નિવૃત્ત માણસનું રસ્તે જઈ રહેલા અજાણ્યા ગરીબ છોકરા પ્રત્યે દયાળુ વર્તન વાંચીને તમારી આંખમાં આંસુ આવી જશે

અશોકભાઈ એ ખુબ જ કરકસર ભર્યું જીવન જીવ્યા હતા. અને તેના દીકરા ને ભણાવ્યો હતો. અને પરિણામે આજે તેનો દીકરો અમેરિકા માં એક મોટી કંપની માં નોકરી કરે છે. અને લખો રૂપિયા નો પગાર પણ મળે છે.

તેનો દીકરો દર મહિને તેને જે ખર્ચ થાય તે સિવાય ની વધેલી રકમ અશોકભાઈ ને મોકલી આપતો. અને કહેતો કે તમારે જેમ વાપરવા હોય, તેમ વાપરજો, કારણ કે આખી જિંદગી કરકસર માં કાઢી છે. તો હવે આનંદ કરો. અને ખુશ રહો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ અશોકભાઈ એવું વિચારતા કે આખી જુવાની રૂપિયા અને મોજ શોખ વિના જ ચાલી ગઈ. અને હવે શું રૂપિયા વાપરી ને આનંદ કરવો તેના બદલે સાદાઈ થી અને મસ્તી થી રહેવું પણ રૂપિયા નો બગાડ કરીને નહિ.

પોતે જયારે બહાર જાય ત્યારે ખિસ્સા માં રૂપિયા સાથે રાખે, અને કોઈ જરૂરત વાળા મળે તો તેને સહાય કરે એક વખત અશોકભાઈ ઉનાળા ના બપોર ના સમયે ચાલતા ચાલતા બહાર જઈ રહ્યા હતા. ત્યારે તેને જોયું કે એક ગરીબ નો છોકરો ફૂલ ના હાર બનાવી અને ઉઘાડા પગે ચાલતા ચાલતા વેચી રહ્યો હતો.

અને તેને પગ પણ બળતા હોવાથી થોડીવારે દુકાન કે મકાન ના છાયા માં ઉભો રહી જતો હતો. અશોકભાઈ એ તરત જ નજીક માં આવેલી દુકાન માંથી છોકરા ના માપ ના જૂતા ખરીદ્યા. અને તે છોકરા પાસે જઈ ને પહેરાવ્યા નવા જૂતા જોઈ ને છોકરો તો એકદમ હરખાઈ ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને અશોકભાઈ નો હાથ પકડી ને કહ્યું કે તમે ભગવાન જ છો ને? કે ભગવાન ના દોસ્ત છો? સાંભળી ને અશોકભાઈ પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા. અને કહ્યું કે ના ભાઈ હું ભગવાન નથી કે તેનો દોસ્ત પણ નથી.

પણ તું મને આવું કેમ પૂછે છે? ત્યારે એ છોકરાએ કહ્યું કે હજુ ગઈકાલે જ મેં ભગવાન ના મંદિરે એક હાર ચડાવ્યો હતો. અને કહ્યું હતું કે મારી પાસે એટલા રૂપિયા ભેગા નથી થતા. કે હું એક જૂતા ની જોડી ખરીદી શકું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પણ મારા જેવા ગરીબ છોકરો તમને એક ફૂલ નો હાર ચડાવે તો તમે મને એક જોડી જૂતા તો અપાવી શકો ને? એટલે જ આજે ભગવાને તમને જૂતા અપાવવા માટે મોકલ્યા છે. બોલતા બોલતા છોકરા ની આંખો માંથી દળ દળ આંસુ ટપકવા લાગ્યા. અશોકભાઈ એ તેના માથે હાથ ફેરવતા તે શાંત થયો.

અને ખુશ થઇ ને ફરી પાછો ફૂલ ના હાર વેચવા માટે નીકળી પડ્યો. ત્યારે અશોકભાઈ પણ વિચારી રહ્યા હતા, કે ભગવાન તો ના બની શકાય પણ ભગવાન ના દોસ્ત બનવામાં જરા પણ મુશ્કેલી પડતી નથી. અને કુદરતે બે જાતની વ્યવસ્થા બનાવી છે.

આપણી પાસે જે કઈ છે તેમાંથી પણ અનુકૂળતા મુજબ કોઈ ને આપણા થી થાય એટલી મદદ કરી ને જવું. અથવા બાકી બધું છોડીને જવું કારણ કે સાથે લઈ જવાની કોઈ જાત ની વ્યવસ્થા નથી રાખેલી.

સિવાય કે આપણા કર્મ માટે સારા કર્મ કરેલા સાથે હશે તો તેના સારા ફળ ભોગવવા મળે માણસ ની સાથે કાયમ ને માટે તેને કરેલા સારા કે ખરાબ કર્મ જ આવે છે અને તેને અનુસાર જ ફળ મળે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team