નાનાભાઈ પાસે એક ટંક જમવાના પણ પૈસા નહોતા, તે અત્યંત પરેશાન થઈ ગયો કે હવે શું કરવું રાત્રે ઘરની બહાર ઓટલે બેસીને પોતાની પરિસ્થિતિ ઉપર રડી રહ્યો હતો એ જ સમયે અચાનક ત્યાં ચાર્મી બહેન આવ્યા.
નાનો ભાઈ થોડો સ્વસ્થ થઈ ગયો અને તરત જ ઉભો થઈને બોલ્યો બહેન તમે ફરી પાછા આવી ગયા તમારામાં કશું શરમ જેવું નથી? અને આમ કહીને તે તેની બહેન ઉપર ગુસ્સે થઈ ગયો.
ત્યારે ચાર્મી બહેને કહ્યું ભાઈ તું ચિંતા નહીં કર હું અહીં કંઈ લેવા નથી આવી, મને ખબર પડી કે તુ મુશ્કેલીમાં છો અને બીજા ભાઈઓ પણ તારી મદદ નથી કરી રહ્યા એટલા માટે હું અહીં આવી છું. આટલું કહીને તેને નાના ભાઇના હાથમાં બે સોનાની બંગડી મૂકી દીધી અને કહ્યું મે તારી મદદ કરી છે એ વાત કોઈને કહેતો નહીં. તને મારા સમ છે.
વર્ષો પછી બહેન માટેની લાગણી નાનાભાઈ માં જાગી તે બહેન ના પગે પડી ગયો અને કહ્યું મેં અને મારી પત્નીએ તમારી સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો છે અમને માફ કરી દો. મારા ભાઈઓ પણ મને મદદ કરવાની ના પાડી ગયા પરંતુ તમે મારી મદદ કરીને ખરેખર આ ભાઈની તમે રક્ષા કરી છે.
તરત જ ઘરમાં જઈને બહેન ને આવકારો આપ્યો પત્નીને બધી વાત કરીને કહ્યું બહેન માટે ચા મુકો, થોડા સમય પછી બહેને કહ્યું ચાલો હું હવે નીકળું મારે મોડું થાય છે. નાનો ભાઈ બહેન ને શું સમજી રહ્યો હતો અને બહેને આવીને તેની મદદ કરી એટલે તે અત્યંત રાજી થઈ ગયો હતો. બહેન ને કંઈક આપવા માટે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો પરંતુ એક દસ રૂપિયાની નોટ સિવાય એમાં બીજું કંઈ જ નહોતું.
દસ રૂપિયાની નોટ પણ બહેનને આપી અને કહ્યું મારી પાસે તમને આપવા માટે અત્યારે બીજું કંઈ જ નથી, પરંતુ હું તમારું આ અહેસાન ક્યારેય નહીં ભૂલું. પૈસા આપતી વેળાએ તેને તેના બહેન ના કપડા તરફ ધ્યાન ગયું ત્યારે જોયું કે ચાર્મી એ જ થોડો ફાટેલો અને જૂનો ડ્રેસ પહેર્યો છે જે આજથી પહેલા આવી ત્યારે પહેર્યો હતો.
નાનુભાઈ વિચારમાં પડી ગયો કે હું પણ કેટલો સ્વાર્થી નીકળ્યો કે જે બહેને બાળપણથી મને નાનાભાઈ તરીકે ખૂબ જ પ્રેમ આપ્યો ખુબ જ લાગણી રાખી તે બહેન સાથે મેં કેવું ખરાબ વર્તન કર્યું છે.
તેનો દીકરો પણ સાજો થઈ ગયો અને ધીમે ધીમે થોડા સમય પછી નાના ભાઈ નો ધંધો પણ ફરી પાછો વધવા લાગ્યો અને પહેલાં કરતાં પણ અનેક ગણો વધી ગયો. થોડા વર્ષો પછી તેને સોનાની ચાર બંગડીઓ કરાવીને બહેનને ભેટ આપી અને ત્યારે તેના ચરણ સ્પર્શ કરીને બોલ્યો મોટા બહેન જો એ દિવસે કદાચ તમારા આશીર્વાદ ન મળ્યા હોત તો હું આજે ક્યાંય નો ન રહ્યો હતો. એ દિવસે સાચા અર્થમાં તમે આ ભાઇની રક્ષા કરી હતી. રક્ષાબંધન ભલે એક દિવસ આવે પરંતુ બહેનો તેના ભાઈઓ ની રક્ષા કરવામાં કોઈ પણ દિવસની રાહ જોતા નથી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.