મંદિરમાંથી નીચે ઉતરતી વખતે પત્નીને પતિએ કહ્યું કે બસ આ કારણથી જ મને ક્યારેક ક્યારેક મંદિર આવવાનું પણ વિચિત્ર લાગે છે, પત્નીએ કારણ પૂછ્યું તો…

માનવ અને સૂચિ ના લગ્ન થયાને 5 વર્ષ થઈ ચૂક્યા હતા બંને પોતાના લગ્નજીવનમાં એકબીજાથી ખુશ હતા. અને તેઓના જીવનમાં ખુશીની કોઈ કમી નહોતી. માનવને પણ તેની ફેક્ટરી ખૂબ જ સારી ચાલતી હતી અને સૂચિ પણ લગ્ન પછી ઘરની બાજુમાં જ બ્યુટી પાર્લર ચલાવી રહી હતી.

બંને માણસનો નિયમ હતો કે દરરોજ સવારે તૈયાર થઈને મંદિરમાં દર્શન કરવા માટે જવું, દરરોજની જેમ આજે પણ તેઓ મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. મંદિરમાં ઉપર જઈને દર્શન કર્યા અને પછી દર્શન કરીને મંદિરની સીડીઓ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક જ સામે ભિખારીઓની ભીડે બંનેને ઘેરી લીધા.

અને બધા ભિખારીઓ માંગવા લાગ્યા માનવની પત્ની સૂચિ એ તરત જ તેના પાસે રહેલા પર્સમાંથી એક પછી એક દરેક ભિખારીઓને પૈસા આપવાના શરૂ કરી દીધા,. આ જોઈને માનવને થોડો ગુસ્સો આવી ગયો અને તેને કહ્યું કે અરે યાર સુચી તને ખબર તો છે કે મને આ બધું ગમતું નથી, તેમ છતાં તું યાર… બસ આ કારણોથી જ મને ક્યારેક ક્યારેક મંદિર આવવાનું પણ. વિચિત્ર લાગે છે.

ભિખારી ની વાતો એક બાજુ રહી ગઈ અને રસ્તા પર બંને પતિ પત્ની આપસમાં બોલાચાલી કરવા લાગ્યા, પત્ની સૂચિ એ જવાબ આપતા કહ્યું કે અરે ભગવાનની દયાથી આપણી પાસે બધું જ છે, એક મોટી ફેક્ટરી છે અને સાથે સાથે મારું બ્યુટી પાર્લર પણ સારું ચાલે છે.

આપણે બંને આટલું બધું કમાઈએ છીએ તો થોડું તો દાન પણ કરવું જોઈએ ને, તરત જ માનવ એ જવાબ આપતા કહ્યું યાર મને દાન કરવામાં કોઈ જાતની મુશ્કેલી નથી થતી, પરંતુ મને આવા તંદુરસ્ત અને કામ કરી શકે તેવા લોકોને આવી હાલતમાં જોઈને મને ચીડ ચડે છે.

એ લોકો પોતાનું કામ ધંધો કરીને કમાઈને ખાઈ શકે છે, પરંતુ બસ બેઠા બેઠા તમારા જેવા લોકોના કારણે આ લોકો કામ ધંધો નથી કરતા.

અરે તો તમે શું એવું ઈચ્છો છો કે આ લોકોને કોઈ કંઈ આપે જ નહીં? સૂચિ એ જવાબ આપતા કહ્યું. પોતાની વાત આગળ વધારતા સૂચિએ ઉમેર્યું કે જો આ લોકોને કંઈ કામ ન મળે તો શું તેઓને ભૂખ્યા સૂઈ જવાનું? આ તો ખોટી વાત કહેવાય ને?

માનવ માથા પર હાથ દઈને બોલ્યો ઘરે સુચી હવે તને કોણ સમજાવે, આટલું કહીને બસ આગળ ચાલવા લાગ્યો. આગળ ચાલીને પોતાની કાર પડી હતી ત્યાં કારમાં જઈને બેસી ગયો.

થોડીવારમાં સૂચિ પણ આવી, કારના દરવાજામાં સાઈડમાં રહેલી બોટલ માંથી પાણી પીને હજુ કાર ચાલુ કરી રહ્યો હતો એવામાં અચાનક માનવની નજર ત્યાં સામે નીચે બેઠેલા એક ઘરડા કપલ ઉપર પડી, એક દાદા અને દાદી ત્યાં નીચે પાથરીને કંઈક વસ્તુ વેચી રહ્યા હતા.

ત્યાં જઈને જોયું તો ત્યાં તેઓ તોરણ વેચી રહ્યા હતા, તોરણની અનેક ડિઝાઇનો ત્યાં હાજર હતી. માનવ તો ત્યાં પહોંચીને વસ્તુઓ જોઈ રહ્યો હતો કારમાં બેઠેલી સૂચિને ઈશારો કરીને બહાર બોલાવી.

સૂચિ ત્યાં આવી એટલે માનવે તે ઘરડા દંપતીને કહ્યું કે, દાદા દાદી તમે લોકો કેમ નથી માંગતા?. તમારી તો ઉંમર પણ વધારે થઈ ગઈ છે. તેના અવાજમાં થોડો ગુસ્સો પણ છલકાઇ રહ્યો હતો.

સામેથી ઘરડા દંપતી માંથી દાદાએ જવાબ આપતા કહ્યું કે બેટા અમને એ સારું નથી લાગતું,. અમે મહેનત કરીને ખાવામાં માનીએ છીએ, અને માંગીને ખાવામાં અમને મજા ન આવે…

માનવને જવાબ સાંભળીને થોડી અડચણ થઈ પછી તે ફરી પાછો બોલ્યો, તો તમે આ બધા લોકોને કેમ નથી સમજાવતા? ત્યારે જવાબમાં કહ્યું કે બેટા જુઓ અમે દિવસ આખામાં બે ત્રણ તોરણ વેચીને અમારું જેમ-તેમ ગુજરાન ચલાવીએ છીએ. એવામાં જો અમે આને પણ કહીએ તો શું થાય.

મોટી મોટી ફેક્ટરીઓમાં કે પછી બીજી જગ્યાએ બધા લોકોને અનુભવ વાળા લોકો જોઈએ છે, તો અમને કોણ રાખશે, બસ કદાચ ક્યાંક આ કારણથી જ કોઈ પણ મહેનત કરીને ખાવા ઇચ્છતું નથી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel