પારસ અને ભક્તિ નાનપણથી સ્કૂલમાં સાથે ભણતા, સ્કૂલ પણ ખુબ જ હાઈ ફાઈ હતી. પરંતુ સામે બંને ના પરિવાર પણ આર્થિક રીતે ખૂબ સુખી હતા. તેઓ ધીમે ધીમે મોટા થતા ગયા અને સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ બંને વચ્ચે મિત્રતા તો હતી.
કોલેજમાં આવી ગયા પછી બંનેને એકબીજા પ્રત્યે ફીલિંગ પણ થવા લાગી, પારસ ન આવ્યો હોય તો ભક્તિ નો ફોન પારસમાં આવે જ કે આજે તું કેમ નથી આવ્યો? એથી ઊલટું જ્યારે ભક્તિ ન આવી હોય ત્યારે પારસ પણ તેને ફોન કરીને કારણ અચૂક પૂછતો.
કોલેજમાં સાથે જ ભણતા હોવાથી જ્યારે પણ રિસેસ પડે અથવા કોઈ લેક્ચર ન હોય ત્યારે બંને સાથે જ રહેતા અથવા કેન્ટીનમાં નાસ્તો પણ સાથે કરતા. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ વધતો ગયો અને એકબીજા બંને લોકો એકબીજાથી ખુશ હતા.
થોડા સમય પછી કોલેજ માંથી બહાર નીકળી રહ્યા હતા એવામાં અચાનક ભક્તિ બેભાન થઈ ગઈ, બાજુમાં ઘણા વિદ્યાર્થીઓ હતા પારસ પણ હતો. બધા લોકોએ મદદ કરીને તરત જ હોસ્પિટલમાં ભક્તિ ને લઈ ગયા.
હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેનો રિપોર્ટ કરવામાં આવ્યો રિપોર્ટ આવ્યા પછી રિપોર્ટ વાંચીને પારસને ખૂબ આઘાત લાગ્યો, ભક્તિને કેન્સર હતું, તેની જે પણ કંઈ દવા કરવી પડે તે કરવા માટે ડોક્ટર ને સૂચના આપવામાં આવી.
પરંતુ જ્યારે ખબર પડી ત્યારે ખૂબ મોડું થઇ ગયું હતું, તેમ છતાં ભક્તિને બચાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તેને બચાવી નથી શકાતી અને થોડા મહિનાની કેન્સર સામેની લડત પછી ભક્તિ આ દુનિયા છોડીને ચાલી જાય છે.
પારસથી આ આઘાત જરા પણ સહન નથી થતો. તે કાયમ ભગવાનને પ્રાર્થના કરે ત્યારે એક જ વસ્તુ પૂછતો રહેતો કે તમે શું કામ ભક્તિને આટલી જલદી તમારી પાસે બોલાવી લીધી? મનોમન ભક્તિ ને યાદ કરી ને આખો દિવસ રડ્યા કરતો.
તેને કોલેજ જવાનું પણ છોડી દીધું, અને આખો દિવસ બસ પોતાની જાતને પોતાના રૂમમાં બંધ કરી ને બેસી રહેતો અને તેઓએ કોલેજમાં કેન્ટીનમાં વગેરે જગ્યાએ પાડેલી સેલ્ફી ફોનમાં જોયા કરતો. અને આખો દિવસ બસ પારસ રડ્યા કરતો.
પારસ ના માતા પિતા પણ આ વાતને લઈને ખુબ ચિંતિત રહેતા કે તેનો દીકરો આખરે આ આઘાતમાંથી ક્યારે બહાર આવશે? તેને સમજાવવા માટે તેના મિત્રોને પણ બોલાવતા પરંતુ તેના મિત્રોના સમજાવ્યા પછી પણ પારસ કશું સમજતો નહીં અને બસ આખો દિવસ ભક્તિ ને યાદ કરીને રડ્યા કરતો.