પાડોશીએ કાર ખરીદી એટલે પત્નીએ પતિને કહ્યું ગામડે જમીન વેંચીને આપણે પણ એક કાર લઈએ, જમીન વેચવા ગામડે ગયા તો ત્યાં જઈને પત્ની…

સિદ્ધાર્થ ઓફિસેથી થાકી ને સાંજે ઘરે આવ્યો ત્યાં તો તેની પત્ની તેની પાસે આવી અને ચા કે પાણી નું પૂછ્યા પહેલા બોલી કે બાજુ વાળા રાવલભાઈ એ નવી નકોર મોટર લીધી, પુરા 17 લાખ ની અને એ પણ રોકડા રૂપિયાથી…

સિદ્ધાર્થ કઈ બોલ્યો નહિ. જેથી તેની પત્ની ની ધીરજ ખૂટી ગઈ, અને બોલી કે આપણે પણ એક મોટર લઇ લઈએ. તમે સ્કૂટર માં ઓફિસે જાવ છો તે હવે સારું નો લાગે તમારા કંપની ના બધા કર્મચારી મોટર લઇ ને આવે છે. અને તમે સ્કૂટર માં જાવ છો. એ મને સારું નથી લાગતું.

સિદ્ધાર્થે જવાબ માં કહ્યું કે ઘર ના હપ્તા છોકરાવ ના ભણવાના ખર્ચ પછી આપણી પાસે એટલી બચત નથી રહેતી કે આપણે મોટર લઈએ અને આગળ પણ આ ખર્ચ વધવાનો છે. સિદ્ધાર્થે શાંતિથી જવાબ આપ્યો…

બીજા લોકો પણ કમાઈ છે… બધા લોકો પોતાના શોખ પુરા કરે છે. તમારા થી પણ ઓછા પગાર વાળા કર્મચારી પણ મોટર લઇ ને હરે ફરે છે. તમે કૌન જાણે ક્યાં રૂપિયા ફેંકી ને આવો છો, કઈ ખબર પડતી નથી. આવું બોલતા પત્ની ગુસ્સે થઇ ગઈ.

ત્યારે સિદ્ધાર્થે કહ્યું કે મારો પગાર આવે તે બધા રૂપિયા તારા હાથ માં જ આપી દઉં છું, મારા ખીચાખર્ચી ના રૂપિયા પણ હું તારી પાસે થી જ માંગુ છું. ને હવે તને ખબર રૂપિયા ક્યાં વપરાઈ છે. આ સાંભળી ને સિદ્ધાર્થ ની પત્ની નો ગુસ્સો સાતમે આસમાને ગયો અને કહ્યું કે હું કઈ નો જાણું તમે ગામડામાં આપણા ભાગ ની જમીન વહેંચી દો, આ તો આપણી મોજમજા કરવા ની ઉમર છે. આપણે પણ જિંદગી માણવી જોઈએ.

મરી ગયા પછી એ જમીન શુ સાથે લઇ ને જઈશું અને મારુ ક્યાંક તો માનો આપણે કાલે જ ગામડે જઈ ને જમીનનો સોદો કરી આવીએ આમ કહીને તેનો નિર્ણય સંભળાવી દીધો. અને સિદ્ધાર્થ પાસે બીજો કોઈ રસ્તો હતો નહિ એટલે હા પડતા કહ્યું કે તું કાલે મારી સાથે ગામડે આવીશને?

પત્ની એ તરત જ હા પાડી દીધી, પત્ની એ તો આખી શેરીમાં જાહેરાત કરી દીધી કે સિદ્ધાર્થભાઈ થોડા દિવસ માં મોટર લેવાના છે. સવારે સિદ્ધાર્થ અને તેની પત્ની ગામડે પહોંચી ગયા. ગામડા માં ભાઈ નો પરિવાર રહેતો હતો. જેના છોકરાઓ કાકા આવ્યા તે જોઈ ને એકદમ રાજી થઇ ગયા. અને કહ્યું કે કાકા તમે અહીંયા ખેતર માં જ રહો મમ્મી હમણાં જ અહીંયા આવશે થોડી વાર માં.

સિદ્ધાર્થ ના ભાભી આવ્યા અને બંને ને ચા પાણી પીવડાવ્યા અને કહ્યું કે હવે આપણે ઘરે જઈએ, ઘણા વર્ષ પછી ગામડે આવ્યો હતો. જ્યાં નળીયા વાળું ઘર હતું. અને તેમાં પણ ઘર નો એક ભાગ બેસી ગયો હતો, ઘર ના ફળીયા માં બે ગાય બાંધી હતી. અને ઘર ની પાછળ ના ભાગ માં બગીચો અને થોડા ભાગ માં શાક ભાજી ઉગાડ્યા હતા.

સિદ્ધાર્થ ની પત્ની ને આ વાતાવરણ માં મજા આવી ગઈ. ભાભી એ કહ્યું કે ચાલો અંદર બેસી એ પણ તે બોલી કે ભાભી અહીંયા જ બેસો, બહુ મજા આવે છે. ફળીયા માં રાખેલ ખાટલા ઉપર જ બેસી રહી. સિદ્ધાર્થ ના મોટા ભાઈ કથાકાર હતા, અને એ સમયે તેની ગામ માં કથા ચાલી રહી હતી.

સિદ્ધાર્થ નો એક ભત્રીજો દોડી ને બોલાવવા ગયો અને કથા કરી રહેલા તેના પિતાજીને કાન માં કહ્યું કે કાકા ઘરે આવ્યા છે, એ સમયે કથા માં પણ ભરત મિલાપ નો પ્રસંગ ચાલી રહ્યો હતો. અને નાનોભાઈ આવ્યો છે તે સમાચાર સાંભળતા જ કથા કરી રહેલા મોટાભાઈ ની આંખ માંથી આંસુ નીકળવા માંડ્યા. અને ગળામાં ડૂમો ભરાઈ ગયો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel