માતા પિતાને પોતાના ભાઈએ જ ઘરમાંથી કાઢી મુક્યા એટલે તે સ્ત્રીએ તેના પતિને વાત કરી, પતિ વાત સાંભળીને રૂમમાં ચાલ્યો ગયો, થોડા સમય પછી બહાર આવી પત્નીને કહ્યું…
જ્યોતિના લગ્નને આજે પાંચ વર્ષ પુરા થઈ ચુક્યા હતા, જ્યોતિ ના લગ્ન એ ખૂબ જ પ્રતિષ્ઠિત અને સુખી સંપન્ન પરિવારમાં કરવામાં આવ્યા હતા. ખૂબ જ ધામધૂમથી જ્યોતિ અને કાર્તિક ના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જ્યોતિના પિતાએ કાર્તિકને લગ્ન વખતે તેની પાસે રહેલી મૂડીમાંથી 30 લાખ રૂપિયા આપ્યા હતા, કાર્તિકે એક રૂપિયો પણ લેવાની ના પાડી હતી પરંતુ જ્યોતિના પિતાએ કહ્યું હતું કે દીકરી અને દીકરા ના સરખા ભાગ કરીને તમને આપું છું એટલા માટે આ રાખી લો.
કાર્તિકે રૂપિયા લેવા માટે ના ફરી પાછી પાડી પરંતુ જ્યોતિના પિતાએ પરાણે તેના જમાઈને રૂપિયા આપ્યા અને 30 લાખ તેના મોટા દીકરાને આપીને બાકીની થોડી બચત ના રૂપિયા તેને પોતાની પાસે રાખ્યા હતા.
સાસરીમાં પણ જ્યોતિ એકદમ સમૃદ્ધ ઘરમાં રહેતી હોવાથી ખુશ હતી, અને તેનો પતિ કાર્તિક ખુબ જ હોશિયાર અને ધંધા નો પારંગત હતો. અને ધંધો પણ ખુબ જ હતો, પણ બોલવામાં અતિ લોભી માણસ હતો. કોઈ પણ વાત હોય જેટલું ઓછું બોલી ને ચાલે એટલું જ બોલતો.
આજે લગ્નની પાંચમી વર્ષગાંઠ હોવાથી જ્યોતિ સવારથી તેની વર્ષગાંઠ ઉજવવા માટે તૈયારીઓ કરી રહી હતી, લગભગ બધી તૈયારીઓ પુરી થઇ ચૂકી હતી. એવામાં તેના ફોન ઉપર ફોન આવ્યો, ફોન ઉપાડ્યો તો તેને એક ખરાબ સમાચાર મળ્યા.
સમાચાર એવા હતા કે તેના પિતાજી ની તબિયત સારી રહેતી નહોતી, અને આ પાંચ વર્ષ માં તેને તેની પાસે રાખેલી બચતની રકમ દવા માં વપરાઈ ગઈ, અને હવે તેની પાસે કશું જ બચ્યું નહોતું. ત્યારે તેના દીકરા એ તેના માતા પિતા ને ઘર માંથી બહાર કાઢી મુક્યા.
અત્યારે જ્યોતિ ના માતા પિતા એક મંદિર માં આશરો લઇને રહે છે, આ સાંભળી ને જ્યોતિ તેના માતા પિતા ને મળવા માટે દોડી ગઈ. અને બધી વાત ચિત્ત કરી ને ઘરે પછી આવી પણ પોતાના માં બાપ આવી રીતે ઘર ની બહાર હોય, તેની દીકરી નું મન ક્યાંય લાગે નહિ. અને કોઈ કામ માં મન લાગે નહિ.
પોતાના લગ્ન માં આખા ગામ માં વટ પડી જાય તેવો જલસો કરાવ્યો હતો, નાનપણ થી ભાઈ બેન ને મોટા કર્યા ભણાવ્યા, ગણાવ્યા, અને ખુબજ લાડકોડ થી ઉછેર કર્યો. અને આજે એ દીકરો તેના માતા-પિતા સાથે આવું કેમ કરી શકે?
અને આજે તેને તેના જ દીકરા એ ઘર માંથી તેની બચત ના રૂપિયા ના હોવા ના કારણે કાઢી મુક્યા હતા. તેની આંખમાંથી આસું બંધ થવાનું નામ જ નહોતા લેતા.
જ્યોતિ તેને પતિ ને વાત કરવાનો વિચાર કરતી હતી, કે મારા માતા પિતા ને આપણા ઘરે લઇ આવીએ, પણ તેના પતિને આ વાત કહેતા તેની હિમ્મત ચાલી નહિ, કારણ કે તેને ઓછું બોલવાની આદતના હિસાબે ક્યાંય તે ગુસ્સો કરે તો શું કરવું?
રાત્રે જ્યોતિ તેના પતિ અને સાસુ સસરા બધા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા, ત્યારે કાર્તિકે જ્યોતિ ને પૂછ્યું કે તું કેમ આટલી ઉદાસ દેખાય છે? શું મૂંઝવણ છે કંઈક કહે તો ખબર પડે?
ત્યારે વાત કહેવા માં ફફડતી જ્યોતિ એ હિંમત કરી ને તેના પતિ ને બધી વાત કરી અને કહ્યું કે તમે અને મમ્મી પપ્પા કહો તો આપણા ઘરે હું તેડી આવું વાત સાંભળીને કાર્તિકે કઈ જવાબ આપ્યો નહિ, અને જમી ને પોતાના રૂમ માં ચાલ્યો ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
હવે જ્યોતિ અને તેના સાસુ સસરા જમી રહ્યા હતા જ્યોતિ તો ખાલી કહેવા પૂરતી સાથે બેઠી હતી, બાકી માં બાપ ની હાલત જોઈ ને આવી હતી એવામાં તેના ગળે કોળિયો ઉતરે ખરો? એમાં પણ પતિ કઈ પણ જવાબ આપ્યા વિના જ રૂમ માં ચાલ્યો ગયો.
થોડીવાર પછી કાર્તિક રૂમમાંથી બહાર આવે છે. અને જ્યોતિ ના હાથમાં એક ચાવી આપે છે, ચાવી આપીને કહ્યું ચાલ આપણે બંને મમ્મી પપ્પા ને આ ઘર માં મૂકી આવીએ.
જ્યોતિ તો તુરત જ જમતા જમતા ઉભી થઇ ગઈ અને કાર્તિક ને પૂછ્યું,અરે આ ચાવી? આ ક્યુ મકાન છે? કાર્તિકે કહ્યું એ બધી વાત ત્યાં જઈને તું જલ્દી ગાડીમાં બેસી જા, બને ગાડી માં બેસીને એ મંદિર માં ગયા જ્યાં તેના માતા પિતા રોકાયા હતા.
ત્યાંથી જ્યોતિ ના માતા પિતા ને મોટર માં બેસાડી ને એ ઘરે લઇ ગયા, જેની ચાવી જ્યોતિ ને આપી હતી. મકાન ની અંદર બધું ફર્નિચર સજાવેલું હતું, અને બધી સગવડતા પણ હતી જ્યોતિ ના માતા પિતા ને ત્યાં બેસાડતા કાર્તિકે કહ્યું કે આ મકાન તમારું જ છે.
તમે મને લગ્ન વખતે પરાણે ત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા તેમાંથી મેં આ મકાન પાંચ વર્ષ પહેલે ખરીદ કર્યું હતું, પણ મને એ ખબર નહોતી કે ભવિષ્ય માં તમને જ આ રીતે કામ માં આવશે. અને હા અત્યાર સુધી માં મારી પાસે આ મકાન ના ભાડા ના આવેલા 12 લાખ રૂપિયા પડ્યા છે. જે હું તમને આપી જઈશ અને તમારે કઈ પણ કામ હોય તો આ તમારી દીકરી નું ઘર નથી.
તમારા રૂપિયા માંથી જ ખરીદ કરેલું છે, જેથી મન માં એવો કોઈ ભાવ પણ રાખતા નહિ કે અમે દીકરી ના ઘર માં રહીએ છીએ, તમે તમારી માલિકી ના મકાન માં જ રહો છો. અને હા તમારે બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો બે ધડક જ્યોતિ ને જણાવી દેશો. જરા પણ સંકોચ રાખશો નહિ. અને આજ થી બધી જવાબદારી મારી છે, એટલે તમારે કઈ પણ ચિંતા કરવાની જરૂર નથી.
જ્યોતિના માતા પિતા ના આંખમાંથી આંસુ આવી ગયા, ઘરે આવતા જ્યોતિ એ આ વાત તેના સાસુ સસરા ને કરી ત્યારે તેને કહ્યું કે તે પૂછ્યું હતું કે આપણા ઘરે તેને તેડી આવીએ, પણ અહીંયા આવે તો તેનું સ્વમાન ઘવાય અને શરમ થી ઉંચુ જોઈ ને જીવી શકે નહિ. માટે કાર્તિકે તેને બીજા મકાન માં રહેવાનું કહ્યું.
અને એ મકાન પણ તેનું જ છે કારણ કે લગ્ન વખતે પરાણે આપેલા રૂપિયા માંથી લીધેલું છે અને તે રૂપિયા નો આપણે આપણા માટે કઈ ઉપયોગ કરવા નો હતો જ નહિ, અને કાર્તિકે જે પણ નિર્ણય કર્યો, તે એકદમ સાચો કર્યો છે. આજે પાંચ વર્ષે જ્યોતિ ને થયું કે મારા પતિ ઓછું બોલવા વાળા ભલે હોય પણ ઘણું સમજવા વાળા છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.