નાનાભાઈએ મોટાભાઈને અપશબ્દો કહેતા સંબંધ બગડી ગયો વર્ષો પછી નાનાભાઈની દીકરીના લગ્નમાં એવું થયું કે…

ભાવિન અને ચિરાગ બન્ને ભાઈઓ તેના માતા-પિતા સાથે એક ઘરમાં જ રહેતા હતા. બન્ને ભાઈઓ ના લગ્ન થઈ ચૂક્યા હતા અને માતા-પિતા બન્ને ભાઈઓ તેની પત્ની અને બાળકો બધા સાથે જ રહેતા હતા. બન્ને ભાઈઓ ધંધો કરી રહ્યા હતા પરંતુ બંને નો ધંધો અલગ અલગ હતો.

એક દિવસ બંને ભાઈઓ વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ અને આ બોલાચાલી આગળ વધીને ઝઘડામાં પરિવર્તિત થઈ ગઈ. વાત એટલી બધી આગળ વધી ગઈ કે નાનાભાઈ ભાવિને તેના મોટાભાઇ ચિરાગને અપ શબ્દ કહી દીધા. બંને ભાઈઓ વચ્ચે મતભેદ થતો પરંતુ વાત આટલી આગળ પહેલી વખત જતી રહી હતી. ચિરાગ ને તેના નાના ભાઈ એ કહેલા શબ્દો સાંભળીને ખૂબ જ લાગી આવ્યું હતું.

અને આ જ કારણે બંને ભાઈઓ એકબીજાથી અલગ થઈ ગયા, બંને એકબીજાથી અલગ રહેવા પણ જતા રહ્યા અને પરિવારમાં જાણે તિરાડ પડી ગઇ હોય એ રીતે આ ઘટના બન્યા પછી બન્ને ભાઈઓ એકબીજાને મળતા પણ નહીં અને કોઈ દિવસ વાત પણ ન કરતા.

મોટાભાઈ ચિરાગ ને સંતાનમાં એક દીકરો હતો જ્યારે નાના ભાઇ ને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા. બાળકોની ઉંમર પણ હવે લગ્ન કરવા જેવડી થઇ ચૂકી હતી, નાના ભાઈની દીકરી વિવાહ યોગ્ય હોવાથી એનું નક્કી કરવામાં આવ્યું.

અને જોતજોતામાં નક્કી થયા પછી લગ્ન પણ નક્કી થયા પરંતુ લગ્નના લગભગ એક અઠવાડિયા પહેલા ભાવિને વિચાર્યું કે મોટો ભાઈ એ ખરેખર મોટોભાઈ જ હોય છે, તેને ભૂલમાં મોટાભાઈને અપ શબ્દ કહી દીધા હતા. તેની ભૂલ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયો અને તેના મોટાભાઈ પાસે માફી માંગવાનું વિચાર્યું.

એ જ દિવસે મોટા ભાઈ ના ઘરે જઈને ભાવિને પહેલા બનેલી ઘટના માટે અને કહેલા અપશબ્દો માટે માફી માંગી અને કહ્યું મને માફ કરી દો મોટાભાઈ મેં તમને એ દિવસે જે અપશબ્દો કહ્યા હતા તેના માટે હું આજે ખૂબ જ શરમ અનુભવું છું. અને માફી માંગુ છું મારી દીકરી ના લગ્ન નક્કી થયા છે, તો એનું આમંત્રણ આપવા માટે આવ્યો છું.

નાનાભાઈએ ઘણું કહ્યું પરંતુ મોટાભાઈ નું હૃદય બિલકુલ પણ પીગળ્યું નહીં અને તેને લગ્નમાં આવવાનું આમંત્રણ પણ સ્વીકાર્યું નહીં અને આવવાની પણ ના પાડી દીધી. નાનો ભાઈ વિચારમાં પડી ગયો કે હવે મોટા ભાઈ ને કઈ રીતે મનાવવામાં આવે?

લગ્ન માટે થોડા દિવસો જ બાકી હતા, લગ્નની કંકોત્રી મંદિરમાં આપવા માટે ગયો. ત્યારે અચાનક તેને યાદ આવ્યું કે આ મંદિરમાં મોટાભાઈ પણ અવાર નવાર આવે છે અને મંદિરના પૂજારી સાથે તેઓને અવારનવાર ચર્ચા થતી રહેતી હોય છે. તેને અચાનક મનમાં એક વિચાર આવ્યો અને પૂજારી પાસે જઈને પોતાની બધી વાત જણાવી.

પૂજારી પણ બન્ને ભાઈઓ ને ઓળખતા હતા, તેને તરત જ કહ્યું કે હું તમારા મોટાભાઈ ને સમજાવવાની કોશિશ કરીશ, આવતીકાલે જ્યારે મંદિરમાં આવે ત્યારે હું તેની સાથે વાત કરીશ અને બધું ઠીક થઈ જશે.

બીજા દિવસે સવારે જ્યારે રોજિંદા સમય અનુસાર મોટો ભાઈ દર્શન કરવા આવ્યો ત્યારે પૂજારીએ તેને પોતાની પાસે બોલાવ્યા. પુજારી નું વ્યક્તિત્વ ખૂબ જ સારું હતું અને કાયમ લોકોની મદદ કરવામાં તેઓ આગળ રહેતા. અને આ બંને ભાઈઓ સાથે પણ અવારનવાર તે ઘણી વાતો કરતા. અને ભાઈઓ પણ જ્યારે કોઈ વસ્તુ માં ખબર ન પડે અથવા મુશ્કેલીમાં હોય ત્યારે ઘણી વખત તેની પાસેથી સલાહ લેતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel