એક વ્યક્તિની ઉંમર લગભગ 25 વર્ષની હશે, આ 25 વર્ષની ઉંમરમાં તે ઘણી બધી મહેનત કરતો તેમ છતાં તેની સાથે ભેદભાવ થતો હોય તેવું તેમને લાગતું. ઘણી વખત તે કંઈપણ નવી વસ્તુ કરવાની કોશિશ કરે ત્યારે તેને ઘણા લોકો તરફથી વિરોધનો સામનો કરવો પડતો, આનો નિવારણ કઈ રીતે લાવવું તે જાણવા માટે તે ખૂબ જ પ્રખ્યાત સાધુ પાસે ગયો.
લોકો એવું કહેતા કે એ સંત મહાત્મા પાસે બધા જ પ્રશ્નોના જવાબ હોય છે, આ વ્યક્તિ ત્યાં જઈને તેને પૂછ્યું મહારાજ મારે એક સવાલ છે. હું કંઈ પણ નવું કે કંઇ પણ સારું કરવા જાવ તો ઘણા લોકો તેનો વિરોધ કરે છે તો હવે મારે શું કરવું જોઈએ?
મહાત્મા એ આખી વાત સાંભળી પછી તેને કહ્યું તારો પ્રશ્ન વ્યાજબી છે માત્ર તને જ નહીં ઘણા લોકોને સારું કરવા જાય તો ઘણા લોકો વિરોધ કરતા જ હોય છે. પરંતુ આનો જવાબ હું તને આજે નહીં ત્રણ દિવસ પછી આપીશ. અને તુ આ જવાબ મેળવવા માટે ત્રણ દિવસ પછી નદી કિનારે આવી જજે.
એ ગામમાં એક નદી કિનારો હતો જ્યાં ત્રણ દિવસ પછી નિર્ધારિત કરેલા સમયે સંત અને પહેલો વ્યક્તિ બંને ભેગા થાય છે. ભેગા થયા પછી સંત નમસ્કાર કરે છે પછી ત્યારબાદ તે સંત તેને નજીક બોલાવે છે અને ઈશારો કરીને કહે છે.
આજે હું તને થોડી મહેનત કરાવીશ સામે જે પડી છે તે ત્રણે ત્રણ માછલી પકડવાની લાકડીઓ છે. અને જણાવી દઉં કે આ બધી લાકડીઓ એક જ લાકડામાંથી બનેલી છે અને બધી એક સરખી જ છે.
પછી એક લાખણી તેને પહેલાં વ્યક્તિને હાથમાં આપી અને કહ્યું આ લાકડી પકડ અને આ લાકડી માંથી કિનારે જઈને માછલી પકડવાની કોશિશ કર.
મહાત્માના આદેશને કારણે તે વ્યક્તિ કિનારે જઈને તે લાકડી પર થોડો લોટ લગાડ્યો અને પછી પાણીમાં નાખી દીધી થોડી જ શિક્ષણમાં એક મોટી માછલી ત્યાં આવીને તે લાકડી માં ફસાઈ ગઈ, ત્યાં જ મહાત્મા તરત જ બોલ્યા જલ્દી કર તારી જેટલી હોય એટલી તાકાત કરીને મહેનતથી તે લાકડી ને બહારની તરફ ખેંચી લે.
સાધુ ના કહેવા પ્રમાણે પહેલી વ્યક્તિ એ એ જ કર્યું અને પેલી બાજુ માછલીએ પણ પુરી તાકાત કરીને ઝાડમાંથી છૂટવાની કોશિશ કરી એટલા માટે લાકડી તૂટી ગઈ.
તરત જ સંત એના હાથમાં બીજી લાકડી આપી અને કહ્યું આ લઇ લે, ભાઈ આ બીજી લાકડીથી માછલી પકડવાની કોશિશ કરો.