પેલા વ્યક્તિએ ફરી પાછું લાકડી માં લોટ લગાડીને પાણીમાં નાખી થોડા જ સમય પછી ફરી પાછી એક માછલી કાંટામાં આવી ગઈ. જેવી માછલી ફસાઈ ગઈ કે તરત જ સંત બોલ્યા કે એકદમ આરામથી ધ્યાનથી અને એકદમ ધીમે ધીમે લાકડી ને બહાર ખેંચ.
પહેલા વ્યક્તિ એવું જ કર્યું પરંતુ માછલીએ આ વખતે એટલો બધો જોશથી ઝટકો આપ્યો કે તે લાકડી તેના હાથમાંથી છૂટી ગઈ અને લાકડી જ નદીમાં પડી ગઈ.
સંત તેની સામે જોઈને બોલ્યા ઓહો લાગે છે માછલી બચીને ભાગી ગઈ, ચલો એક કામ કરો તો આ છેલ્લી લાકડીથી માછલી પકડવાની કોશિશ કરો. વ્યક્તિ એવું કરવાની કોશિશ કરી.
જેવી માછલી ફસાઈ કે તરત જ સંત બોલ્યા કે ધ્યાન થી, આ વખતે લાકડી પર વધારે પડતું જોર પણ ન લગાડતો અને ઓછું પણ જોર ન લગાડતો બસ જેટલું માછલી પોતાની શક્તિથી અંદર ખેંચે એટલી જ શક્તિથી તું લાકડી ને બહાર ખેંચી જે થોડા સમય પછી માછલી થાકી જશે અને લાકડી આરામ થી બહાર નીકળી શકે છે.
વ્યક્તિ એવું જ કર્યું અને આ વખતે માછલી પકડાઈ ગઈ.
વ્યક્તિ ફરી પાછો સંત સામું જોવા લાગ્યા, સંતે તેની સામે જોઈ ને કહ્યું તને ખબર પડી, આમાંથી કશું શીખવા મળ્યું?
આ માછલીઓ છે એ એ લોકો સમાન છે જે લોકો તમારો વિરોધ કરતા રહે છે જો તમે તેના વિરોધમાં તેનાથી પણ વધારે શક્તિ વાપરવાનો પ્રયોગ કરશો તો તમે જ તૂટી જશો, જો તમે ઓછી શક્તિનો પ્રયોગ કરશો તો તમારી યોજનાઓ જ તૂટી જશે અથવા બરબાદ થઈ જશે પરંતુ જો તમે એટલો જ બળ પ્રયોગ કરશો જેટલો બળપ્રયોગ આપના વિરોધીઓ કરે છે તો ધીરે-ધીરે એ લોકો થાકી જશે અને હાર માની લેશે અને ત્યારે તમે જીતી જશો.
એટલા માટે જો કંઈ સારું કરવા જાવ ત્યારે અમુક લોકો તમારો વિરોધ કરે તો સામે આ સિદ્ધાંત અપનાવવો જોઇએ અને તમારા લક્ષ્ય થી દૂર જઈને બીજું એક પણ પગલું ન ભરવું જોઈએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.