રેવતીબેન ની ઉંમર 80 વર્ષ થી પણ વધારે થઈ ચૂકી હતી, તે પોતે એકલા જ રહેતા હતા. તેના પતિનું અવસાન ઘણા વર્ષો પહેલા થઇ ચૂક્યું હતું, તેને સંતાનમાં એક દીકરો પ્રાથમિક શિક્ષણ અહીં લઈને અમેરિકા વધુ ભણવા માટે ગયો હતો.
અને અમેરિકા જઈને તે ત્યાં જ સ્થાયી થઇ ચૂક્યો હતો, દર મહિને રેવતીબેન માટે તે ખર્ચ માટે રૂપિયા મોકલતો હતો, પરંતુ રેવતીબેન એ તો જાણે સન્યાસ લઈ લીધો હોય તેમ તે પોતાની પાસે એક રૂપિયો પણ રાખતા નહિ.
અને બધા રૂપિયા મંદિર માં ભગવાન ને અર્પણ કરી આપતા. કારણ કે તેને વ્રત લીધું હતું કે મારી પાસે જે પણ ચીજ વસ્તુ આવશે એ હું ભગવાનને અર્પણ કરીશ. અને હકીકતમાં આ પહેલા તેની પાસે રહેલી બધી સંપત્તિ, સોનું, ચાંદી, ઝવેરાત અને રૂપિયા પણ ભગવાનને સમર્પિત કરી દીધા હતા.
સાથે સાથે પોતાની જાતને પણ ભગવાન ને સમર્પિત કરી આપી હતી. તે આખો દિવસ મંદિર માં રહેતા. અને ભગવાન નું ભજન કરતા. રહેવા માટે એક રૂમ રાખી હતી. અને પડોશ માં રહેતા સ્વેતાબેને તેને કહ્યું હતું કે તમારે એકલા માટે રસોડું ચાલુ કરવું નથી.
તમારી બધી જરૂરિયાત સવારે ચા પાણી નાસ્તો બપોરે અને સાંજે જમવાનું હું તમને પહોંચાડી દઈશ. તમારે હવે આ ઉંમરે કોઈ કામ કરવાનું નથી. રેવતીબેન રોજ સવારે પોતાનો રૂમ સાફ કરે એટલે તેમાં આખા દિવસ માં આવેલી ધૂળ નીકળે તે પણ ભગવાન પાસે ઢગલો કરી આપતા.
અને ભગવાન ને કહેતા કે આ પણ તમને અર્પણ. કારણ કે તેનું વ્રત એવું હતું કે મારી પાસે જે કઈ પણ આવશે એ હું ભગવાનને અર્પણ કરીશ. આડોશ પાડોશ માં જ્યારે બધાને આ વાતની ખબર પડી ત્યારે તે રેવતીબેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે આ ધૂળ કચરા ભગવાનને અર્પણ ના કરાય.
ભગવાન ને તમે ફળ ફૂલ અને મીઠાઈ ધરાવો તે બરાબર છે, પણ કચરો થોડો ધરાવાય? તમે તો હદ પાર કરી દીધી છે. અને આ ઉમરે તમારી બુદ્ધિ બગડી ગઈ છે. આમ બોલી ને રેવતી બેન ને ઠપકો પણ આપતા પણ રેવતીબેન માં કશું ફરક પડ્યો નહિ.
અને તેનો ક્રમ ચાલુ રાખ્યો ત્યારે બાજુવાળા સ્વેતાબેને પૂછ્યું કે તમે કચરો ભગવાન ને શા માટે અર્પણ કરો છો? ત્યારે રેવતીબેને જવાબ આપ્યો કે મારુ તન મન ધન મારુ હૃદય પણ ભગવાનને અર્પણ કરી દીધું છે તો હવે આ કચરો પણ ભગવાનને જ અર્પણ કરું ને? મારી પાસે શું કામ રાખું?
અને હવે કોઈ તેને સલાહ દેવા પણ આવતું નહિ હવે થયું એવું કે સ્વેતાબેન ના મન માં આ વાત પર વિચારે ચડી ગયું કે રેવતીબેન આ શું કરી રહ્યા છે, તે તેને પણ ખબર નથી. તે રાતે સ્વેતાબેન સુતા સુતા પણ રેવતીબેન ની વાત ના વિચારે ચડી ગયા. અને થોડી વાર માં આખા દિવસ ના થાક ના હિસાબે તેને ગાઢ નીંદર આવી ગઈ.