સ્કીન ની બ્યુટી ટ્રીટમેન્ટ માટે : ત્વચા ની ચમક વધારવા માટે પણ ભાત ના ઓસામણ નો ઉપયોગ કરી શકાય છે. ત્વચા ને નુકશાન કરનારા કોસ્મેટીક કરતા ખાલી ઓસામણ થી તમે ઉજળી અને નીખરેલી ત્વચા મેળવી શકો છો. આના માટે સ્વચ્છ કપડા ને ઓસામણ માં ડુબાડીને ચહેરા પર લગાવી દો જેનાથી તમને આ બધા ફાયદાઓ મળી શકે છે.
માથા માટે : આ ઓસામણ થી મગજ નો વીકાસ થાય છે અને શરીર શક્તિશાળી થાય છે. સાથે સાથે આ અલ્જાઈમર રોગ ને રોકવા માં મદદ કરે છે. આથી જો બુધ્ધીશાળી થવા માંગતા હોવ તો ઓસામણ ફેંકી ન દેતા.
હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ : બ્લડપ્રેશર ને કંટ્રોલ કરવામાં પણ ઓસામણ મદદ કરે છે. બ્લડપ્રેશર અને હાઈપરટેંશન થી પીડાતા લોકો માટે ભાત એ એક સારા ખોરાકો માંનો એક છે.
કેન્સર થી છુટકારો : આ ઓસામણ થી કેન્સર જેવી ભયંકર બીમારોઓથી પણ રાહત મળી શકે છે. વૈજ્ઞાનીકો નું માનવું છે કે ભાતમાં ટ્યુમર ને દબાવતા તત્વો મળી આવ્યા છે અથવા આથી જ આંતરડા નું કેન્સર ના બચાવનું એક કારણ ભાત છે.
શેમ્પુ : વાંચીને નવાઈ લાગશે પણ જી હા ભાતનું ઓસામણ એક સારુ શેમ્પુ જ નહિ પણ કંડીશનર જેવુ પણ કામ આપે છે. આ ઓસામણ માં આમળા(પીસીને) કે પછી સંતરા ના છીલ ઉમેરી ને માથા ના વાળ ને ધોવાથી ખુબસુરત વાળ મળે છે.
બોડી સ્ક્ર્બ : જો આ ઓસામણ તમે ફેંકી દેતા હોવ તો હવે એવું ન કરતા કારણ કે તેનાથી તમે બોડી સ્ક્ર્બ પણ બનાવી શકો છો. આ માટે ભાત ને વ્યવસ્થિત મસળીને તેમાં ૨-૩ ચમચી ઓલીવ ઓઈલ કે નારીયેળી નું તેલ નાખીને ૨ ચમચી લીંબુ ના રસ માં સમાન મીલાવી દો. અને પછી આ સ્ક્રબ નો ઉપયોગ બે અઠવાડીયે એક વાર કરવો.
– આ પોસ્ટ ને અમે ઓનલાઈન અને ઓફલાઈન સંદર્ભો નો સહારો લઈને મુકેલી છે, તેમ છતા આ એક જાણકારી જ છે જો કોઈને કંઈપણ એલર્જી હોય તો ડોક્ટર ની સલાહ મુજબ જ આગળ વધવુ.