પતિ પત્નીનો ઝઘડો થયો એટલે પત્ની રીસામણે જતી રહી, 15 દિવસ પછી પતિ તેને તેડવા ગયો તો પત્નીએ એવું કહ્યું કે પતિ…

મયુરી ના લગ્ન થયાને આજે લગભગ 2 વર્ષ થઈ ચૂક્યા હતા. અને છ મહિના પછી ત્રીજું વર્ષ પણ પૂર્ણ થવાની તૈયારીમાં હતું. પરંતુ અચાનક જ તેને તેના પતિ સાથે કોઈ બાબતે ઝઘડો થઈ ગયો અને આ ઝઘડો ખુબ જ વધવા લાગ્યો. ઝઘડો એટલો બધો વધી ગયો કે તે તેના પતિથી નારાજ થઈને પિયર આવી ગઈ.

પિયર આવી ને તરત જ બધી વાત કરી, બધા લોકોને જાણ થતા સગા સંબંધી પણ ત્યાં પિયરમાં તેને મળવા માટે આવ્યા. અમુક ખોટા સગાસંબંધીઓએ અને અમુક તેના પિયર ના લોકોએ તેને કહ્યું તે જે કર્યું છે તે ખૂબ જ બરાબર કર્યું છે. અને મયુરી પણ નારાજ થઈને અહીં પિયરમાં રિસામણે આવી ચૂકી હતી.

થોડા દિવસો સુધી તેના પતિના ઘણા ફોન આવ્યા હતા પરંતુ તેને એક પણ ફોન ઉપાડ્યો નહી, લગભગ બે અઠવાડિયા પછી પતિ તેને સમજાવીને પાછી લઈ જવા માટે મયુરી ના પિયર આવ્યા હતા, પરંતુ મયુરી એ પાછી જવાની ચોખ્ખી ના પાડી દીધી. અને આવેલા પતિ નું પણ અપમાન કરી નાખ્યું.

થોડો સમય વીત્યા પછી લોકોની વાતોમાં આવીને મયુરી એ તેના પતિ ઉપર દહેજનો ખોટો કેસ કર્યો. કેસ કરવાને લીધે પતિની ધરપકડ કરવામાં આવી, પતિ સાથે પુછતાછ પણ કરવામાં આવી. કોર્ટ કચેરીના ધક્કા ઓ શરૂ થઈ ગયા. પરંતુ થોડા સમય પછી જ તેના પતિ છૂટી ગયા કારણકે કેસ પહેલેથી જ ખોટો હતો.

પતિ તેને લેવા માટે તેના ઘરે આવ્યા હતા, પરંતુ ઊલટાનું માથે કેસ કરીને મયુરી આવું પગલું હશે તેવું તેના પતિએ વિચાર્યું પણ નહોતું. ત્યાર પછી પતિએ છૂટાછેડા આપી દીધા, પિયરમાં અને અમુક સગાસંબંધીઓ પણ આ નિર્ણયથી રાજી થઈ રહ્યા હતા, મયુરી પણ શું થઈ રહ્યું છે એ વિચાર્યા વગર રાજી થઈ રહી હતી.

તેને તેના પતિથી આઝાદી મળી ગઈ હોય એમ માનીને તે ખૂબ જ ખુશ થઇ રહી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો. એક વર્ષ બે વર્ષ એમ મયુરી ના છૂટાછેડા થયા ને ચાર વર્ષ વીતી ગયા હતા.

તેના પતિએ તો છૂટાછેડાના છ મહિના પછી જ બીજા લગ્ન કરી લીધા હતા. પરંતુ ચાર વર્ષ પછી પણ મયુરી તેના પિયરમાં જ રહેતી હતી. વર્ષો પહેલા બનેલી ઘટનાઓ આજે તેને એક પછી એક સામે દેખાઈ રહી હતી.

ખૂબ જ વિચાર કર્યા પછી તેને નક્કી કર્યું કે હવે તે એક પત્ર તેની માતાને લખીને ઘર છોડીને જતી રહેશે. પત્રમાં લખ્યું હતું કે

મમ્મી,

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel