લગ્નજીવનમાં ઝઘડા થતા હોય તો 3 મિનિટનો સમય કાઢીને આ અચૂક વાંચી લેજો… પરિણીત લોકો ખાસ આ સ્ટોરી વાંચવાનું ચૂકતા નહીં

આ સ્ટોરી દરેક લોકોએ વાંચવા જેવી છે, અને ખાસ કરીને પરિણીત કપલ એ આ સ્ટોરી અચૂક વાંચવી અને જીવનમાં પણ ઉતારવા જેવી છે.

બે પરિવારની આ સ્ટોરી છે, બન્ને પરિવાર એકબીજાની પાડોશમાં રહેતો હતો. પરંતુ બન્ને પરિવાર એકબીજાથી એકદમ અલગ હતા કારણ કે બંને પરીવારના માહોલ એકબીજાથી એકદમ જુદા હતા.

એક પરિવાર કાયમ ઝઘડા કરતો રહેતો હતો જ્યારે બીજા પરિવારમાં માહોલ એકદમ શાંતિપૂર્ણ અને મૈત્રી ભર્યો રહેતો.

ઝઘડાળુ પરિવાર ની પત્ની ને શાંત પડોશી પરિવારની ખૂબ જ ઇર્ષા થતી, એક દિવસ આજે ઈર્ષા મહેસુસ કરતી વખતે તેણે પોતાના પતિને કહ્યું કે આપણા પડોશી પાસે તમે જાઓ અને તમે ત્યાં જઈને જુઓ કે એ લોકો શાંતિપૂર્ણ અને મૈત્રી ભાવથી રહેવા માટે શું એવું કરે છે કે તેઓના ઘરમાં ક્યારેય ઝઘડા થતા નથી!

પત્નીની વાત સાંભળી અને પતિ એ જાણવા માટે પાડોશીના ઘરમાં ગયો અને ઘરમાં છુપાઈને ચૂપચાપ જોવા લાગ્યો.

પતિએ જોયું કે એક સ્ત્રી ત્યાં હોલમાં પોતું કરી રહી હતી, અને અચાનક જ રસોડામાંથી કંઈક અવાજ આવ્યો એટલે તે સ્ત્રી ત્યાંથી ઊભી થઈને રસોડામાં ગઈ.

એવામાં તેનો પતિ બાથરૂમમાંથી બહાર નીકળીને રૂમ તરફ જવા લાગ્યો, અને તેનું ધ્યાન રૂમના દરવાજા તરફ હોવાથી નીચે શું પડ્યું છે તેની તરફ તેનું ધ્યાન નહોતું અને પોતું કરવા માટે રાખેલી ડોલ ત્યાં જ પડી હતી, જેમાંથી પતિના પગની ઠોકર તોડને લાગતાં ડોલમાંથી બધું પાણી હોલમાં ઢોળાઈ ગયું.

અવાજ આવ્યો એટલે તરત જ તેને નીચે જોયું ત્યારે ખબર પડી કે ડોલમાંથી બધું પાણી હોલમાં ઢોળાઈ ગયું છે, એવામાં તેની પત્ની પણ રસોડામાંથી બહાર આવી અને પતિને કહ્યું અરે આઈ એમ વેરી સોરી, મારી ભૂલ થઈ ગઈ કે ભૂલથી રસ્તામાં જ બોલને રાખી દીધી, તમને કશું વાગ્યું નથી ને?

પતિએ સામે જવાબ આપતા કહ્યું, અરે પ્રિયા, ભૂલ તારી નહીં પરંતુ હકીકતમાં મારી ભૂલ છે કારણકે હું નીચે જોયા વગર જ રૂમમાં જતો રહ્યો એવામાં જ મારી પગની ઠોકર પાણીની ડોલને લાગી ગઈ. અને હા મને ક્યાંય પણ કશું વાગ્યું નથી. તું નિશ્ચિંત થઈ જા.

પતિ-પત્ની બંને પોતાની વાત કહી રહ્યા હતા અંતે પતિએ કહ્યું કે ઇટ્સ ઓકે કંઈ વાંધો નહીં, ચાલો ફટાફટ મને નાસ્તો કાઢી આપ પછી મારે ઓફીસ પણ સમયસર પહોંચવાનું છે.