પણ તે ગ્રાહક વાસણ લઇ ને પાછો આવ્યો નહિ તેથી તે એકદમ ચિંતા ગ્રસ્ત થયા અને બપોર સુધી રાહ જોઈ અને તે ગ્રાહક ના ઘરે ગયા અને પૂછ્યું કે ભલા માણસ તમે ચાંદી ના વાસણ પરત આપવા માટે કેમ આવ્યા નહીં ?
ત્યારે ગ્રાહક એકદમ જોરશોર થી રડવા લાગ્યો અને કહ્યું કે તમને મારે શું વાત કરવી તમારા ચાંદી ના વાસણ નું અવસાન થઈ ગયું હું તમને શું પાછું આપવા માટે આવું ?
એટલે ચંદુભાઈ એકદમ ગુસ્સામાં આવી અને બોલ્યા કે તું કોને મૂર્ખ બનાવે છે ? તને જેલ માં પુરાવી દઈશ વાસણ નું કઈ અવસાન થાય ?
ત્યારે તે ગ્રાહકે કહ્યું કે જ્યારે વાસણ ને સંતાન થતા હતા ત્યારે તો તમને બહુ મજા આવી રહી હતી અને વાસણ ને સંતાન થઇ શકતા હોય તો તેનું અવસાન પણ થાય જ ને ?હવે ચંદુભાઈ કશું બોલી શકે તેવી પરિસ્થિતિ માં નહોતા.
આવી રીતે સંસાર માં લાલચી માણસ લોભમાં આંધળો થઈ જાય છે અને કશું સમજી શકતો નથી સાચા ખોટાનો ભેદ સમજી શકતો નથી અને લોભી નું ધન લૂંટારા ખાય છે
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.