તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું મારું દુઃખ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. દયાળુ અને પ્રેમાળ લતા દીદી આપણને છોડીને ચાલ્યા ગયા છે. આપણા દેશને હવે એક એવી અપૂરતી ખોટ પડી છે જે ક્યારેય ભરી ન શકાય. આવનારી પેઢીઓ તેઓને ભારતીય સંસ્કૃતિના એક દિગ્ગજ રૂપમાં યાદ રાખશે જેની સુરીલી અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અદ્વિતીય ક્ષમતા હતી.
જણાવી દઈએ કે લતા મંગેશકર એ લગભગ 78 વર્ષના કારકિર્દીના સમયગાળામાં અંદાજે ૨૫ હજાર ગીતો અને પોતાની અવાજ આપી હતી. અને તેઓને ઘણા પુરસ્કારો તેમજ ઘણા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્રણ વખત તેઓએ રાષ્ટ્રીય એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. અને જણાવી દઈએ કે પોતાના મધુર અવાજથી લોકોના મન મોહી લેનારા લતા મંગેશકર ને અતિ પ્રતિષ્ઠિત ભારત રત્ન તેમજ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કારણથી તેઓનું અવસાન થયું
હોસ્પિટલ માં ઈલાજ થઈ રહ્યો હતો ત્યાંથી અવસાનના કારણ વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે લતા મંગેશકરના ઘણા અંગો એ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેઓનું અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા તેમજ જાન્યુઆરીમાં તેઓને ન્યુમોનિયા તેમજ કોરોના થી સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

