મારા લગ્નને 15 વર્ષ થઈ ચુક્યા છે અને શરૂઆતના 2 વર્ષ પછી વારંવાર ઝઘડાઓ થાય છે, શું કરવું? આ સવાલ નો એવો જવાબ આપ્યો કે તેના ઝઘડા...

પતિ પત્ની ના લગ્ન જીવન ને પંદર વર્ષ વીતી ચુક્યા હતા અને આ પંદર વર્ષ ના લગ્ન જીવન માં પહેલા બે વર્ષ ને બાદ કરતા છેલ્લા 13 વર્ષ થી બંને વચ્ચે નાના મોટા ઝઘડા ચાલતા જ રહેતા હતા. અને રોજેરોજ ના ઝગડા ના કારણે બંને દુઃખી રહેતા હતા.

એવામાં એક સન્યાસી ગામ માં આવ્યા હતા. અને તે હિમાલયમાં તપ કરીને આવ્યા હતા અને તેની પ્રસિદ્ધિ ખૂબ જ હતી. ત્યારે તે સ્ત્રી તે સન્યાસી ને મળવા માટે ગઈ તેને મળી અને પોતાના દુઃખ નું વર્ણન કર્યું કે છેલ્લા 13 વર્ષ થી અમારું દામ્પત્ય જીવન ખૂબ જ લડાઈ ઝગડા વાળું થઇ ગયું છે.

મારા પતિ મારી સાથે સીધી રીતે વાત પણ નથી કરતા. સન્યાસી એ જવાબ આપતા કહ્યું કે મોટાભાગ ના લોકો સાથે આવું જ થાય છે, ત્યારે તે સ્ત્રી એ કહ્યું કે મને એવી જડીબુટ્ટી આપો કે અમારા બંને નું જીવન પહેલા જેવું થઇ જાય. અને લડાઈ ઝગડા ખતમ થઇ જાય લોકો કહે છે કે તમે બધા દુઃખ ની જડીબુટી આપો છો.

તો મને પણ આપો ત્યારે સન્યાસી એ કહ્યું કે તમારા દુઃખ ની જડીબુટી બનાવવા માટે એક ચીજ હાજર નથી, તેથી હું અત્યારે તમને જડીબુટ્ટી બનાવી ને આપી શકું તેમ નથી. સ્ત્રી એ કહ્યું કે મને કહો તમારી જડીબુટ્ટી બનાવવા માટે કઈ ચીજ ઘટે છે હું તે લઇ ને આપણે આપી જઈશ.

ત્યારે સંન્યાસી એ કહ્યું કે મારે કોબ્રા સાપ ની મૂછ નો એક વાળ જોઈએ, જે અત્યારે મારી પાસે નથી. બીજા દિવસે જ તે મહિલા નજીક ના જંગલ માં કોબ્રા સાપ ને શોધવા ચાલી ગઈ. અને શોધતા શોધતા તેને એક કોબ્રા સાપ મળ્યો પણ ખરો પણ તેની પાસે જવાની હિંમત ચાલી નહીં.

અને તે મહિલા ઘરે પાછી આવી ગઈ, આમ ને આમ લગભગ એકાદ મહિનો થઈ ગયો. અને હવે સાપ ને પણ તે સ્ત્રી ને જોઈ ને કઈ નવું લાગતું નથી. હવે તે સ્ત્રી સાપ માટે દૂધ લઇ ને જંગલ માં જતી અને સાપ ને દૂધ પણ આપતી અને સાપ દૂધ પીવે ત્યારે તે તેને લલચાવીને તેના પર હાથ ફેરવતી આમ બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને એક દિવસ સાપ દૂધ પી રહ્યો હતો, ત્યારે તેને તેની મૂછ નો એક વાળ ખેંચી નાખ્યો. અને સીધી સન્યાસી ની પાસે આવી ગઈ. અને કહ્યું કે આ કોબ્રા સાપ ની મૂછ નો વાળ છે. સન્યાસી એ સ્ત્રી પાસે થી વાળ લઇ ને તેની પાસે પ્રગટી રહેલા હવનકુંડ માં નાખી દીધો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સ્ત્રી એ કહ્યું કે તમે આ વાળ કે જેના માટે હું બે ત્રણ મહિનાથી મહેનત કરતી હતી તે આગ માં નાખી દીધો હવે જડીબુટ્ટી કેવી રીતે બનાવશો? ત્યારે સંન્યાસી એ કહ્યું કે હવે તમારે કોઈ જડીબુટ્ટી ની જરૂર નથી. તમે જરા વિચારો કે એક કોબ્રા સાપ ને તમારા વશ માં કરી અને તેની મૂછ નો વાળ લઇ ને આવ્યા છો.

કોબ્રા સાપ જેવો ખતરનાક પ્રાણી ને પણ તમે શાંતિ અને પ્રેમ થી પોતાના વશ માં કરી શકો છો તો એક માણસ ને કેમ વશ માં નથી કરી શકતા ???જે રીતે તમે કોબ્રા સાપ ની અંદર પણ પ્રેમ જગાવી શક્ય તો તમારા પતિ સાથે પણ પોતાના માટે પ્રેમ જાગૃત કરો સ્ત્રી સન્યાસી ની વાત સમજી ગઈ હતી અને તેના ઘર તરફ ચાલવા લાગી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team