શરદભાઈ ના લગ્ન એક બહુ જ ખુબસુરત કન્યા શારદા સાથે થયા હતા બંને નું લગ્ન જીવન ખુબ સરસ રીતે પસાર થઇ રહ્યું હતું શરદભાઈ હંમેશા તેની પત્ની ના ખુબસુરતી ના વખાણ કરતા અને શારદા સાંભળી ને ખુશ થઇ જતી પરંતુ કુદરત ને આ બધું મંજુર ના હોય તેમ શારદા ને લગ્ન ના બે વર્ષ માં જ ચામડી નો રોગ થયો
અને ધીરે ધીરે તે ખુબસુરત માંથી બદસુરત થવા લાગી અને તેને મન માં અને મન માં ડર લાગવા લાગ્યો કે હવે તેનો પતિ તેનાથી નારાજ થઇ ને નફરત કરવા લાગશે તો હું કેમ જીવન વીતાવીશ અને સહન પણ નહિ કરી શકું
એવા માં એક દિવસ શરદભાઈ ને ધંધા ના કામે બહાર ગામ જવાનું થયું અને કામ પતાવી ને પાછા પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે તેનો અકસ્માત થયો અને શરીર માં અનેક જગ્યા એ વાગવાની સાથે તેની બંને આંખો પણ છીનવાઈ ગઈ થોડા સમય માં તેની તબિયત સારી થઇ ગઈ
પણ બંને આખો ગુમાવવા છતાં બંને ની એકબીજા પ્રત્યે ની લાગણી થી જીવન ની ગાડી પહેલા ની જેમ ચાલવા લાગી અને સમય જતા શારદા ની ખુબસુરતી ચાલી ગઈ અને તો પણ બંને ના જીવન માં ખાશ કઈ ફરક પડ્યો નહિ કારણ કે શરદ ભાઈ ની બંને આંખો ચાલી ગઈ હતી
જેથી તે કઈ જોઈ શકતા નહોતા અને એક બીજા પ્રત્યે ની લાગણી જળવાઈ રહી હતી એકાદ વર્ષ પછી શારદા ને ગંભીર બીમારી લાગી અને થોડા સમય માંજ તેનું અવસાન થયું અને શરદભાઈ ઘર માં એકલા થઇ ગયા અને બહુજ દુઃખી રહેતા હતા