પતિ પત્ની હનીમૂનમાં ગયા અને મધદરિયે તોફાન આવતા જહાજ ડોલવા લાગ્યું એટલે બધા લોકો ડરી ગયા, થોડા સમય પછી એવું થયું કે...

છોકરો અને છોકરી બંને વિદેશમાં જ રહેતા હતા, એકબીજાને વર્ષોથી ઓળખતા હતા અને હવે તેઓ બંને લગ્ન કરવા માંગતા હતા. બંનેના પરિવાર ને પણ કોઈ વાંધો ન હોવાથી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

ભારત મૂળના હોવાથી તેઓએ લગ્ન માટેનું સ્થળ ભારત પસંદ કર્યું હતું. બંને પરિવારના બધા લોકો વર્ષોથી અમેરિકા રહેતા હોવા છતાં ભારત આવીને લગ્ન કરવામાં આવ્યા હતા.

લગ્ન થયા પછી તે બંને લોકો વર્લ્ડ ટૂર પર જવાના હતા, દેશ વિદેશમાં અનેક જગ્યાએ ફરીને લગભગ એક મહિના પછી તેઓ ફરી પાછા અમેરિકા પોતાના કામે લાગવાના હતા.

આ વર્લ્ડ ટૂરમાં એક દેશમાં તે બંને એક ખૂબ જ મોટા જહાજમાં મુસાફરી કરી રહ્યા હતા, અત્યંત વૈભવી જહાજ હોવાથી તે બંને લોકોને ખુબ મજા આવતી હતી. જહાજ દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ મધદરિયામાં મોટું તોફાન આવવા લાગ્યું.

તોફાનને કારણે જહાજ આમ-તેમ થવા લાગ્યું, જહાજમાં હાજર બધા લોકો ડરી ગયા હતા. તુફાન એટલું ભયંકર હતું કે જ્યારે જહાજના ઉપરના ભાગમાં પહોંચીને બહાર દરિયા નો નજારો જોયો ત્યારે દરિયા ના મોજા ની ઊંચાઈ જોઈને બધા લોકોને એમ થવા લાગ્યું કે જાણે આજે કોઈ નહીં બચે અને આ જહાજ તોફાન નો શિકાર થઇ જશે.

બધા લોકો ડરતા હતા પરંતુ આ પતિ-પત્ની માંથી પત્નીને અત્યંત ડર લાગતો હતો જ્યારે પતિ શાંતિથી જાણે કશું થયું જ ન હોય એ રીતે બેઠો હતો. અને તેની સામે પડેલું જમવાનું જમી રહ્યો હતો.

પત્ની આ બધું જોઈને વધારે ડરી ગઈ અને તરત જ તેના પતિને કહ્યું, તમને આ દરિયાના ઉંચા ઉંચા મોજા નથી દેખાઈ રહ્યા કે શું? અને જો દેખાઈ રહ્યા છે તો પછી તમને ડર કેમ નથી લાગી રહ્યો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પતિ પોતાની બ્રેડ ઉપર બટર લગાવતા લગાવતા પત્ની સામુ જોઈને હસવા લાગ્યો…

પત્ની ફરી પાછું પૂછ્યું અરે તમારું ચસકી ગયું છે કે શું? આવું બધું તોફાન આવી રહ્યું છે કોઈ પણ ક્ષણે આપણો જીવ ચાલ્યો જાય તેવી સ્થિતિ છે પરંતુ તમને જરા પણ ડર નથી લાગતો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પતિએ પત્નીની સામે જોયું, ફરી પાછું હસવા લાગ્યો ત્યાર પછી આજુબાજુમાં જોઈને જાણે કંઈ શોધતો હોય તેમ જોવા લાગ્યો. થોડે દુર પડેલું એક ચપ્પુ લઈને પત્ની પાસે ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પત્ની હજુ પણ ભય સાથે તેનો પતિ શું કરી રહ્યો છે તે સમજવાની કોશિશ કરી રહી હતી એવામાં તરત જ તેના પતિએ તે ચપ્પુ લઇને પત્નીથી એકદમ નજીક ગયો અને ચપ્પુ પણ એકદમ નજીક રાખ્યું. પછી પતિએ તેની પત્નીને પૂછ્યું કે તને ડર નથી લાગતો કે હું આ ચપ્પુથી તને નુકસાન પહોંચાડીશ?

ત્યારે પત્ની એ મિશ્ર પ્રતિભાવ સાથે કહ્યું અરે જો આ ચપ્પુ તમારા હાથમાં હોય તો મને ડર તો ના જ લાગે ને, દરિયાના મોજા થી તે ખૂબ જ ડરી રહી હતી પરંતુ સાથે સાથે પતિના સવાલ ને કારણે તેને થોડું હસવું પણ આવી રહ્યું હતું. પત્નીએ કહ્યું મને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે મને નુકસાન ન પહોંચાડી શકો…

પતિને જાણે જે જવાબ જોતો હતો તે મળી ગયો એટલે તેને તરત જ ચપ્પુ પત્ની થી નજીક રાખ્યું હતું તે લઈ લીધું અને ત્યાર પછી પત્નીને સહજતાથી કહ્યું બસ હું તને એ જ સમજાવવા માગું છું.

પત્નીને ફરી પાછી કંઈ ગતાગમ ન પડી એટલે ફરી પાછું પૂછ્યું કે તમે આખરે શું કહેવા માંગો છો? ત્યારે પતિએ જવાબ આપતા કહ્યું કે તને જેમ મારી ઉપર વિશ્વાસ છે એવી જ રીતે મને આપણા ભગવાન ઉપર વિશ્વાસ છે. આ તોફાન ભલે ગમે તેટલું મોટું હોય પરંતુ અંતે મને ભગવાન ઉપર વિશ્વાસ છે કે એ આપણને કંઈ જ નહીં થવા દે.

અને થોડા જ સમય પછી તોફાન ધીમે ધીમે નબળું પડવા લાગ્યું અને ફરી પાછું જહાજ તેની સામાન્ય રીતે ચાલવા લાગ્યું. પતિનો ભગવાન ઉપરનો ભરોસો જોઈને પત્ની પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી કે ભગવાન ઉપર જો આવો વિશ્વાસ દરેક લોકો કરવા લાગે તો કોઈપણ મુશ્કેલી નો સામનો કરવો આસાન થઈ જાય છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team