પહેલા ભાઈએ કહ્યું મારે એક પૌત્રી છે તેના લગ્ન કરવાના છે પરંતુ હા તેની એક શરત છે. શરત સાંભળીને બીજા ભાઈ ના આંખમાંથી…

એક સુમસાન રસ્તો હતો. ઘણા સમયથી ત્યાં કોઈની અવરજવર રહેતી નહીં, તેમ છતાં ત્યાં એક બસ સ્ટેન્ડ હતું જ્યાં દરરોજ બે બસ આવતી જે ગામડે થી શહેર અને શહેરથી ગામડે એવી રીતે લઈ જતી.

એવામાં બે ઘરડા માણસ થી બસ સ્ટેન્ડ પર ઉભા ઉભા કંઈક ચર્ચા કરી રહ્યા હતા, અને થોડા સમય પછી તેમાંથી એક માણસે ખબર નહીં કેમ પરંતુ મોટે મોટેથી બોલવાનું ચાલુ કરી દીધું.

ચાલો જાણીએ તે બંને શું વાત કરી રહ્યા હતા,

એક ભાઈએ કહ્યું કે મારૅ એક પૌત્રી છે, જેની ઉંમર હવે લગ્ન કરવા લાયક થઇ ગઇ છે. એન્જિનિયરિંગ હમણાં જ પૂરું કર્યું છે, નોકરી પણ કરે છે, અને દેખાવમાં પણ સુંદર છે. તેની હાઈટ લગભગ 5”2 જેટલી હશે. જો તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો જણાવજો.

એટલે બીજા ભાઈએ તેને જવાબ આપતા કહ્યું કે તમારી પૌત્રીને કેવો છોકરો પસંદ છે? તેને કેવા પરિવારમાં રહેવાની ઈચ્છા છે?

પહેલા ભાઈએ કહ્યું બસ કંઇ ખાસ નહીં પરંતુ છોકરાએ એન્જિનિયરિંગમાં માસ્ટર પૂરું કરેલું હોવું જોઈએ, છોકરા પાસે પોતાનું ઘર, પોતાની ગાડી અને ઘરમાં ગાર્ડન, એસી વગેરે હોવું જોઈએ. તેની સારી નોકરી, સારો પગાર કમાતો હોવો જોઈએ.

આ સાંભળીને બીજા માણસને જરા નવાઈ લાગી તેમ છતાં તેને પૂછ્યું કે પગાર તેનો કેટલો હોવો જોઈએ?

પહેલા ભાઈ જવાબ આપતા કહ્યું કે ઓછામાં ઓછો એક લાખ રૂપિયા પગાર હોય તેવો છોકરો જોઈએ છે.

બીજા ભાઈએ કહ્યું કે બસ આટલું જ કે હજુ કોઈ શરત છે?

એટલે પેલા ભાઇએ તરત જ કહ્યું હા અને સૌથી જરૂરી વાત છોકરો એકલો રહેતો હોવો જોઈએ, તેના માતા-પિતા, ભાઈ બહેન હોવા જોઇએ નહીં. એમાં શું છે ને કે સાથે રહેતા હોય ત્યાં ખૂબ જ ઝઘડા થતા હોય છે.

બીજા ભાઈની આંખો આ વાત સાંભળીને જરા ભીની થઈ ગઈ, ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આંખને લૂછી ને તે ફરી પાછું બોલ્યા મારા એક મિત્રનો પૌત્ર છે જેને ભાઈ બહેન નથી, તેના માતા-પિતા પણ એક દુર્ઘટનામાં આ દુનિયા છોડી ચૂક્યા છે, તેની નોકરી સારી છે, લગભગ દોઢ લાખ રૂપિયા જેટલો તેનો પગાર પણ છે, તે આલીશાન બંગલામાં રહે છે તેની પાસે ગાડી અને નોકર ચાકર વગેરે બધું જ છે.

પહેલા ભાઈ ની આંખમાં આ બધું સાંભળીને તરત જ ચમક આવી ગઈ, તરત જ તેને કહ્યું તો પછી સંબંધ પાકો કરાવી આપો.

બીજા ભાઈએ કહ્યું કે પરંતુ એ છોકરાની પણ એ જ સરસ છે કે છોકરીના પણ માતા-પિતા, ભાઈ બહેન અથવા કોઈ સગા સંબંધી ન હોય.આટલું કહેતાં કહેતાં જ જાણે તેના ગળે ડૂમો ભરાઈ ગયો.

ગળુ ચોખ્ખું કરીને ફરી પાછા બોલ્યા જો તમારો આખો પરિવાર આત્મહત્યા કરી લે તો વાત પાકી થઈ શકે છે. તમારી પૌત્રીના લગ્ન ત્યાં થઇ જશે અને તે ખૂબ જ સુખી રહેશે… અને

હજી તો કંઈ વધુ કહેવા જાય ત્યાં પહેલા માણસે તેની વાત કાપતા કહ્યું કે અરે શું તમે બક્વાસ કરો છો. અમારો પરિવાર શું કામ કરે આત્મહત્યા? આવતીકાલે લગ્ન પછી તેના સુખ દુઃખમાં તેની સાથે બાજુમાં પડખે કોણ ઊભું રહેશે?

એટલે બીજા માણસ તરત જ તેને જવાબ આપતા કહ્યું અરે વાહ મિત્ર, પોતાનો પરિવાર એ પરિવાર છે અને બીજા નો પરિવાર કંઈ જ નથી? મિત્ર, તારા પૌત્રોને અને પૌત્રીને પરિવારનું મહત્વ સમજાવો, ઘરના મોટા વડીલ, ઘરના નાના છોકરાઓ દરેક લોકો આપણા માટે કેટલા જરૂરી હોય છે. આ બધું નહીં હોય તો માણસ સુખ અને દુઃખ એટલે કે ખુશી અને ગમ નો મહત્વ જ ભૂલી જશે. અને બધાની જીંદગી નિરસ બની જશે.

પહેલા માણસથી શરમને કારણે કશું બોલી શકાયું નહીં.

જો મિત્રો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો શેર કરજો અને તમારા દરેક ગ્રુપમાં આ સ્ટોરી ને શેર કરી શકો છો. તેમજ કમેન્ટમાં પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

error: Content is Protected!