રાખજો. બિલકુલ સ્વસ્થ થવા માં એકાદ મહિના નો સમય લાગશે અને અંદાજે આઠ લાખ રૂપિયા નો ખર્ચ છે તો તમે તેની સગવડતા કરી રાખજો.
ત્યારે અરવિંદભાઈ એ મોટા દીકરા ને કે જે એન્જીનીયર હતો ફોન કરે છે અને બધી વાત કરે છે અને દીકરા નો જવાબ હતો કે પપ્પા હું અત્યારે બહુ બીઝી છું, હમણાં ત્યાં આવી શકું તેમ નથી. અને અત્યારે મારુ કામ જોઈ ને કંપની પણ મને વિદેશ માં મોકલવાનું વિચારી રહી છે. એટલે હું પણ તેની તૈયારી માં છું. અને તમારું પણ સપનું હતું ને કે હું વિદેશ જાવ. અને અત્યારે રૂપિયા ની પણ ખેંચ ચાલે છે, તમે અત્યારે રૂપિયા ની વ્યવસ્થા કરી લો. હું તમને પછી આપી દઈશ. આ સાંભળી ને અરવિંદભાઈ અવાચક થઇ જાય છે.
થોડીવાર પછી થોડા સ્વસ્થ થઈને વચલા દીકરા ને ફોન કરે છે. અને એકસીડન્ટની વાત કરે છે અને કહે છે કે રૂપિયા ની જરૂરત પડશે. ત્યારે તેને કહ્યું કે મારા સસરા ના ઘરે પ્રસંગ છે. એટલે હું આવી નહિ શકું. પણ તમે રૂપિયા ની ચિંતા કરતા નહિ. હું મોકલાવી દઈશ. આવો વાયદો કરી દીધો. પણ રૂપિયા આવ્યા નહિ.
હવે આ બે દીકરા ઉપર કે જેના ઉપર આશા હતી તેની પાસેથી પણ મદદ ન મળી તો પેલો નકામો શું કરી આપવાનો આવું વિચારીને તેને એ દીકરાને ફોન જ ના કર્યો, અને હોસ્પિટલ ની લોબી માંથી રૂમ માં આવી અને તેની પત્ની જયાબેન પાસે આવી ને બેસી ગયા. અને વિચારવા લાગ્યા કે આ જ છોકરાવ ને ભણાવવા માં અને પરણાવવા માં આખી જિંદગી ની કમાણી અને બચત વાપરી નાખી.
આજે કોઈ ને તેની માં હોસ્પિટલ માં છે તેને જોવાની કે રૂપિયા ની મદદ કરવાની જરૂર લાગતી નથી. કોઈ પણ ની સાથે વાત થઇ ત્યારે અરવિંદભાઈ મોટા બે દીકરા ના વખાણ છાતી ફુલાવી ને કરતા અને સૌ થી નાના નો કોઈ ઉલ્લેખ જ કરતા નહિ આવું વિચારતા તેને ખુરશી પર જ નીંદર આવી ગઈ. ત્યાંજ પપ્પા પપ્પા નો અવાજ આવતા તેની નીંદર ઉડી ગઈ.
સામે નજર કરી તો તેનો ત્રીજો દીકરો હતો જેને પોતે નકામો સમજતા હતા, તેને જોઈને અરવિંદભાઈ ને ગુસ્સો આવ્યો. અને મોઢું ફેરવી લીધું. પણ નાના છોકરા એ પપ્પા ને પગે લાગી ને રડતા રડતા કહ્યું કે તમે મને એક્સીડેન્ટ ના સમાચાર પણ આપ્યા નહિ. આ તો મને ત્યાં સમાચાર મળ્યા એટલે ઉતાવળ થી હું અહીંયા આવી ગયો.