મહેલ ના ગુલાબ ને બે દિવસ પાણી ના પીવડાવો તો મુરઝાઈ જાય અને જંગલ ના ગુલાબ તો આપમેળે જ ઉગી નીકળે છે રાજા અકબર ને પણ આશ્ચર્ય થયું કે મારા પાન માં થોડો ચૂનો વધારે થઇ જતા મને માઓઢુ આવી ગયું અને આ છોકરા ને વાટકો ભરી ને ચૂનો ખવડાવ્યો તો પણ કશું થયું નહિ.
ત્યારે બીરબલે વાત નો ફોડ પડતા કહ્યું કે મને ખબર જ હતી કે તમે આ છોકરા ને ચૂનો ખવડાવશો જેથી અહીંયા આવતા પહેલા મેં તેને એક લોટો ભરી અને ઘી પીવડાવી દીધું હતું જેથી કરીને છોકરાને કોઈ જાત ની તકલીફ થાય નહિ કારણ કે તમે તો બધી જાત ની દવા કરાવી શકો છો.
પણ આ ગરીબ માણસ ના છોકરાને તેની જિંદગી બગડી જાય તેવી તકલીફ થઇ પડે અને ફરી એકવાર બીરબલ અકબર દ્વારા પીઠ થાબડી અને શાબાશી આપવામાં આવી અને કહ્યું કે તમારા જેવા મંત્રી ના હિસાબે આજે હું પ્રજા ના અહિત નું કામ કરતો નથી.
અને આવું કઈ થતું હોય તો પણ તમે મને કહ્યા વિના જ વાત ને સુધારી લો છો, બીરબલ તમારી જય હો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.