રાજાએ કહ્યું, જોઈ લે, ૧૦૦૦ ચાંદીના સિક્કાઓમાં તારી પેઢી તરી શકે છે. માણસ એ કહયું મેં તો આજ સુધી રાજાઓની સંપત્તિમાંથી કોઈને કરતા નથી જોયા. પરંતુ મહાપુરુષો ના આશીર્વાદથી લોકોને તરતા જરૂર જોયા છે.
રાજા હસવા લાગ્યા અને કહ્યું તારી વાત મા તો દમ છે, હશે તારી મરજી. તુ જ ભેટ કરી લે. હવે રાજા તો એ બગીચામાં જતા રહ્યા જ્યાં મહાત્મા બુદ્ધ રહી રહ્યા હતા. અને ટૂંક સમયમાં જ મહાત્મા બુદ્ધના કાન સુધી પણ આ ચર્ચા પહોંચી ગઈ કે આજે કોઇ ગરીબ તેના ચરણોમાં કમળનું ફૂલ લઈને આવી રહ્યો છે. જે ફૂલ ની કિંમત તો ઘણી લાગી પરંતુ તેણે કોઈને આપ્યું નહીં.
જેવો ભરત ફૂલ લઈને મહાત્મા બુદ્ધ પાસે પહોંચ્યો તો તેના શિષ્યોએ કહ્યું કે ભરત આવી ગયો છે, લોકો સામેથી દૂર હટી ગયા.
મહાત્મા બુદ્ધે તેની સામે ખૂબ જ પ્રેમથી જોયું, ભરત જેવો ફૂલ લઈને મહાત્મા બુદ્ધ સુધી પહોંચ્યો કે તરત જ તેની આંખોમાં આંસુ આવી ગયા. પહેલેથી જ કમળ માં પાણીના ટીપાં પડ્યા હતા એવામાં તેના આંસુ સ્વરૂપે બીજા ટીપા પણ કમળ ઉપર વરસી ગયા. રડતા રડતા તેણે કહ્યું બધા લોકોએ તમને ખૂબ જ કીમતી વસ્તુઓ તમારા ચરણોમાં ભેટ ધરી હશે, પરંતુ આ ગરીબ પાસે આ કમળનું ફૂલ અને મારી જિંદગીમાં જેટલા પાપ કર્યા છે તે પાપ આજે અશ્રુ સ્વરૂપે આંખમાં પડ્યા છે. તેને આજે તમારા ચરણોમાં ચઢાવવામાં આવ્યો છું., મારા આ ફૂલની સાથે મારા અશ્રુઓ નો પણ સ્વીકાર કરો. આટલું કહીને તેણે મહાત્મા બુદ્ધ ના ચરણોમાં ફુલ રાખી દીધું અને ઘુટણ ના ટેકે બેસી ગયો.
મહાત્મા બુદ્ધે તેના એક શિષ્યને બોલાવ્યો અને કહ્યું તું આ બધું જોઈ રહ્યો છે ને. હજારો વર્ષમાં પણ કોઈ રાજા આટલું પુણ્ય નથી કમાઈ શક્યો જેટલું આ ગરીબ ભરતે આજે એક પળમાં જ કમાઈ લીધું. આનુ પુણ્ય શ્રેષ્ઠ થઈ ગયું. આજે બધા રાજાઓ ના મુગટ હારી ગયા અને ગરીબ નું ફુલ જીતી ગયું. આને માત્ર ફૂલ ના સમજતા, આ ફૂલમાં શ્રદ્ધાઓ નો ખજાનો છુપાયેલો પડ્યો છે.
મહાત્મા ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે જો તમે કોઈ બીજા માટે દિવો પ્રગટાવ્યો હતો તે દિવસ તમારા રસ્તાને પણ પ્રકાશિત કરશે. સત્યના રસ્તા ઉપર માણસ માત્ર બે જ ભૂલ કરી શકે છે એક તો આખો સફર ન પૂરો કરવાની અને બીજી કે આ સફરની શરૂઆત જ નહીં કરવાની.
આ પ્રેરણાદાયક પ્રસંગ ગમ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં પ્રતિભાવ પણ આપજો.