અને તે મહિલા ઘરે પાછી આવી ગઈ, આમ ને આમ લગભગ એકાદ મહિનો થઈ ગયો. અને હવે સાપ ને પણ તે સ્ત્રી ને જોઈ ને કઈ નવું લાગતું નથી. હવે તે સ્ત્રી સાપ માટે દૂધ લઇ ને જંગલ માં જતી અને સાપ ને દૂધ પણ આપતી અને સાપ દૂધ પીવે ત્યારે તે તેને લલચાવીને તેના પર હાથ ફેરવતી આમ બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ.
અને એક દિવસ સાપ દૂધ પી રહ્યો હતો, ત્યારે તેને તેની મૂછ નો એક વાળ ખેંચી નાખ્યો. અને સીધી સન્યાસી ની પાસે આવી ગઈ. અને કહ્યું કે આ કોબ્રા સાપ ની મૂછ નો વાળ છે. સન્યાસી એ સ્ત્રી પાસે થી વાળ લઇ ને તેની પાસે પ્રગટી રહેલા હવનકુંડ માં નાખી દીધો.
સ્ત્રી એ કહ્યું કે તમે આ વાળ કે જેના માટે હું બે ત્રણ મહિનાથી મહેનત કરતી હતી તે આગ માં નાખી દીધો હવે જડીબુટ્ટી કેવી રીતે બનાવશો? ત્યારે સંન્યાસી એ કહ્યું કે હવે તમારે કોઈ જડીબુટ્ટી ની જરૂર નથી. તમે જરા વિચારો કે એક કોબ્રા સાપ ને તમારા વશ માં કરી અને તેની મૂછ નો વાળ લઇ ને આવ્યા છો.
કોબ્રા સાપ જેવો ખતરનાક પ્રાણી ને પણ તમે શાંતિ અને પ્રેમ થી પોતાના વશ માં કરી શકો છો તો એક માણસ ને કેમ વશ માં નથી કરી શકતા ???જે રીતે તમે કોબ્રા સાપ ની અંદર પણ પ્રેમ જગાવી શક્ય તો તમારા પતિ સાથે પણ પોતાના માટે પ્રેમ જાગૃત કરો સ્ત્રી સન્યાસી ની વાત સમજી ગઈ હતી અને તેના ઘર તરફ ચાલવા લાગી.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.