એક કોલેજમાં હેપ્પી મેરિડ લાઈફ ઉપર એક કાર્યક્રમ થઈ રહ્યો હતો. જેમાં ઘણા પરિણિત યુગલ ભાગ લઇ રહ્યા હતા.
થોડા સમય પછી પ્રોફેસર જ્યારે સ્ટેજ પર આવે છે ત્યારે તેનું ધ્યાન પ્રેક્ષકો તરફ જાય છે અને તેઓ નોટિસ કરે છે કે ત્યાં બેઠેલા ઘણા લોકો પતિ પત્ની ના જોક્સ પર અથવા પછી લગ્નના જોક્સ પર હસી રહ્યા હતા.
આ જોઈને પ્રોફેસરે કહ્યું ચાલો પેલા એક ગેમ રમીએ છીએ. ત્યાર પછી આપણા વિષય પર આપણે વાત કરીશું. બધા લોકો ખુશ થઈ ગયા કે અરે વાહ ગેમ, કઈ ગેમ?
પ્રોફેસરે એક પરિણીત સ્ત્રીને ઊભી કરી અને કહ્યું કે તું આ બ્લેક બોર્ડ ઉપર 25થી 30 લોકોના નામ લખ જે તને ખૂબ જ વહાલા હોય. પેલી સ્ત્રી વિચારવા લાગે થોડો વિચાર કર્યા પછી એક પછી એક નામ લખવા લાગી.
સૌ પ્રથમ તો તેણે પોતાના પરિવારના લોકોના નામ લખ્યા પછી પોતાના સગા સંબંધી, મિત્રો, આજુબાજુના પડોશીઓ અને તે જ્યાં નોકરી કરી રહી હતી તેના સહકર્મીઓ ના નામ પણ લખી નાખ્યા.
હવે પ્રોફેસરે તેને કહ્યું કે આમાંથી તું પાંચ એવા નામ કાઢી નાખ જે તને ઓછા પસંદ હોય.
સ્ત્રીએ તેના સહકર્મીઓ ના નામ કાઢી નાખ્યા. તેને કાઢ્યા કે તરત જ પ્રોફેસરે કહ્યું કે હજુ બીજા પાંચ નામ પણ કાઢી નાખ. એટલે સ્ત્રીએ થોડું વિચાર્યું અને પછી પોતાના પાડોશીના નામ કાઢી નાખ્યા.
હવે પ્રોફેસરે તેની સામે જોઈ ને ફરી પાછું કહ્યું કે હજુ આ યાદીમાંથી બીજા 10 નામ કાઢી નાખ. સ્ત્રીએ થોડું ફરી પાછું વિચાર્યું અને પોતાના સગા સંબંધીના નામ કાઢી નાખ્યા હજુ દસ માં થોડા બાકી હતા એટલે તેના મિત્રોના નામ પણ યાદીમાંથી કાઢી નાખ્યા.
ધીમે ધીમે કરીને ઘણા બધા નામ તે યાદીમાંથી કાઢી નાખ્યા એટલે હવે બોર્ડ પર માત્ર ચાર નામ જ બચ્યા હતા. એનામાં તે સ્ત્રીના મમ્મી પપ્પા, તેના પતિ અને બાળકનું નામ હતું.
હવે પ્રોફેસરે ફરી પાછું તે સ્ત્રીને કહ્યું કે આમાંથી પણ બીજા બે નામ હટાવી દો.
બધા જ એકદમ અંગત નામ હોવાથી સ્વાભાવિક છે કે કોઈ પણ સ્ત્રી અસમંજસમાં પડી જાય એ જ રીતે તે સ્ત્રી પણ અસમંજસમાં પડી ગઇ કે હવે શું કરવું. તે વિચારવા લાગે ઘણું વિચાર્યું પછી દુઃખી થતાં થતાં તેણે પોતાના મમ્મી પપ્પા નું નામ બોર્ડ માંથી ભૂંસી નાખ્યું.
જે હોલમાં પહેલા મજાક નો માહોલ હતો. એ બધા લોકો આવે સ્તબ્ધ થઈ ચૂક્યા હતા. અને જાણે ટાંકણી પડે તો પણ અવાજ આવે એટલે શાંતિ રૂમમાં પ્રસરી ગઇ હતી.
કારણકે ત્યાં હાજર બધા લોકો જાણતા હતા કે આ પ્રોફેસર ગેમ તો પેલી સ્ત્રી પાસે જમાવી રહ્યા છે પરંતુ આ બધુ માત્ર એ સ્ત્રી જ નહીં પરંતુ દરેક લોકોના મગજમાં પણ ચાલી રહ્યું હતું.