છોકરો અને છોકરી બંને વિદેશમાં જ રહેતા હતા, એકબીજાને વર્ષોથી ઓળખતા હતા અને હવે તેઓ બંને લગ્ન કરવા માંગતા હતા. બંનેના પરિવાર ને પણ કોઈ વાંધો ન હોવાથી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
ભારત મૂળના હોવાથી તેઓએ લગ્ન માટેનું સ્થળ ભારત પસંદ કર્યું હતું. બંને પરિવારના બધા લોકો વર્ષોથી અમેરિકા રહેતા હોવા છતાં ભારત આવીને લગ્ન કરવામાં આવ્યા હતા.
લગ્ન થયા પછી તે બંને લોકો વર્લ્ડ ટૂર પર જવાના હતા, દેશ વિદેશમાં અનેક જગ્યાએ ફરીને લગભગ એક મહિના પછી તેઓ ફરી પાછા અમેરિકા પોતાના કામે લાગવાના હતા.
આ વર્લ્ડ ટૂરમાં એક દેશમાં તે બંને એક ખૂબ જ મોટા જહાજમાં મુસાફરી કરી રહ્યા હતા, અત્યંત વૈભવી જહાજ હોવાથી તે બંને લોકોને ખુબ મજા આવતી હતી. જહાજ દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ મધદરિયામાં મોટું તોફાન આવવા લાગ્યું.
તોફાનને કારણે જહાજ આમ-તેમ થવા લાગ્યું, જહાજમાં હાજર બધા લોકો ડરી ગયા હતા. તુફાન એટલું ભયંકર હતું કે જ્યારે જહાજના ઉપરના ભાગમાં પહોંચીને બહાર દરિયા નો નજારો જોયો ત્યારે દરિયા ના મોજા ની ઊંચાઈ જોઈને બધા લોકોને એમ થવા લાગ્યું કે જાણે આજે કોઈ નહીં બચે અને આ જહાજ તોફાન નો શિકાર થઇ જશે.
બધા લોકો ડરતા હતા પરંતુ આ પતિ-પત્ની માંથી પત્નીને અત્યંત ડર લાગતો હતો જ્યારે પતિ શાંતિથી જાણે કશું થયું જ ન હોય એ રીતે બેઠો હતો. અને તેની સામે પડેલું જમવાનું જમી રહ્યો હતો.
પત્ની આ બધું જોઈને વધારે ડરી ગઈ અને તરત જ તેના પતિને કહ્યું, તમને આ દરિયાના ઉંચા ઉંચા મોજા નથી દેખાઈ રહ્યા કે શું? અને જો દેખાઈ રહ્યા છે તો પછી તમને ડર કેમ નથી લાગી રહ્યો?
પતિ પોતાની બ્રેડ ઉપર બટર લગાવતા લગાવતા પત્ની સામુ જોઈને હસવા લાગ્યો…